કોવિડના 100માંથી 80 દર્દી આ દવાથી થઇ જાય છે સાજા, જાણી લો ડો.તેજસ પટેલની આ વાત, જે જલદી સાજા થવામાં કરશે મદદ

બીજા વેવની મોટા ભાગની અસરો ટૂંક સમયમાં પૂરી થઈ જવાનો અભિપ્રાય

ભારતમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની છે અને છેલ્લા 14 દિવસમાં મોતનો આંક 185 ટકા સુધી વધ્યો છે જે ચિંતાનો વિષય છે. હાલમાં દેશમાં રોજ 3400થી વધુ મોત થઈ રહ્યા છે. છેલ્લા 4 અઠવાડિયા પહેલા અહીં રોજ 787 મોત થઈ રહ્યા હતા. 7 દિવસના આંકડાના આધારે 14 દિવસના બદલાવની ગણતરી કરાય છે. જેનાથી સંક્રમણની સચોટ સ્થિતિનું અનુમાન કરી શકાય છે.

image source

રાજ્યમાં વધેલા કોરોનાના કેસને લીધે લોકો રેમડેસિવિર અને ઓક્સિજન માટે દોડાદોડ કરી રહ્યા છે. પરંતુ, કોવિડના 100માંથી 80 દર્દી પેરાસિટામોલ, આરામ અને પ્રવાહીના ઉપયોગથી સાજા થઇ શકે છે. તેમજ માત્ર 8 ટકા દર્દીને રેમડેસિવિર અને ટોસીલીઝૂમેબની જરૂર પડે છે. આગામી 10થી 15 દિવસમાં લોકો કોરોનાની અસરમાંથી બહાર નીકળી જશે, છતાંય છ મહિના સુધી કોરાના ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી હોવાની ચેતવણી ડો. તેજસ પટેલે ઉચ્ચારી છે.

વૈજ્ઞાનિક અનુમાન પણ પડ્યા ખોટા

image source

ભારતમાં કોરોનાની બીજી લહેરને લઈને વૈજ્ઞાનિક અનુમાનની સ્થિતિની પણ જાણકારી મળી રહી નથી. એપ્રિલના મધ્યમાં આવેલા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે જૂનના પહેલા અઠવાડિયામાં રોજના અઢી હજારથી વધારે દર્દીના મોત થશે. જ્યારે 27 એપ્રિલના ભારતમાં રોજ આવતો મોતનો આંક 3000ને પાર કરી ચૂક્યો હતો.

82 ટકા સુધી વધ્યું સંક્રમણ

image source

એક રિપોર્ટ અનુસાર ભારતમાં છેલાલ 14 દિવસમાં 82 ટકા સંક્રમણના નવા કેસ આવ્યા છે. છેલ્લા 4 અઠવાડિયા પહેલા ભારતમાં સરેરાશ 1,43,343 નવા દર્દી આવી રહ્યા છે. હવે રોજના 3,68,647 નવા દર્દીમાં સંક્રમણમાં જોવા મળી રહ્યું છે.

માત્ર 20 ટકાને સ્ટીરોઇડ, ઓક્સિજન, રેમડેસિવિરની જરૂર

image source

કોવીડમાં સપડાયેલાં 100માંથી 80 દર્દી પેરાસીટામોલ, આરામ અને પૂરતી માત્રામાં પ્રવાહી લેવાની જરૂર હોય છે. જયારે બાકીના 20 ટકા દર્દીમાંથી ફકત 12થી 14 ટકા દર્દીને સ્ટીરોઇડ કે ઓક્સિજન આપવાની જરૂર પડે છે. તેમજ બાકીના 8 ટકામાંથી 6થી7ને જ રેમડેસિવિર અને 1 ટકા દર્દીને ટોસીલીઝૂમેબની જરૂર હોય છે. જેથી જરૂર ન હોય ત્યાં સુધી રેમડેસિવીર, ટોસીલીઝૂમેબ અને ઓક્સિજન માટે દોડાદોડ કરરવાની જરૂર નથી.

દવા સાથે પૌષ્ટિક આહાર મહત્ત્વનો ભાગ ભજવે છે

image source

કોવિડનાં દર્દીએ દવા લેવાની સાથે દિવસ દરમિયાન દર દોઢથી બે કલાકે મગનું પાણી, છાસ, સુપ, ચા-કોફી, દાળનું પાણી જેવા પ્રવાહી લેતા રહેવું જોઇએ. તેમજ બે ટાઇમ દાળ-ભાત, શાક-રોટલી, સલાડ, ખીચડી- કઢી જેવો પૌષ્ટિક આહાર લેવાથી વ્યકિતની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે, જેથી સ્વાદ લાગે કે ન લાગે પણ પેટ ભરીને ભોજન લેવું જરૂરી છે.

પોઝિટિવિટી રેટ થયો 21 ટકા

image source

આ સમયે દેશમાં કોરોનાની જેટલી પણ તપાસ થઈ રહી છે તેમાંથી 21.2 ટકા કેસમાં કોરોનાની પુષ્ટિ થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. આ તારીખ સુધી પોઝિટિવિટી રેટ માત્ર 1.60 ટકા રહ્યો હતો. સ્થિતિના ખરાબ થવા સુધીનો અંદાજ એ વાતથી આવી શકે છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના માનકના આધારે આ દર વધુમાં વધુ 10 ટકા રહેવો જોઈએ.

એક દિવસમાં 3400થી વધુ દર્દીના થયા મોત

image source

દેશમાં અત્યાર સુધી 2 કરોડ 2 લાખ 75 હજાર 543 કેસ નોંધાયા છે તો સાથે જ 1 કરોડ 66 લાખ 703 લોકો સાજા થયા હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં 2,22,383 લોકોના કોરોનાથી મોત થયા છે. ગઇકાલે 3,55,680 પોઝિટિવ કેસ નોંધાયા હતા તો સાથે જ 24 કલાકમાં 3436 લોકોના કોરોનાથી મોત થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!