5 સ્ટેપ્સમાં ઘરે બેસીને બનાવો તમારી વેબસાઈટ, ચપટી વગાડતા બની જશે…

ઈન્ટરનેટ આજે દરેક વ્યકિતની જિંદગીનો મહત્ત્વનો ભાગ અને જરૂરિયાત બની ચૂક્યો છે. વગર ઈન્ટરનેટ કોઈ પણ કામ થઈ શક્તુ નથી. આજના સમયમાં દરેક ઓપરેટિંગ સિસ્ટમને ચલાવવા માટે ઈન્ટરનેટની જરૂર પડે છે. આજકાલ તો સ્માર્ટ સ્પીકર અને ટીવીમાં પણ ઈન્ટરનેટનો ઉપયોગ વધી ગયો છે. ઈન્ટરનેટ દ્વારા અનેક લોકો નાનોમોટો બિઝનેસ કરી શકે છે. ઈન્ટરનેટ દ્વારા બિઝનેસ કરવાનો સૌથી મોટો સ્ત્રોત વેબસાઈટ છે. એક વેબસાઈટ બનાવીને તમે ઈન્ટરનેટ પર બિઝનેસ સેટઅપ કરી શકો છો. ગત એક દાયકામાં વેબસાઈટની સર્વિસ ભારતમાં વધી રહી છે. આવામાં તમે પણ તમારી વેબસાઈટ બની શકો છો. વેબસાઈટ બનાવવી બહુ જ સરળ છે. તેના માટે તમારે કોઈ પણ ડેવલપરને રૂપિયા આપવાની જરૂર નહિ પડે. આજે અમે તમને નવી વેબસાઈટ બનાવવાની ટિપ્સ આપીશું.

સ્ટેપ-1વેબસાઈટ બનાવવા માટે સૌથી પહેલા તમારે એક ડોમેન લેવા માટે તેનું કોઈ સારું નામ વિચારવુ પડશે. તમે જે વિષયની વેબસાઈટ બનાવવા માંગો છો, તેને જ મળતું આવે તેવુ કોઈ નામ તમે વિચારી શકો છો. આ નામની પાછળ કોઈ સાફિક્સ જેમ કેમ .com, .in, .info જોડી શકો છો. ઉદાહરણ તરીકે criccbuzz.com એક ડોમેન નામ છે. તેમાં criccbuzzની સાથે .com જોડાયેલું છે. Amazon Echo Spot first look – GIZBOT HINDI નામ સિલેક્ટ કર્યા બાદ તમારે તેને ખરીદવું પડશે. તેને રજિસ્ટર કરાવ્યા બાદ તમારે આ નામને દર વર્ષે રિન્યુ કરાવવું જરૂરી છે, કેમ કે ડોમેન નેમ એક વર્ષ માટે જ વેલિડ હોય છે. જો તમે એક કસ્ટમાઈઝ્ડ ડોમેન નથી ઈચ્છતા, તોતમે ડિફોલ્ટની સાથે જઈ શકો છો, જે tonystark.godaddysites.comની જેમ હોઈ શકે છે. તે નિશુલ્ક પણ હોય છે.

GoDaddy પર વેબસાઈટ કેવી રીતે સેટ કરવી….

સ્ટેપ-2તેની રીત બહુ જ સરળ છે. in.godaddy.comમાં જાઓ. ટોપ રાઈટ કોર્નર પર સાઈન ઈન કરો. “Create my Account પર ક્લિક કરો. તેના બાદ તમારી જાણકારીઓ ભરો. જેમ કે ઈ-મેઈલ, યુઝર આઈડી, પાસવર્ડ, 4 ડિજીટ પિન.

સ્ટેપ-3

આઈડી બનાવ્યા બાદ, સાઈન ઈન કરો. હવે ટોપ લેફ્ટ પર વેબસાઈટ પર ક્લિક કરો. વેબસાઈટ બિલ્ડર -> Next ->अब ‘Start for Free’ પર ક્લિક કરો. તેના બાદ તમને કેટલીક માહિતીઓ નાખવાની રહેશે. જેમ કે, તમારી સાઈટ શાના વિશે છે. તમે તમારી સાઈટ પર શું કરવા માંગો છો. આ તમામ માહિતી નાખ્યા બાદ started પર ક્લિક કરો.

 

 

સ્ટેપ-4

આગલા પેજ પર એક સાઈટ પર પ્રિવ્યૂ હશે, જેમાં ડિફોલ્ટ તત્ત્વ હશે. તમે અહીંથી વેબસાઈટનું કન્ટેન્ટ અને લે-આઉટને મેનેજ કરી શકો છો. બધુ થયા બાદ ટોપ રાઈટ કોર્નર પર રહેલા પ્રિવ્યુ પર ક્લિક કરો. જો તમને બહુ બરાબર લાગે તો “Publish” પર ક્લિક કરો. તમારી વેબસાઈટ હવે બનીને તૈયાર છે.

સ્ટેપ-5
તેના બાદ તમે તમારી વેબસાઈટ પર કોઈ ચેન્જિસ કરવા માંગો છો તો કરી શકો છો. જેમ કે, થીમ, ફોન્ટ, URL બદલવા માંગો છો તો Godaddyના એકાઉન્ટમાં લોગ ઈ કરો. -> My Productમાં જાઓ. ત્યાર બાદ Manage પર જઈને જે ઈચ્છો તે બદલાવ કરી શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

 

ટીપ્પણી