કપલ ગોલ્સ – દીપીકા-રણવીરનું એકબીજા સાથેનું આ વસ્ત્ર મેચિંગ તમને પણ તમારા સાથી સાથે મેચિંગ કરવાની પ્રેરણા આપશે

દીપિકા પહેલીવાર રણવીરને 2012ના ઝી-સીને અવોર્ડ દરમિયાન મળી હતી. અને ત્યાર બાદ તેમણે સંજલ લીલા ભણસાળીની ફિલ્મ ગોલીયો કી રાસ લીલા…. રામલીલામાં 2013માં કામ કર્યું. અને એ બન્ને વચ્ચે એક આકર્ષણ ઉભું થયું. જો કે તે દરમિયાનના તેમના રોમાન્સને છૂપાવી રાખવામાં આવ્યો હતો. આ ફીલ્મ પત્યા બાદ રણવીર અવારનવાર દીપીકાની ફીલ્મોના શૂટ પર તેને મળવા પહોંચી જતો.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv) on


અને પ્રથમ વાર આ બન્નેએ ઝી-સીને અવોર્ડ 2014માં ધમાકેદાર કેમેસ્ટ્રીથી ભરપૂર પર્ફોમન્સ આપીને લોકોને આડકતરી રીતે તેમના સંબંધો વિષે જણાવી દીધું. ધીમે ધીમે તે બન્ને જાહેરમાં એકબીજા વચ્ચેના સંબંધ વિષે કોઈને કોઈ હિન્ટ આપવા લાગ્યા. આ રીતે તેમણે એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કર્યા. અને એકબીજાના રંગમાં રંગાઈ ગયા. ગયા વર્ષે ઇટાલીમાં સુંદર મજાની પ્રાઇવેટ મેરેજ સેરેમનીમાં બન્ને કાયમ માટે એકબીજાના થઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh Fan Club 😍🤘 (@ranveersinghsfanclub) on


આજે લગ્ન બાદ પણ બન્ને વચ્ચેના સ્પાર્કે જાણે કંઈ કેટલાકે યુવાનોને તેમના આદર્શ બનાવી દીધા. આજે આ બન્ને પોતપોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર મોકો મળે ત્યારે એકબીજાને બીરદાવી લે છે. અને હદ તો ત્યારે થાય છે જ્યારે બન્ને અવારનવાર તેમના કપડાં પણ મેંચ કરતાં જોવા મળે. આજે અમે તમને દર્શાવીશું કે કેટલી વાર દીપિકા-રણવીરે એકબીજા સાથે કપડા મેચ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on


રણવીરની ડ્રેસીંગ સ્ટાઇલ તો આપણે બધા જાણીએ જ છીએ. તે હંમેશા કંઈક વિચિત્ર રંગો તેમજ વિચિત્ર પ્રિન્ટ તેમજ વિચિત્ર ડીઝાઈનવાળા કપડામાં જોવા મળે છે. અને તેની અસર તેની જીવનસંગીનીને પણ લાગવાની તે પણ સ્વાભાવિક છે. તેમ છતાં ઘણા અવસરે આ લોકોએ એકદમ એલિગન્ટ વસ્ત્રો પણ પહેર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


અહીં તેમણે બન્ને એક જ રંગના કપડાં અલગ અલગ ઇવેન્ટમાં પહેર્યા હતા. આ ગ્રીન ગાઉન દીપીકાએ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન પહેર્યો હતો. જેમાં તેણી ડીફ્રન્ટ પણ સુંદર લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on


જ્યારે અહીં રણવીરે તદ્દન દીપીકાના કલરવાળો જ પોપટી સૂટ પહેર્યો છે. જેમાં તે ખરેખર ડેશીંગ લાગી રહ્યો છે. આપણે આવો રંગ પહેરવો હોય તો કેટલીએ વાર વિચાર કરીએ પણ રણવીર એક એવો સ્ટાર છે જેના પર દરેક વસ્ત્રો આકર્ષક લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by just style (@fashion_ranveersingh) on


આ સફેદ સૂટમાં રણવીર એકદમ એલિગન્ટ લાગે છે. અને આ લાંબી વાંકડીયા મૂછ તો જાણે આ વ્હાઇટ સૂટને ઓર વધારે કોમ્પ્લીમેન્ટ આપી રહી છે. પતિને જોઈને દીપીકા પણ વ્હાઇટ સૂટ પહેરવાં પાછળ ન રહી.

 

View this post on Instagram

 

A post shared by Obsessive Fashion Disorder (@obsessive_fashion_disorder) on


બીજી બાજુ દીપીકાએ પણ પોતાના પતિને કોમ્પ્લિમેન્ટ આપતી હોય તેમ વ્હાઇટ સૂટ પહેર્યો છે. તેનું હાઈ વેસ્ટ પેન્ટ સાટીન ટોપ અને સાટીન કોલરવારો સૂટ અને ભીનેવાન મેકમાં તેણી ખરેખર આકર્ષક લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone TR❤ (@deepika.style) on


બન્નેના આ રીંગણીયા સૂટ તો લોકોને ઉડીને આંખે વળગે તેવા છે. ડાર્ક પર્પલ રંગનો વેલ્વેટનો સૂટ રણવીરે અહીં પહેર્યો છે. આપણે બધા જાણીએ છીએ કે રણવીરને અવનવા રંગો ટ્રાય કરવા ખુબ ગમે છે. પણ આ સૂટમાં તો તે જાણે કોઈ લાસવેગસના કસીનોનો માલિક હોય તેવો લાગી રહ્યો છે.


બીજી બાજુ દીપીકાએ પણ રીંગણિયા રંગનો સૂટ પહેરી જ લીધો જેમાં તેણી આત્મવિશ્વાસથી ભરપૂર લાગી રહી છે. અહીં તેણીએ રીંગણિયા સૂટ સાથે રીંગણીયુ બેલબોટમ પેન્ટ પહેર્યું છે જે તદ્દન ડીફ્રન્ટ સ્ટાઇલ લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by ¥RANVEER SINGH¥*FANS* (@ranveersingh._.lovers) on


આ મલ્ટીકલર પ્રીન્ટવાળા બન્નેના લગભગ એક સરખા વસ્ત્રો જોઈ તમને તેમની ફની સાઇડ જોવા મળશે તેમજ તેમનું અવનવા કપડા ટ્રાઇ કરવાના સાહસ વિષે પણ ખ્યાલ આવશે. અત્યાસ સુધી રણવીર આવા ચિત્ર વિચિત્ર પ્રિન્ટવાળા વસ્ત્રો પહેરતો હતો પણ આ વખતે તો દીપીકાએ પણ પતિને તેમાં ભરપૂર સાથ આપ્યો છે.


રણવીરે પચરંગી રંગના શર્ટ અને શોર્ટ્સ પહેર્યા છે જ્યારે દીપીકાએ પચરંગી રંગનું લાંબુ ગાઉન પહેર્યું છે. રણવીરે પોતાના લૂકને વધારે નીખાર આપવા માટે શોર્ટ્સ નીચે વ્હાઇટ સ્પોર્ટ શૂઝ પહેર્યા છે જ્યારે દીપીકાએ મેક્સિ પર ખુલ્લા વાળ રાખી લોકોનું મન મોહિ લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


ફરી પાછા બન્ને પતિ પત્નીએ લગભગ એકસરખો લૂક પસંદ કર્યો છે. આ વખતે તેમણે રંગ નહીં પણ વસ્ત્ર પરની પેટર્નને મેચ કરી છે. તેમણે સ્ટ્રાઇપ્સ વાળો સૂટ પહેર્યો છે બન્નેના રંગમાં પણ લગભગ કંઈ ફરક નથી બસ લાઇટ-ડાર્કનો જ ફરક છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on


દીપીકાએ પહોળી સ્ટ્રાઇપવાળો વ્હાઇટ એડ બ્લૂ સૂટ પહેર્યો છે જેને તેણીએ પોતાના ઓરેન્જ શૂઝથી અલગ લૂક આપ્યો છે અને ઓવલ ગોગલ ફ્રેમમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. જ્યારે રણવીરે ડાર્ક બ્લુ સ્ટ્રાઇવાળો સૂટ પહેર્યો છે અને સ્ક્વેર શેપ ગોગલ પહેરીને પોતાનો એક અલગ જ અંદાજ બતાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by #DeepVeer #Deepika #Ranveer (@deepveer868) on


બન્નેએ પહેરેલી આ પિંક પેર તો જાણે એક જેવી લાગે છે. કહેવાય છે પિંક રંગ છોકરીઓનો જ છે અને છોકરીઓ પર જ સૌથી વધારે સૂટ થાય છે પણ અહીં રણવીરે દર્શાવી દીધું કે તે પણ પિંક રંગમાં સ્ટાઇલીશ લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


અહીં ફરીવાર બન્ને સૂટમાં જોવા મળ્યા છે જેમાં તેમણે ચેક્સ પ્રિન્ટ પસંદ કરી છે. દીપીકાએ અહીં ખાખી રંગનું ચેક્સવાળુ લૂઝ પેન્ટ પહેર્યું છે અને સાથે ન્યૂડ રંગની હાઈ હીલ્સ પહેરી છે. જ્યારે રણવીરે ડાર્ક ગ્રે રંગનો સૂટ પહેર્યો છે અને તેની સાથે ડાર્ક બ્રાઉન શૂઝ પહેર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on


આ ઉપરથી તમે એટલો તો અંદાજ લગાવ્યો જ હશે કે બન્ને વચ્ચેની કેમેસ્ટ્રી ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન બન્ને રીતે બેજોડ છે. તેઓ માત્ર વાતોમાં જ એક બીજાને કોમ્પિમેન્ટ નથી આપતા પણ એકબીજા જેવા વસ્ત્રો પહેરીને પણ કોમ્પ્લીમેન્ટ આપે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ