આ પત્ની પણ ગજબ નીકળી, ઘરે બેઠા બેઠા કરેલી ભવિષ્યવાણી સાચી પડી, કિસ્સો સાંભળીને પેટ પકડીને હસશો

ક્રિકેટમાં બધાં ખેલાડીઓ પોતાની કઈક અલગ ટ્રિકને લીધે નામના પામેલાં હોય છે. બોલિંગ, બેટિંગ, સ્પિન, કેચ પકડવો, તો ડાંડિયા ઉડાડવામાં કોઈક ખેલાડી માહેર હોય છે. આ સાથે ક્રિકેટ જગતમાં કેટલાક એવાં ખેલાડીઓ છે જેમની બોલિંગ શાનદાર છે તો બેટિંગમાં તેઓ ખૂબ ખરાબ છે. લોઅર ઓર્ડરના બેટ્સમેનોને થોડો સમય પીચ પર રહેવું પણ આવાં સમયે અઘરું બની જતું હોય છે. જો કે હાલમાં ઘણા નીચલા સ્તરનાં બેટ્સમેન પણ મેદાનમાં ધૂમ મચાવતાં જોવા મળ્યાં હતાં.

image socure

આજે અહીં આવા જ એક ખેલાડી વિશે વાત કરવામાં આવી રહી છે. તેની બોલિંગે રેકોર્ડ બનાવ્યો છે અને બેટિંગે તેની કારકિર્દી છીનવી લીધી છે. આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયાના બર્ટ આયર્નમોન્જર. આજે બર્ટ આયર્નમોન્જરનો આજે જન્મદિવસ છે. મળતી માહિતી મુજબ બર્ટ આયર્નમોન્જરનો જન્મ 7 એપ્રિલ 1882ના રોજ ક્વીન્સલેન્ડના પાઇન માઉન્ટેનમાં થયો હતો. તે ડેન્ટી નામથી તરીકે પણ જાણીતા હતા. ડાબા હાથનાં આ સ્પિનરે તેના સ્પિનની કરામતથી ખુબ જ ઓછાં સમયમાં જ બધાને પ્રભાવિત કરી લીધાં હતાં.

image socure

લોકોને પોતાની સ્પિનીગથી દીવાના કર્યાં બાદ તેણે 1928 થી 1933ની વચ્ચે 14 ટેસ્ટ રમવાની તક મળી હતી. આ દરમિયાન વિશ્વ આખાએ તેની સ્પિન કરવાની રીતને વખાણી હતી. આ પછી તેની આગળની કારકિર્દીમાં બસ એક વાતની ખોટ રહી ગઈ હતી અને તે હતી તેની બેટિંગ. જાણવા મળી રહ્યું છે કે તેણે તે સમયે ઘણા રેકોર્ડ્સ પણ પોતાનાં નામે કર્યાં હતાં. આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયા તરફથી 14 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તે ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ સામે રમ્યો હતો.

image socure

ડાબા હાથનો આ સ્પિનરે માત્ર 14 ટેસ્ટમાં 74 વિકેટ લીધી હતી. તેણે મેચમાં 10થી વધુ વિકેટ ઝડપીને સૌથી ઓછા રન બનાવવાનો દેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં બનાવ્યો હતો જ્યારે તેણે માત્ર 24 રન આપતાં 11 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ટેસ્ટના ઇતિહાસમાં ઈનિંગ્સમાં બીજા સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ પણ તેના નામે છે. જ્યારે બર્ટ આયર્નમોન્જરએ કુલ 6 રન આપીને 5 વિકેટ લીધી હતી. તે ટેસ્ટ મેચની ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનાર એવો ખેલાડી હતો જેની ઉંમરે (48 વર્ષ 312 દિવસ) હતી અને જે આજ સુધીનો રેકોર્ડ ધરાવે છે.

image source

આ ખેલાડી સાથે જોડાયેલી નકારાત્મક વાત એ જ છે કે તેની બેટિંગ ઘણી ખરાબ હતી. તે તેની સ્પિનીગ સાથે તેની નબળી બેટિંગ માટે પણ જાણીતો હતો. બર્ટ આયર્નમોન્ગરે તેની ટેસ્ટ કારકિર્દીમાં ફક્ત 42 રન બનાવ્યા હતા તે પણ એવાં સમયે જ્યારે તેની 21 ઇનિંગ્સની 5 ઇનિંગ્સમાં તે આઉટ પણ જાહેર થયો ન હતો. આ વચ્ચે આ ખેલાડીનો તેની પત્ની સાથે સંબંધિત જોડાયેલો એક કીસ્સો પણ ચર્ચામાં આવ્યો હતો.

બર્ટ આયર્નમોન્જરની કારકિર્દી દરમિયાન વાત સામે આવી હતી જેમાં એવું કહેવામાં આવે છે કે એકવાર તે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) માં રમતી વખતે બેટિંગ કરવા ઉતર્યો હતો. ત્યારબાદ તેની પત્નીનો ડ્રેસિંગ રૂમમાં ફોન આવ્યો હતો. જ્યારે તેની પત્નીને કહેવામાં આવ્યું કે તે હમણાં જ બેટિંગ કરવા આવ્યો છે, ત્યારે તેની પત્નીએ કહ્યું- “ઠીક છે, હું તે આવે ત્યાં સુધી ફોન હોલ્ડ પર રાખી દઉં છું.” આ વાતથી સીધો મતલબ એ જ નીકળે છે કે ફક્ત ક્રિકેટ સાથે સંકળાયેલા લોકો જ નહીં પરંતુ તેમની પત્નીને પણ ખબર હતી કે તેઓ વધુ લાંબા સમય સુધી પિચ પર ટકી શકશે નહીં.

image source

આવી ચર્ચા તો મોટા ખેલાડીઓની કારકિર્દીમાં થતી રહેતી હોય છે, પરંતુ વા અત્યારે હકીકત એ છે કે તેમનાં આ પાસાને કારણે તેઓ ક્રિકેટમાં પોતાનું કરિયર આગળ બનાવી શક્યા નહીં. જો કે બર્ટ આયર્નમોન્જર ડાબા હાથના સ્પિનરો માટે હંમેશા એક ઉદાહરણ છે. તેણે માત્ર 14 ટેસ્ટ મેચમાં જે રેકોર્ડ બનાવ્યા છે તે હજી પણ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલા છે. હજુ સુધીમાં દુનિયાનો કોઈ ખેલાડી તેમનાં રેકોર્ડ ને તોડી શક્યો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!