ભારતીય ક્રિકેટ ટીમમાં છેલ્લા 3 દાયકામાં એકથી એક ફાડુ બેટ્સમેન આવ્યા છે. સચિન તેંડુલકરથી લઈને મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી-રોહિત શર્મા જેવા અનેક બેટ્સમેન જ્યારે રમતા હોય ત્યારે દરેકને એક અલગ જ મજા આવતી હોય છે. પરંતુ આ હોવા છતાં એક રેકોર્ડ એવો છે જે છેલ્લા લગભગ 20 વર્ષથી અકબંધ છે. વળી, હજી સુધી કોઈ પણ બેટ્સમેનથી આ રેકોર્ડ તૂટ્યો નથી. સૌથી નોંધપાત્ર વાત એ છે કે આ રેકોર્ડ બેટિંગનો છે અને તે પૂર્વ ફાસ્ટ બોલર દ્વારા બનાવવામાં આવ્યો હતો.

ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી યુવરાજસિંહે 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી અને ટી 20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. ભારત તરફથી વનડેમાં સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, જ્યારે ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે, પરંતુ આજદિન સુધી તેમાંથી કોઈ પણ અજીત અગરકરનો 20 વર્ષ જુનો રેકોર્ડ નથી તોડી શક્યું.

અગરકરનો આ રેકોર્ડ આજે પણ યથાવત્ છે. ઘણી વખત ભારતીય બેટ્સમેનોએ આ રેકોર્ડ તોડવાની નજીક પણ પહોંચ્યા હતા, પરંતુ તેમાં કોઈ સફળ થઈ શક્યું નહીં. તમને જણાવી દઇએ કે રાજકોટમાં આયોજિત આ વનડે મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા સચિન, દ્રવિડ, યુવરાજ અને સેહવાગ સહિત 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી હેમાંગ બદાની (77) અને રીતિદર સિંઘ સોઢીએ (53) ની સારી ભાગીદારી કરી ટીમને 200 રનથી આગળ લઈ લીધી.

ત્યારબાદ અસલી જલવો તો અગરકરે બતાવ્યો હતો. 44મી ઓવરમાં આઠમા નંબર પર બેટિંગ કરવા આવેલા અગરકરે ઝિમ્બાબ્વેના બોલરોને જોરદાર પરાજય આપ્યો હતો. અગરકરે માત્ર 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને ભારતીય રેકોર્ડ બનાવ્યો હતો. 25 બોલમાં 67 રન બનાવ્યા બાદ અગરકર અણનમ રહ્યો. આ દરમિયાન તેણે 268ના સ્ટ્રાઇક રેટથી 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો

અગરકરની ઇનિંગની મદદથી ભારતે 50 ઓવરમાં 301 રન બનાવ્યા. તેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ ફક્ત 262 રન બનાવી શકી હતી અને ભારતે આ મેચ 39 રને જીતી લીધી હતી. અગરકરે પણ આકર્ષક બોલિંગ બતાવી 8.4 ઓવરમાં ફક્ત 26 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચ તરીકે ચૂંટવામાં આવ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ