ક્રિકેટર્સનું જીવન ઘણા વૈભવ અને સુખથી ભરપુર હોય છે. જેવી રીતે બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કપલ્સ મોટાભાગે લાઈમલાઈટમાં છવાયેલ રહે છે તેવી જ રીતે ક્રિકેટર્સ પર મોટાભાગે લાઈમલાઈટમાં છવાઈ રહે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં કેટલાક એવા ક્રિકેટર્સ પણ રહ્યા છે જેમની પત્ની સુંદરતાની બાબતમાં કોઈ અભિનેત્રી કરતા સહેજ પણ ઓછી નથી, ઉપરાંત તેઓ પૈસાના મામલે પણ ઘણા શ્રીમંત પરિવાર માંથી આવે છે.
ચાલો જાણીએ આ છ ક્રિકેટર્સ વિષે..
-રવિન્દ્ર જાડેજા:

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના લગ્ન રીવાબા સોલંકી સાથે થયા છે. રીવાબા પોતે મિકેનિકલ એન્જીનીયર છે. રીવાબા સોલંકીનું પરિવાર રાજકારણમાં સંકળાયેલ છે. ઉપરાંત રીવાબા સોલંકીના પરિવારની ગણના ગુજરાત રાજ્યના સૌથી અમીર પરિવારોમાં કરવામાં આવે છે. રીવાબા જાડેજા પોતે પણ રાજકારણ સાથે સંબંધ ધરાવે છે.
-રોહિત શર્મા:

ક્રિકેટ જગતમાં માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન તરીકે પ્રસિદ્ધિ પામેલ ક્રિકેટર રોહિત શર્મા પોતાના ક્રિકેટ રમવાના અંદાજને લીધે ઘણા પ્રસિદ્ધ છે. ક્રિકેટર રોહિત શર્માના ફેંસ તેમને હિટમેન પણ કહે છે. ક્રિકેટર રોહિત શર્માએ રીતિકા સાથે લગ્ન કર્યા છે. રીતિકા એક સેલેબ્રીટી મેનેજર છે. રીતિકા પોતાના ભાઈની સાથે મળીને આ બિઝનેસ કરી રહી છે. રોહિત શર્મા અને રીતિકા મુંબઈના એક પોશ એરિયામાં પોતાનો બંગલો ધરાવે છે.
-સચિન તેંડુલકર:

ક્રિકેટ જગતમાં ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા ક્રિકેટર સચિન તેંડુલકરએ ક્રિકેટના ઘણા બધા રેકોર્ડ્સને પોતાના નામે કરી લીધા છે. ક્રિકેટર સચિન તેંડુલકરએ પોતાના કરતા ઉમરમાં ૬ વર્ષ મોટી અંજલિ સાથે લગ્ન કર્યા છે. અંજલિ વ્યવસાયે એક ડોક્ટર છે જયારે અંજલિના પિતા મોટા ઉદ્યોગપતિ છે.
-હરભજન સિંહ:

ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર બોલર તરીકે ક્રિકેટર હરભજન સિંહને ખુબ જ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ છે. ક્રિકેટર હરભજન સિંહએ ગીતા બસરા સાથે લગ્ન કરીને પોતાના નવા જીવનની શરુઆત કરી છે. ગીતા બસરા એક બોલીવુડ એક્ટ્રેસ છે. જયારે ગીતા બસરાના પિતા રાકેશ બસરા ઈંગ્લેન્ડ દેશના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ છે.
-ગૌતમ ગંભીર:

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનું ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર ક્રિકેટર છે. ક્રિકેટર ગૌતમ ગંભીરએ નતાશા જૈન સાથે લગ્ન કર્યા છે. નતાશા જૈન ખુબ જ મોટા વ્યાપારીની દીકરી છે. નતાશા જૈનના પિતાનો વ્યવસાય આખી દુનિયામાં ફેલાયો છે.
-વીરેન્દ્ર સહેવાગ:

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ધુઆધાર બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગના લગ્ન આરતી અહલાવત સાથે થયા છે. ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગના પત્ની આરતી અહલાવત એક પ્રસિદ્ધ વકીલની દીકરી છે. ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગએ આરતી અહલાવતને ફક્ત ૨૧ વર્ષની વયે જ લગ્ન કરવા માટે પ્રપોઝ કરી દીધું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!