આ કપલ પણ ખરેખર ક્રિએટીવ હોં! હેલિકોપ્ટર દ્વારા લગ્નના કાર્ડ વેચ્યાં બોલો, વિશ્વાસ ન હોય તો જોઈ લો લાઈવ વીડિયો

લગ્નમાં લોકો ડેકોરેશન અને કઈક નવું કરવા માટે પાણીની જેમ પૈસા વહાવતા જોવા મળે છે. લગ્નમાં જોવા મળતી આવી અનોખી ઘટનાઓના અનેક વીડિયો વાયરલ થતાં હોય છે. લગ્નનો એક સૌથી અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર તાજેતરમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે કારણ કે આ વીડિયોમાં કઈક એવું થઈ રહ્યું છે જેવું તમે આ પહેલા ક્યાંક નહીં જોયું હોય. આ વેડિંગ વીડિયોમાં કન્યા અને વરરાજા હેલિકોપ્ટર પરથી વેડિંગ કાર્ડ વહેંચતાં નજરે પડે છે. લોકો તેમના લગ્ન સાથે સંકળાયેલ દરેક પળને યાદગાર બનાવવામાં અવનવું કરતાં રહે છે.

આ વીડિયોમાં વર વધૂ નો અનોખો અંદાજ જોવા મળે છે. ભારતીય પરંપરા મુજબ લગ્ન પહેલાં તેના લગ્ન કાર્ડ તેમનાં સગા સબંધીઓ આડોશ પાડોશ અને મિત્રોમાં આપવામાં આવતું હોય છે. લગ્ન કાર્ડનું વિતરણ કરવું તે પણ અહીંના લગ્નની એક રસમની જેમ જ માનવામાં આવે છે. આ માટે દરેકના ઘરે જઈને પહેલાના સમયમાં આમંત્રણ આપવામાં આવતું હતું. આ પછી ડિજીટલ યુગમાં આજે ઓનલાઇન સોશિયલ મીડિયા દ્વારા પણ કાર્ડ પહોચાડવામાં આવતાં હોય છે. પરંતુ અહીં આ બધાથી કઈક અલગ જ કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા ઇંસ્ટાગ્રામ સાઈટ પર લગ્નના કાર્ડ્સ વહેંચવાનો એક અદ્દભુત રીલ્સ વીડિયો વાયરલ થયો છે. કેટલાક લોકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા જ્યારે કેટલાક પૈસાની પૈસાનું પાણી કહી રહ્યા છે. આ વેડિંગ વીડિયોમાં દુલ્હા-દુલ્હન એક હેલિકોપ્ટર પર તેમના લગ્નના કાર્ડ્સ વહેંચી રહ્યા છે તેવું જોઈ શકાય છે. આ રીલ્સ વીડિયો દુલ્હનિયા ડોટ કોમ પર શેર કરવામાં આવ્યો છે. આમાં દુલ્હન બ્રાઇડલ જોડામાં અને હેવી જ્વેલરીમાં પહેરેલી જોવા મળી રહી છે. વીડિયોમાં દુલ્હનનાં સ્મિત અને ચહેરાની ચમક સ્પષ્ટ જોઈ શકાય છે કે તે ઘણી ખુશ છે. તેના લગ્નજીવનની ખુશી તેના ચહેરા પર દેખાઇ રહી હતી. આ સાથે તેણે કાનમાં હેડફોન પણ પહેર્યા છે.

મળતી માહિતી મુજબ આ વાયરલ વીડિયો 7 લાખ 94 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જો કે આ વીડિયો પર જોવા મળતી મોટાભાગની ટિપ્પણીઓ નકારાત્મક છે. લોકો કહી રહ્યા છે કે આ બધું દેખાવ ખાતર કરવામાં આવી રહ્યું છે અને પૈસાનું પાણી થઇ રહ્યું છે.

કેટલાક યુઝર્સએ કહ્યુ હતુ કે આ કાર્ડ્સ હવામાં કયા સગા-સંબંધીઓ માટે ઉડવામાં આવ્યા છે? થોડાં સમય પહેલાં કોરોના નિયમોને પાલન કરતા એક કપલ લગ્ન કરીને બાઈક પર આવી રહ્યું હતું. ન કોઈ જાનૈયાઓ કે અન્ય ઠાઠમાઠ. જ્યારે તેઓ સાદાઈથી લગ્ન કરીને આવી રહ્યા હતા ત્યારે પોલીસે પણ તેમને રસ્તામાં ઉભા રાખીને સગુન આપ્યું હતું અને તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોએ ખૂબ પસંદ પણ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong