જલ્સા કરોને જેંતીલાલ

ક્રાઈમ પેટ્રોલમાં આવતા અનુપ સોની અને અન્ય કલાકારોની રોજની કમાણી જાણી તમારી આંખો ફાટી જશે

૯ વર્ષથી ચાલ્યો આવતો આ કાર્યક્રમ અને તેના કલાકારોએ દર્શકોના મનમાં એક મજબૂત છાપ ઊભી કરી છે. સમાજમાં ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓ, લોકોની વિકૃત માનસિકતા અને સામાજિક કે પારિવારિક અહિત ઇચ્છતા લોકોને કઈરીતે શોધી કાઢવા એ વિશે લોકો વધુ સભાન થયા છે. ક્રાઈમ પેટ્રોલની ટીમ જેમ બને તેમ તટતસ્થ અને સચોટ વાસ્તવિક કેસ લઈને આવવા પ્રત્યત્ન કરે છે.


જોવાની ખૂબી એ છે કે આ બધા જ કલાકારો છે, તેમ છતાં જે પોલિસનું પાત્ર ભજવે છે અને જે ગુનો કરે છે એ દરેક પોતાનું કામ એટલી અસરકારક રીતે કરે છે કે તેમને અસલ જિંદગીમાં પણ આપણે એવા જ માની બેસીએ છીએ. અલ્બત્ત આપણે પણ જાણીએ જ છીએ કે તેઓ માત્ર અભિનેતાઓ જ છે. નહીં કે ખરા પોલિસ કે ગુનેહગાર નથી હોતા.


અનુપ સોની

બાલિકા વધુ સિરિયલમાં જગ્દીશના પિતા અને અનંદીના સસરા તરીકેનું અત્યંત લોકપ્રિય પાત્ર અનુપ સોનીએ નિભાવ્યું છે. આ ઉપરાંત તેમણે અન્ય ઘણી બધી સિરિયલો તેમજ ફિલ્મોમાં પણ પોતાની કળાનું ઓજસ પાથર્યું છે. જો કે છેલ્લા કેટલાએ સમયથી તેઓ કોઈ સિરિયલમા સ્થાયી કલાકાર તરીકે જોવા નથી મળ્યા.


પરંતુ ક્રાઈમ પેટ્રોલ સિરિઝના નેરેટર (એટલે કે જે આખી વાર્તાનું વર્ણન કરે છે) તરીકે તેમને સૌથી વધુ નામના મળી છે. તેમની બોલવાની અને કેસનો ઉઘાડ કરવાની આગવી રીત દર્શકોને ખૂબ જ પસંદ પડે છે. તેમના અવાજમાં કોઈપણ કરુણ કેસ હોય પરંતુ ઉગ્ર થયા વિના ધીરજથી વાતની રજૂઆત કરે છે જેને કારણે કાર્યક્રમને એક મજબૂત શરૂઆત મળી રહે છે.


આ અભિનેતા નવા અવતારમાં પાછા આવશે એવા સમાચાર છે, જે નાના સ્ક્રીન પર જીવંત વાસ્તવિક જીવનમાં થતા ગુનાઓની કહાનીને લાવશે. દાઢીવાળા ચાર્મિંગ લૂક સાથે, આ અભિનેતાએ તાજેતરમાં પ્રોમો શૂટ કર્યો હતો, જે નવા એપિસોડ્સ, ટૂંક સમયમાં સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન ચેનલ પર આવશે.

 


કહેવાય છે કે અનુપ સોનીને એક એપિસોડમાં માત્ર વાર્તાનું વર્ણન કરવા માટે જ રૂપિયા ૩૦,૦૦૦ મળે છે. તેમની કુલ સંપત્તિ સત્તાવાર રીતે જોઈએ તો સાત કરોડ ડોલર્સ આંકવામાં આવી છે. મુંબઈમાં આલિશાન બંગલો છે અને ટોયોટા ફોર્ચ્યુનર ગાડી છે જેની કિંમત ૨૭ લાખ રૂપિયા છે.

આ શો ફરી નવા અંદાજમાં શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ફરી દર્શકોમાં એક જાતની આતુરતા જાગી છે કે હવે તેમને નવા એપિસોડ, નવી વાર્તાઓ જોવા મળશે. આ ઉપરાં ઘણીવાર દર્શકોને તેમની આવક વિષે પણ ઉત્સકતા થતી હોય છે.


અનુપ સોની ઉપરાંત ક્રાઇમ પેટ્રોલમાં બીજા ઘણા બધા કલાકારો અભિનય કરે છે. જેમાં કેટલાક લીડ પાત્રો હોય કે જેણે ગુનો કર્યો હોય અથવા જે ગુનાનો ભોગ બન્યું હોય. આ ઉપરાંત સપોર્ટીંગ કાસ્ટ જેમ કે ગુનેગારનો પરિવાર, તેના માતાપિતા, ગુનાનો ભોગ બનનારના માતા-પિતા, ભાઈ બહેન, ચોકીદાર, ડોક્ટર વિગેરે જેવા સહાયક ચરિત્રોનું પણ આ પ્રકારની ક્રાઈમ સીરીઝમાં ઘણું મહત્ત્વ હોય છે તો ચાલો જાણીએ લીડ એક્ટર્સથી લઈને સપોર્ટીંગ એક્ટર્સની પર એપિસેડની કમાણી વિષે.


નિસાર ખાન

નિસાર ખાન સામાન્ય રીતે ક્રાઈમ પેટ્રોલના વધારે એપિસોડમાં જોવા મળતા નથી. પણ જ્યારે કોઈ મહત્ત્વનો કેસ હોય અને એક પ્રભાવશાળિ વ્યક્તિત્વ ઇનવેસ્ટીગેટરનું ચરિત્ર ડીમાન્ડ કરતું હોય ત્યારે તેમના જેવા પિઢ અભિનેતાને મુખ્ય પાત્ર આપવામાં આવે છે. અને તેમનો દર્શકો પર ખુબ જ ઉંડો પ્રભાવ પડે છે. તેમને દર એપિસોડે રૂપિયા 75000 ચૂકવવામાં આવે છે.


સંજય ત્યાગી

નિસાર ખાન અને સંજય ત્યાગી પિઢ અભિનેતાઓ છે તેમને મહત્ત્વના કેસમાં ઇનવેસ્ટીગેટરની ભૂમિકા આપવામાં આવે છે સંજય ત્યાગીને પણ નિસાર ખાનની જેમ દર એપિસોડના 75000 ચૂકવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સંજય ત્યાગી અભિનેતા બન્યા પહેલાં કાસ્ટિંગ ડીરેક્ટરનું કામ કરતા હતા.


ગુલ્શન પાંડે

આ અભિનેતા ક્રાઇમ પેટ્રોલમાં પોલિસ ઇન્સ્પેક્ટરનું એટલે કે મામલાના ઇન્વેસ્ટિગેટરની ભુમિકા ભજવે છે. તેમને દર એપિસોડના ૭૦,૦૦૦ રૂપિયા ચૂકવાય છે. તેઓ પોતાની પત્ની અને પરિવાર સાથે ફોટોઝ કાયમ સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે.


રાજેન્દ્ર શિસત્કર

આ અભિનેતા પણ ક્રાઈમ પેટ્રોલમાં કેસ ઇન્સવેસ્ટિગેટર તરીકે મુખ્ય ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવે છે. તેમને પણ અન્ય લીડ એક્ટર્સની જેમ દર એપિસોડના ૭૦,૦૦૦ રૂપિયા ચૂકવાય છે.


રાજદિપ સિકદર

અભિનેતા રાજદિપ સિકદર ક્રાઇમ પેટ્રોલ સિરિઝમાં મોટે ભાગે મુખ્ય ઇન્સ્પેક્ટરના આસિસ્ટન્ટનું કામ કરે છે. અને તેમને દરેક એપિસોડના રૂપિયા ૪૦,૦૦૦ મળે છે.


નિરજ સિંઘ

આ અભિનેતા પણ ક્રાઇણ પેટ્રોલ સિરીઝમાં મુખ્ય કેસ ઇન્વેસ્ટીગેટરની નીચે આસિસ્ટન્ટનું કામ કરતા પોલિસ ઇન્સ્પેક્ટરનું ચરિત્ર નિભાવે છે. તેમને દરેક એપિસોડના ૪૦૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવે છે.


અભિષેક ખાંડેલકર

આ અભિનેતા પણ ક્રાઇમ પેટ્રોલમાં મુખ્ય ઇન્વેસ્ટીગેટરની ભુમિકા નીભાવે છે. તેઓ અન્ય અભિનેતાઓ કરતા જુનિયર હોવાથી તેમને દર એપિસોડના રૂપિયા ૬૫,૦૦૦ ચુકવવામાં આવે છે.


મોઈન ખાન

મોઈન ખાનને ઘણીવાર ક્રાઈમ પેટ્રોલમાં ઇન્વેસ્ટીગેટર તરીકે અને ઘણીવાર આસિસ્ટન્ટ ઇનવેસ્ટીગેટર તરકેનું પાત્ર ભજવવા માળે છે. તેમને દરેક એપિસોડના રૂપિયા ૫૦,૦૦૦ ચૂકવવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version