‘ક્રીમી દહીં કબાબ’ આજે ઘરે કોઈ મહેમાન આવે છે? તો બનાવો ટેસ્ટી ને લિજ્જતદર કબાબ!

ક્રીમી દહીં કબાબ

સામગ્રી :

૧/૨ કિલો દહીંનો મઠ્ઠો,
૭૫ ગ્રામ શેકેલું બેસન અથવા દાળિયાનો પાઉડર,
બે ટેબલ-સ્પૂન કૉર્નફલોર,
૧૦૦ ગ્રામ પનીર મસળેલું,
મીઠું,
૧ ટી-સપૂન ચિલી ફ્લૅક્સ,
તેલ.

સ્ટફિંગ :

૭૫ ગ્રામ ચીઝ ખમણેલું,
૧ નંગ કાંદો સમારેલો,
બે લીલી મરચી કાપેલી,
૧ ટેબલ-સ્પૂન આદું કાપેલું,
બે ટી-સ્પૂન ધાણા-મરી પાઉડર (બન્નેને સાથે શેકી કરકરો પાઉડર),
બે ટેબલ-સ્પૂન કોથમીર સમારેલી,
મીઠું,
બે ટેબલ-સ્પૂન કાજુ-કિસમિસ ઝીણાં સમારેલાં,

રીત :

૧. એક મસલીન કપડામાં તાજા જમાવેલા દહીંને એક કલાક લટકાવીને મઠ્ઠો બનાવી લેવો.

૨. દહીંની સામગ્રી મિક્સ કરી લેવી.

૩. સ્ટફિંગની સામગ્રી મિક્સ કરી તૈયાર રાખવું.

૪. દહીંના મિશ્રણમાંથી લૂઓ લઈ સ્ટફિંગની સામગ્રીમાંથી નાની સાઇઝનો બૉલ બનાવી એમાં સ્ટફ કરી કબાબનો શેપ આપવો.

૫. એક ડિશમાં કૉર્નફલોર પાથરી એમાં દહીં કબાબને રગદોળી ગરમ તવા પર શેકી લેવા.

૬. આ કબાબને ગ્રીન ચટણી સાથે ગરમ-ગરમ સર્વ કરવા.

રસોઈની રાણી :- કેતકી સૈયા

મિત્રો, આપ સૌને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટમાં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી