ગાયમાંથી મળતી હરેક વસ્તુ માનવજાત માટે ઉપયોગી છે ….કદાચ એટલે જ ગાયને માતા કહેવાય છે

હિન્દુ ધર્મમાં ગાયને માતાની ઉપમા આપવામાં આવી છે. કેમ કે, ગાય સૌથી શ્રેષ્ઠ અને ગુણવાન જીવ છે. ગાય એકમાત્ર એવુ જીવ છે, જેના શરીરના તમામ અંગોથી લઈને તેના મળમૂત્ર પણ માણસો માટે સૌથી વધુ ઉપયોગી તત્ત્વ અને અક્સીર ઈલાજ ગણાય છે.

આમ તો ગાય સંપૂર્ણ શરીર વિજ્ઞાન આધારિત છે. ગાયથી ઉતપન્ન થતી દરેક વસ્તુઓ બ્રહ્મ ઉર્જા, વિષ્ણ અને શિવ ઉર્જાથી પરિપૂર્ણ હોય છે. ગાય ભલે ગમે તેટલા પ્રદૂષિત વાતાવરણમાં કેમ ન રહે, ભલે ગંદુ પાણી કેમન પીએ, ભલે ભોજન ન કરે, પણ તેની અસર તેનાથી ઉત્પન્ન થતી વસ્તુઓ, જેવી કે, દૂધ, ગોબર, મૂત્ર ક્યારેય દૂષિત નથી હોતું. તે માત્ર શુદ્ધ વસ્તુઓ જ આપે છે. આ ઉપરાંત તેની દરેક વસ્તુઓમાં પોષક ત્તત્વ અને ગુણો હાજર હોય છે. તો ચાલો જોઈએ, ગાયથી ઉત્પન્ન થતી વસ્તુઓ કેટલી ગુણવત્તાવાળી હોય છે.

– ગાયથી ઉત્પન્ન થતા ગોબરમાં 23 ટકા ઓક્સિજન હોય છે અને ગોબરમાઁથી બનેલા ભસ્મમાં 45 ટકા ઓક્સિજન હોય છે.

– ગાયનું ગોબર નાઁખીને પેદા થતી ખેતી ગુણવત્તાયુક્ત અને સ્વાસ્થય માટે સારી હોય છે.

– ગાયના ગોરબમાં પરમાણુ બોમ્બને નિષ્ક્રીય કરવાની ક્ષમતા હોય છે. આમ, ગાયનું છાણ એક પ્રકારથી બહુગુણી તત્ત્વ છે.

– છાણમાં એટલી ઊર્જા હોય છે કે, તેનો ઉપયોગ ભોજન બનાવવા માટેના બળતણ ગેસના રૂપમા અને વિજળી ઉત્પન્ના કરવામાં કરાય છે.

– ગાયના મૂત્રમાં સ્વર્ણ ક્ષાર હોય છે. આટલું શુદ્ધ સ્વર્ણ ક્ષાર બીજે ક્યાંય નહિ મળે. સાથએ જ તેના મૂત્રના સેવનથી અનેક નાની મોટી બીમારીઓથી મુક્તિ મળે છે. આમ, ગૌમૂત્ર એક આયુર્વેદિક ઔષધિ છે. જેનાથી કેન્સર, પેટ દર્દ અને અનેક રોગોમાં તે સૌથી સારી દવા માનવામાં આવે છે.

– ગાયના દૂધમાં અગ્નિ તત્વ અને જળ તત્ત્વ હોય છે. આ ઉપરાંત ગાયના દૂધમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે, જે શરીર અને હાડકા માટે લાભદાયી હોય છે.

– ગાયના દૂધમાંથી બનેલા દહીમાં 60 ટકા જળ તત્ત્વ મળી આવ્યા છે. દહીથી બનનારી છાશ શરીર માટે બહુ જ ગુણકારી અને ફાયદાકારક પીણું સાબિત થયું છે.

– ગાયના માખણનો પ્રયોગ પણ ઔષધિ અને સ્વાસ્થયવર્ધક પદાર્થના રૂપમાં કરવામાં આવે છે, જેના સેવનથી શરીર સ્વસ્થ અને મજબૂત બને છે.

– ગાયની દરેક વસ્તુઓમાં અલગ અલગ ગુણો હોય છે.

ગાય એકમાત્ર એવું જીવ છે, જેનાથી બનતી દરેક વસ્તુઓ ચમત્કારિક રીતે શરીરને અસર કરે છે, તે ઔષધિયુક્ત અને સ્વાસ્થ્યવર્ધક હોય છે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

રસપ્રદ તેમજ જાણવા જેવું વાંચવા માટે લાઇક કરો અમારું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” 

ટીપ્પણી