જલ્સા કરોને જેંતીલાલ

આ વર્ષથી વધુ લોકોને કોવિશીલ્ડ ડોઝ આપવાનું બંધ કરવા EMAની ભલામણ, કહ્યું કે…

યુરોપિયન સંઘની ડ્રગ રેગ્યુલેટર યુરોપિયન મેડિકલ એજન્સીના વડાએ રવિવારે જણાવ્યું હતું કે, દેશોએ એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડના ડોઝ ૬૦થી વધુ વયના લોકોને આપવાનું ટાળવું જોઇએ. વિશ્વમાં હવે કોરોનાની વધુ વેક્સિન ઉપલબ્ધ બની હોવાથી કોવેક્સિનના કારણે થતા રેર બ્લડ ક્લોટની સંભાવનાઓ મધ્યે આ સલાહ આપવામાં આવી છે.

image source

યુરોપિયન મેડિકલ એજન્સી આમ તો તમામ વયજૂથના લોકોમાં કોવિશીલ્ડના ડોઝ સુરક્ષિત માને છે પરંતુ યુરોપિયન સંઘના કેટલાક સભ્યદેશોએ રેર બ્લડ ક્લોટિંગના કારણે ચોક્કસ વયજૂથના અને ખાસ કરીને ૫૦થી ૬૫ વર્ષના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરી દીધું છે. ઇએમએના વડામાર્કો કાવાલેરીએ ઇટાલીના એક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, મહામારીના સંદર્ભમાં અમારું વલણ સ્પષ્ટ છે કે જોખમ અને લાભનો ગુણોત્તર તમામ વયજૂથમાં એકસમાન હોય છે. દ્બઇગ્દછ આધારિત રસીઓ ઉપલબ્ધ થતાં ફ્રાન્સ અને જર્મની જેવા દેશો તે અંગે વિચારણા કરી રહ્યા છે.

રશિયાએ બાળકો માટે નેસલ સ્પ્રે વેક્સિનના ટેસ્ટ કર્યા

image source

રશિયાએ ૮ થી ૧૨ વર્ષના બાળકો માટે તેની કોરોનાની રસીનું નસલ સ્પ્રે સ્વરૂપે ટેસ્ટિંગ કર્યું છે. સ્પુતનિક ફાઇવ વેક્સિન વિકસાવવામાં નેતૃત્વ કરનાર વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, રશિયા સપ્ટેમ્બર મહિનામાં બાળકો માટેની આ નસલ સ્પ્રે વેક્સિન લોન્ચ કરવાની યોજના ધરાવે છે. તેની તૈયારીઓ ચાલી રહી છે. આ નસલ સ્પ્રે ૧૫ સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઇ જશે.

કોઈ પ્રકારની આડઅસર કે નુકાસન થયું નથી

image source

તાજેતરમાં કરવામાં આવેલા યુકે ટ્રાયલમાં આરોગ્ય પર કોઈ જ આડઅસર કે હાનિકારક અસર જણાઈ નથી. NONS એ એકમાત્ર નોવેલ થેરાપિક ટ્રીટમેન્ટ રહી છે કે જે માનવીમાં વાઈરલ લોડમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો કરે છે,તેમાં કોઈ જ મોનોક્લોનલ એન્ટીબોડી ટ્રીટમેન્ટ નથી. મોનોક્લોનલ એન્ટીબોડી ક્લિનિકલ સેટીંગમાં ઉચ્ચ વિશેષતા ધરાવતી, ખર્ચાળ અને શરીરની નસો મારફતે કરવામાં આવે છે.

વાઈરસને પ્રારંભિક અવસ્થામાં જ નાશ કરી શકાય છે

image source

કંપનીએ વાઈરસને પ્રારંભિક અવસ્થામાં જ નાશ કરી શકે તેવી ટ્રીટમેન્ટ તૈયાર કરી છે,જેથી ફેફસા સુધી વાઈરસનું સંક્રમણ પહોંચે કે ફેલાય નહીં. તે નાઈટ્રીક ઓક્સાઈડ (NO)આધારિત ન્યુટ્રલ નેનોમોલેક્યુલને માનવ શરીરમાં પેદા કરે છે,જે એન્ટી-માઈક્રોબાઈલના ગુણધર્મો સાથે સીધા જ SARS-CoV-2ને અસર કરે છે, નાઈટ્રીક ઓક્સાઈડ (NO) માટે ફાર્માકોલોજી, ટોક્સિટી, અને સલામત ડેટા દાયકાઓ સુધી માનવીમાં ઉપયોગ માટે સારી રીતે જળવાઈ રહે છે. કન્સલ્ટન્ટ મેડિકલ વિરોલોજીસ્ટ અને આ NHS ક્લિનિકલ ટ્રાયલના ચીફ ઈન્વેસ્ટીગેટર ડો.સ્ટેફન વિનચેસ્ટરે જણાવ્યું હતું કે આ એક સરળ પોર્ટેબલ નસલ સ્પ્રે છે,જે કોવિડ-19ની સારવારમાં ખૂબ જ અસરકારક બની શકે છે અને સક્રમણને આગળ વધે તેવી સ્થિતિને ઘટાડી શકે છે. સ્ટેફને વધુમાં જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીની માનવજાત પર થયેલી અસર સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે આ તબીબી ટ્રાયલ ઘણી લાભદાયી નિવડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version