ક્રિકેટની દુનિયાના આ ધરખમ ખેલાડીનું નિધન, 76 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝ થરુ થવાની છે તે પહેલા બંને ટીમના ખેલાડીઓ ઉત્સાહમાં છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ માટે આજનો દિવસ શોકભર્યો સાબિત થયો છે. મેજબાન ટીમ ઓસ્ટ્રેલિયા માટે આજે એક માઠા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર એવા છે કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એરિક ફ્રીમૈનનનું 76 વર્ષની વયે નિધન થયું છે.

image source

પૂર્વ ઝડપી બોલર ફ્રીમૈનએ 1967થી 68માં ટીમ ઈંડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસથી ડેબ્યૂ કર્યું હતું. સાઉથ ઓસ્ટ્રેલિયાના સફળ બોલર હોવાની સાથે તે લોઅર ઓર્ડર બેટ્સમેન રહ્યા હતા. ફ્રીમેનએ પોતાનો પહેલો ટેસ્ટ જાન્યુઆરી 1968માં બ્રિસબેનમાં રમ્યો હતો. આ મેચમાં તેણે બેટીંગ કરી અને પોતાનું ખાતું સિક્સ સાથે ખોલ્યું હતું. આવું કરનાર તે ક્રિકેટ ઈતિહાસના પહેલા ખેલાડી બની ગયા હતા.

image source

પોતાની કારર્કિદીનો પહેલો ટેસ્ટ મેચ રમતી વખતે ફ્રી મેનએ પહેલી પારીમાં ભારતના 3 વિકેટ લીધી હતી તેમના આ પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયા આ મેચ 39 રનથી જીતવામાં સફળ થઈ હતી.

ભારત વિરુદ્ધ બ્રિસબેન ટેસ્ટમાં ડેબ્યૂ કર્યા બાદ ફ્રીમૈનએ ઓસ્ટ્રેલિયા માટે 10 વધુ ટેસ્ટ રમ્યા હતા. તેણે 1968માં ઓસ્ટ્રેલિયાના વેસ્ટ ઈંડીઝ ટૂર પર ઓલરાઉંડ રમતનું પ્રદર્શન કર્યું હતું. આ ટૂર દરમિયાન તેણે 30.50ની ઓસતથી 183 રન બનાવ્યા હતા. સાથે સાથે ફ્રીમેનએ 13 વિકેટ પણ લીધી હતી. તેણે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 1970માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમી હતી.

image source

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઝડપી બોલર ફ્રીમૈનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 47 રન પર 8 વિકેટનું છે. તેના આ પ્રદર્શનથી સાઉથ ઓસ્ટ્રેલિયા 1970-71માં શેફીલ્ડ શીલ્ડનો ખિતાબ જીતવામાં કામયાબ થયો હતો. આ ટૂર્નામેન્ટમાં ફ્રીમૈનએ ન્યૂ સાઉથ વેલ્સ વિરુદ્ઘ 13 વિકેટ લીધી હતી.

image source

ફ્રીમેનના નિધનથી ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પૂર્વ ઝડપી બોલર જેસન ગિલેસ્પીએ તેને એક શ્રેષ્ઠ ક્રિકેટર હોવાની સાથે શાનદાર વ્યક્તિ ગણાવ્યા હતા. ફ્રીમેન એક ટેસ્ટ ક્રિકેટર હોવાની સાથે સાથે ટેસ્ટ લેવલના ફૂટબોલર પણ હતા. તેણે પોર્ટ એડિલેડ માટે ફૂટબોલ રમ્યું હતું. વર્ષ 2002માં રમતમાં તેમના અત્યાર સુધીના યોગદાન માટે તેમને ઓસ્ટ્રેલિયાના મેડલ ઓફ ધ ઓર્ડરના ખિતાબથી નવાઝમાં આવ્યા હતા. આજે તેમણે અંતિમ શ્વાસ લેતા ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ