પટનાના ક્રેડિટ કાર્ડ યુઝર્સને લાગ્યો ચૂનો, વાંચો આ ભાઇના ખીસ્સામાં કાર્ડ હોવા છતાં કેવી રીતે થઇ હજારો રૂપિયાની છેતરપીંડી

દિવસેને દિવવસે દેશમાં નાની-મોટી પ્રાઇવેટ બેંક ખુલતી રહે છે અને તેઓ ગ્રાહકો મેળવવા માટે તેમને લલચાવી મુકતી કેટલીએ સ્કીમો લાવે છે અને છેવટે ગ્રાહકને તેમાં પોતાનો કંઈક ફાયદો દેખાતા તેઓ આવી બેંક કે ફાયનાન્સ કંપનીમાં પોતાની બચતના રૂપિયા જમા કરે છે. પણ તેવી બેંક સાથે જોડાયેલા કેટલાક લોકો આવા ગ્રાહકો સાથે મોટી છેતરપીંડી કરી દે છે જેની જાણ નથી તો બેંકને થતી કે નથી તો ગ્રાહકને થતી. ગ્રાહકને ત્યારે છેક ખબર પડે છે જ્યારે તેમના ખાતામાંતી રૂપિયા ઉપડી જાય છે અને તેમના પર તેનો મેસેજ આવે છે. અને જ્યારે ગ્રાહક તે વિષે બેંકને ફરિયાદ કરે છે ત્યારે બેંક પોતાના હાથ ઉંચા કરી દે છે. આવી જ એક છેતરપીંડી પટના ખાતે થઈ છે.

image soucre

હાલના દિવસોમાં સાઇબર ક્રાઈમની ઘટનાઓ અત્યંત વધી ગઈ છે. પટનાની એક પ્રાઈવેટ બેંકના ગ્રાહકોને એક સાથે હજારો રૂપિયાનો ચૂનો લાગ્યો છે. એક પ્રાઈવેટ બેંકના ક્રેડિટ કાર્ડ યૂઝર્સના હજારો રૂપિયા એપ દ્વારા નિકાળવામાં આવ્યા છે. આ ઘટના ગાંધી મેદાન સ્થિત આરબીએલ બેંક સાથે જોડાયેલી છે. આ બેંકના કેટલાએ ગ્રાહકોએ એક સાથે ગાંધી મેદાન ખાતેના પોલીસ સ્ટેશનમાં લિખિત ફિરિયાદ કરી છે.

image source

પિડિત ગ્રાહકોનો આરોપ છે કે તેમણે આ બેંકમાં ખાતા ખોલાવતા પહેલા એક નિધિ ફાઈનાન્સ કંપની પાસેથી લોન લીધી હતી. ત્યાર બાદ બેંકમાં બધાને કૉલ કરીને ખાતુ ખોલાવવા માટે કહેવામા આવ્યું હતું. પછી કેટલાક દિવસો બાદ ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું હતું. એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરનારા વ્યક્તિના કહેવા પ્રમાણે ગઈ 10મી જાન્યુઆરીએ ક્રેડિટ કાર્ડ તેમને બેંક તરફથી આપવામાં આવ્યું હતું અને 16મી જાન્યુઆરીએ તેમના ખાતામાંથી 29 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લેવામા આવ્યા હતા.

image source

આ જ રીતે બીજા ગ્રાહકનું કહેવું છે કે તેમના ખાતામાંથી લગભગ 43 હજાર રૂપિયા કાઢી લેવામાં આવ્યા. તેમને 9મી જાન્યુઆરીએ ક્રેડિટ કાર્ડ આપવમાં આવ્યું હતું. પુનપુનમાં રહેતા એક ગ્રાહકના ક્રેડિટ કાર્ડથી 17 જાન્યુઆરીએ 4 હજાર ઉપાડવામાં આવ્યા હતા.

image source

આ બધા જ ગ્રાહકોની રકમ ટ્રાન્સફર થવાની જાણકારી મેસેજ દ્વારા મળી હતી ત્યાર બાદ આરબીએલ બેંકની શાખામાં તેઓ પહોંચ્યા પણ બેંકમાંથી કોઈ જ સંતોષજનક જવાબ આપવામાં નહોતો આવ્યો. ત્યાર બાદ છેતરપીંડીનો ભોગ બનેલા લોકોએ ગાંધી મેદાન ખાતેના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. આ આખીએ રમત ફાઈનાન્સ કંપની અને બેંકની અંદરના જ કોઈ વ્યક્તિની હોય તેવું લાગી રહ્યું છે. હાલ પોલીસ આ આખા મામલાની તપાસ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ