7 સીટર કાર લેવાનું વિચારી રહ્યા છો? તો હ્યુન્ડાઇ ક્રેટા ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો આ નવા મોડેલની કિંમત કેટલી હશે

હ્યુન્ડાઈ ક્રેટા જલ્દી જ પોતાનું ૭ સીટર ધરાવતું નવું વર્ઝન લોન્ચ કરી શકે છે. આ નવા મોડલની કીમત જુના મોડલની તુલનામાં અંદાજીત એક લાખ રૂપિયા જેટલી વધવાની સંભાવના છે.

-કારના કેમોફ્લેજડ ટેસ્ટ દરમિયાન મોડલ ટેસ્ટીંગ સમયે ઘણીવાર સ્પોટ થઈ ગયું છે.

-હ્યુન્ડાઈ ક્રેટાની અત્યાર સુધીની એક્સ રોડ કીમત ૯.૮૧ લાખથી લઈને ૧૭.૩૧ લાખ રૂપિયાની વચ્ચે રહી છે.

આ વર્ષની શરુઆતમાં જ હ્યુન્ડાઈ ક્રેટા પોતાનું નવું અપડેટેડ વર્ઝનને જલ્દી જ લોન્ચ કરી શકે છે. હ્યુન્ડાઈ ક્રેટાના નવા અપડેટ વર્ઝનમાં એક જનરેશનની અપડેટ મળી શકે છે. મિડ સાઈઝ SUVનું નવું જનરેશન મોડલ પૂરી રીતે નવા પ્લેટફોર્મ પર બેઝ છે, આ નવા મોડલનો ઉપયોગ થોડાક મોટા વાહનો સાથે પણ કરી શકાય છે. તેથી હ્યુન્ડાઈ કંપનીએ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને હ્યુન્ડાઈ ક્રેટાના નવા મોડલમાં ૭ સીટર વર્ઝનને હવે જલ્દી જ માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. જો કે, હ્યુન્ડાઈ ક્રેટાના ૭ સીટર ધરાવતા નવા વર્ઝનને ટક્કર આપવા માટે બજારમાં અગાઉથી જ આવેલ MG હેક્ટર પ્લસ અને ટાટા કંપનીની અપકમિંગ કાર ગ્રેવિટાસની સાથે ટક્કર જોવા મળી શકે છે.

image source

ટેસ્ટીંગ સમયે ઘણીવાર નવા મોડલને સ્પોટ કરવામાં આવ્યું.:

-હ્યુન્ડાઈ ક્રેટાના કેમોફ્લેજડ ટેસ્ટ મોડલના ટેસ્ટીંગ સમયે ઘણીવાર કારને સ્પોટ કરવામાં આવી છે જેના લીધે આ કાર વિષે અને તેની ડીઝાઇન વિષે કેટલીક ખાસ બાબતો જાહેર થઈ છે.

-હ્યુન્ડાઈ ક્રેટાના ટેસ્ટીંગ મોડલને જોયા પછી એવી અપેક્ષા કરવામાં આવી રહી છે કે, ૭ સીટર હ્યુન્ડાઈ ક્રેટામાં અપડેટેડ વર્ઝનમાં ફ્રંટ ગ્રિલ, રીઅરમાં ફ્લેટર રૂફ, એડીશનલ રીઅર ક્વાર્ટર, રી- ડીઝાઇન સી- પિલરની સાથે જ એક મોટી સાઈઝનું રીઅર ઓવરહેંગ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત હ્યુન્ડાઈ ક્રેટામાં થ્રી રો SUVમાં રી- ડીઝાઇન ટેલ લેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

image source

એડ્વાન્સ્ડ ફીચર્સ:

-હ્યુન્ડાઈ ક્રેટામાં વધારાની સીટની સાથે જ કેબિન લેઆઉટ ૫ સીટર કરતા સાઈઝમાં થોડીક મોટી હોવાની સંભાવના છે.

-હ્યુન્ડાઈ ક્રેટામાં સ્માર્ટફોન કનેક્ટીવિટી સહિત ૧૦.૨૫ ઈંચની ટચ સ્ક્રીન, ડીજીટલ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, બોઝ સાઉન્ડ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ, વેન્ટીલેટેડ ફ્રંટ સીટ, પાવર્ડ ડ્રાઈવર સીટ અને એર પ્યુરીફાયર જેવા કેટલાક ફીચર્સ પણ આપવામાં આવવાની સંભાવના છે.

image source

એંજીનની માહિતી:

-હ્યુન્ડાઈ ક્રેટામાં હાલ સુધીમાં ત્રણ પાવરટ્રેન સાથે આવે છે, આ કારમાં ૧.૫ PS/૧૪૪ Nmની સાથે જ ૧.૫ લીટર એનએ પેટ્રોલ યુનિટ, એક યુનિટ ૧.૪ લિટર ટર્બો પેટ્રોલ એંજીન આપવામાં આવે છે. આ એંજીન ૧૪૦PS પાવર અને ૨૪૨ Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે જ હ્યુન્ડાઈ ક્રેટા ૧.૫ લિટર ડીઝલ એન્જીનમાં પણ ઉપલબ્ધ છે, ડીઝલ એંજીન ૧૧૫PS અને ૨૫૦ Nm પાવર આઉટપુત આપવામાં આવે છે.

image source

-હ્યુન્ડાઈ ક્રેટાનું નવું વર્ઝન ૧.૪ લીટર ટર્બો પેટ્રોલ અને ૧.૫ લીટર ડીઝલ એંજીનની સાથે લોન્ચ થઈ શકે તેવી શક્યતા દર્શાવાઈ છે. હ્યુન્ડાઈ ક્રેટાના ડીઝલ એંજીનની સંભવતઃ ૬ સ્પીડ MT અને ૬ સ્પીડ AT સહિત લોન્ચ કરવામાં આવી શકે છે. તેમજ ટર્બો- પેટ્રોલ યુનિટને સ્ટાન્ડર્ડ ૭ સ્પીડ DCT સાથે પ્રસ્તુત કરવામાં આવી શકે છે.

-હાલના મોડલની તુલનાએ નવા મોડલની એક્સ રોડ કીમત એક લાખ રૂપિયા જેટલી વધારે હોઈ શકે છે.

image source

હ્યુન્ડાઈ ક્રેટાની ૫ સીટર મોડલની એક્સ શો રૂમ કીમત અંદાજીત ૯.81 લાખ રૂપિયાથી લઈને ૧૭.૩૧ લાખ રૂપિયા જેટલી છે. પરંતુ હ્યુન્ડાઈ ક્રેટાના ૭ સીટર નવા વર્ઝનની કીમત તેના કરતા અંદાજીત એક લાખ રૂપિયા વધારે હોઈ શકે છે.

હ્યુન્ડાઈ કંપની પોતાની નવું મોડલ ‘અલકેઝર’ (Alcazer) ને ભારતીય ભરમાં વર્ષ ૨૦૨૧ના મધ્ય ભાગમાં લોન્ચ કરી શકે તેવી સંભાવના પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ