આઇપીએલની 11મી સીઝનમાં રમનાર ખેલાડી નિતીશ રાણા ગર્લફ્રેન્ડ પાર્ટીનો છે શોખીન……….

કોલકત્તાના નવા સ્ટાર નીતિશ રાણાની આ છે ગર્લફ્રેન્ડ, પાર્ટીની છે શોખીન

આઇપીએલની 11મી સીઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમી રહેલા નિતીશ રાણા વિરાટ કોહલીને અશ્લિલ શબ્દ બોલવાને ચર્ચામાં આવ્યો હતો. વાસ્તવમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોર અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચમાં વિરાટ કોહલીને આઉટ કર્યા બાદ નિતીશ રાણાએ ગાળ બોલી હતી. જેને કારણે સોશિયલ મીડિયા પર સિનિયરને ગાળ બોલવાને લઇને નિતીશ રાણાની ખૂબ આલોચના કરવામાં આવી હતી. આ મેચમાં નિતીશનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે સતત બે બોલમાં કોહલી અને એબી ડિવિલિયર્સને આઉટ કર્યા હતા.નિતીશ રાણાને પાર્ટીનો ખૂબ શોખ છે અને તે હાલમાં સાચી મારવાહ નામની યુવતીને ડેટ કરી રહ્યો છે.

સાચી મારવાહ ઇન્ટિરિયર આર્કિટેક્ટ છે. તે પોતાનો ડિઝાઇન સ્ટૂડિયો ચલાવે છે અને તેની કો-ફાઉન્ડર પણ છે. બંન્ને વચ્ચે ખૂબ સારુ બોન્ડિંગ પણ જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર નીતિશ અને સાચી મારવાહની અનેક તસવીરો જોવા મળે છે. તેમની તસવીરો જોઇને લાગી રહ્યું છે કે તેઓ એકબીજાને ખૂબ પસંદ કરે છે. તેઓ પાર્ટીના શોખીન છે. બંન્નેને એકબીજા સાથે સમય પસાર કરવો ખૂબ ગમે છે.નીતિશ રાણા દિલ્હીનો છે. તે સ્થાનિક ક્રિકેટમાં દિલ્હીની ટીમમાં રમે છે. બે વર્ષ અગાઉ ખરાબ ફોર્મને કારણે નીતિશે રણજીમાં દિલ્હીની ટીમમાં સ્થાન મળી શક્યું નહોતું. બાદમાં ગંભીરની સલાહ બાદ ફોર્મમાં પરત આવવામાં મદદ મળી હતી. બંન્ને એક ક્લબ સાથે જોડાયેલા છે અને તેમના કોચ સંજય ભારદ્ધાજ છે.નીતિશ રાણાએ વર્ષ 2016માં આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. મુંબઇ ઇન્ડિયન્સ માટે વર્ષ 2016માં તેને ચાર મેચમાં રમવાની તક મળી હતી. જેમાં તેણે અડધી સદી ફટકારી હતી. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 299 રનની શાનદાર ઇનિંગ રમી હતી જેમાં તેણે 21 સિક્સ ફટકારી હતી. બે વર્ષ સુધી મુંબઇ ઇન્ડિયન્સમાં રમ્યા બાદ આ વર્ષે નીતિશ કોલકત્તા તરફથી રમી રહ્યો છે. અત્યાર સુધીમાં નીતિશે 19 આઇપીએલ મેચ રમી છે. જેમાં તેણે 128.83 સ્ટ્રાઇક રેટથી 487 રન બનાવ્યા છે.

લેખન.સંકલન : અશ્વિની ઠક્કર 

દુનિયાભરની સેલિબ્રિટીઓના સમાચાર અને વાઈરલ ન્યુઝ વાંચવા માટે અમારું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” લાઈક કરવાનું ભૂલતા નહિ ...

ટીપ્પણી