શા માટે આ પતિ-પત્નીએ લગ્નની ગીફ્ટ છેક ૯ વર્ષે ખોલી? – જાણો એમનો રાઝ!

પોતાની લગ્નભેટ ખોલવા માટે આ કપલે 9 વર્ષ સુધી રાહ જોઈ ! જાણો તે પાછળની રસપ્રદ વાત જે દરેક દંપત્તિએ વાંચવી જોઈએ !

image source

અમેરિકાના મિશિગનમાં રહેતા કેથી અને બ્રેન્ડન ગન છેલ્લા નવ વર્ષથી એકબીજા સાથે લગ્નગ્રંથીથી જોડાયેલા છે. તેમ છતાં નવ વર્ષ પહેલાં તેમના લગ્નમાં મળેલી એક વેડીંગ ગીફ્ટને તેમણે આજ સુધી ખોલી નહોતી. તે નવ વર્ષ બાદ પણ તેમના કબાટમાં તેમની તેમ પેક થઈને પડી હતી.

image source

કેથીએ તેના માટે એક સુંદર મજાની ફેસબુક પોસ્ટ પણ લખી હતી, કે શા માટે તેમણે નવ વર્ષ સુધી આ ભેટ નહોતી ખોલી. વાસ્તવમાં આ ભેટ કેથીને તેણીની માસીદાદી પાસેથી મળી હતી. આ ગિફ્ટ બોક્ષ સાથે એક એનવેલપ પણ આપવામાં આવ્યું હતું. જેના પર લખ્યું હતું “Do not open until your first adisagreement” એટલે કે “તમારી વચ્ચે પ્રથમ અસહમતિ ન થાય ત્યાં સુધી ન ખોલવું” જેની પાછળની હકીકતો કેથીએ પોતાના ફેસબુક પેજ પર લખી હતી જેને ત્યાર બાદ એક વ્યવસાયિ ફેસબુક પેજ પર શેયર ક્રવામાં આવી હતી અને તેને હજારો લાઈક્સ પણ મળી હતી અને સેંકડો વાર શેયર પણ કરવામાં આવી હતી.

કેથી પોતાની પોસ્ટમાં લખે છેઃ

image source

“નવ વર્ષના લગ્નજીવન દરમિયાન અમારી વચ્ચે કંઈ કેટલીએ વાર અસહમતી થઈ હતી, દલીલો થઈ હતી અને છણકા પણ થયા હતા, ટણીમાંને ટણીમાં બારણા પણ પછાડવામાં આવ્યા હતા. અને એવી ક્ષણ પણ આવી ગઈ હતી કે જ્યારે અમને એકબીજાથી છુટ્ટા થઈ જવાનુ પણ મન થઈ આવ્યું હતું. તેમ છતાં અમે ક્યારેય આ ગિફ્ટ બોક્ષ નહોતું ખોલ્યું. કારણ કે અમે પણ કંઈ ઓછા જિદ્દી નહોતા.”

image source

પણ એક દિવસ તેઓ જ્યારે બાળકોને સુવડાવીને હળવી પળો માણીને સાથે વાઈન એન્જોય કરી રહ્યા હતા. ત્યારે તેઓ તેમના કોઈક સગાના આવનારા લગ્ન વિષે ઉત્સુકતાથી ચર્ચા કરી રહ્યા હતા. અને તે નવદંપત્તિને શું ભેટ આપવી તે વિષે ચર્ચા કરી રહ્યા હતા. આ વાતની ચર્ચા કરતાં જ તેમને તેમનો લગ્ન દિવસ યાદ આવી ગયો. અને તેમને મળેલી લગ્ન ભેટો વિષે વિચારવા લાગ્યા કે તેમને તે બધી જ ભેટોમાંથી કઈ સૌથી વધારે ગમી હતી. પણ જે ખરેખર અદ્ભુત ગીફ્ટ હતી તે તો હજુ તેમના કબાટમાં છેલ્લા નવ વર્ષથી અકબંધ પડી હતી.

image source

કેથી પોસ્ટમાં આગળ લખે છે, “તે ગિફ્ટ અમને મારી માસી દાદી પાસેથી મળી હતી. તે ગિફ્ટ કોઈ મોટા બોક્ષમાં નહોતું પેક કરવામા આવ્યું પણ તે એક સાદા સફેદ પેપરમાં લપેટાયેલુ હતું. જેના પર લખવામાં આવ્યું હતું “તમારી વચ્ચે પહેલીવાર અસહમતિ ન થાય ત્યાં સુધી આ એનવેલપ ખોલવું નહીં.” અને અત્યાર સુધીમાં એટલે કે નવ વર્ષના સમય ગાળામાં અમારી વચ્ચે કંઈ કેટલીએ અસહમહતિ થઈ ગઈ હતી. જોકે અમને તે વખતે પણ આ ગિફ્ટ ખોલવાનો વિચાર નહોતો આવ્યો. બીજી બાજુ અમને તે ગિફ્ટ ખોલતા બીક પણ લાગતી હતી કારણ કે તે એ દર્શાવતું હતું કે અમે લગ્ન જીવનમાં નિષ્ફળ ગયા હતા.

image source

તેમ છતાં અમે તે બાબતે ઘણો વિચાર કર્યો કે તે ગિફ્ટ ખોલવી કે નહીં ? કારણ કે અમને નહોતી ખબર કે અમે એકબીજા સાથે કેટલી હદે અસહમત થયા હતા બની શકે કે ભવિષ્યમાં આ મતભેદ ઓર વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે માટે અમે તે ગિફ્ટ ખોલવાનું ટાળતા આવ્યા હતા. આમ અજાણતા જ આ ભેટના માધ્યમે અમે અમારી જાત પાસે આ સંબંધને પ્રામાણિક રીતે નિભાવવા વધારે અને વધારે આગ્રહ કરતા જઈ રહ્યા હતા. જે ઘણા બધા અંશે અમારા લગ્નજીવન માટે કારગર પણ નિવડી રહ્યું હતું.

image source

બીજી બાજુ અમને એવી પણ આશા હતી કે બની શકે કે તે ગિફ્ટ બોક્ષમાં અમારા ખરાબ લગ્નજીવનને બચાવવા માટેની કોઈ ચાવી હોય ! તેમાં લગ્નજીવન સફળ બનાવવા માટેની કોઈ ટ્રીક આપવામા આવી હોય. એમ પણ મારા માસીદાદી અને માસા દાદા છેલ્લા 50 વર્ષથી પણ વધારે સમયથી એકબીજા સાથે લગ્નગ્રંથીથી જોડાયેલા હતા.

image source

માટે અમને વિચાર આવ્યો કે બની શકે કે આ ભેટ અમને બચાવી શકે – અને સાચું કહું તો એક રીતે તો તેવું જ થયું છે. મારી ધારણા પ્રમાણે મારી માસીદાદી દ્વારા આપવામાં આવેલી તે ભેટ બીજી ભેટો કરતાં ક્યાંય વધારે ઉત્તમ હતી. મારી લગ્નભેટોમાંની સૌથી ઉત્તમ ગિફ્ટ જ કહો.

image source

છેલ્લા નવ વર્ષથી એ ગિફ્ટ એન્વેકલપ કબાટમાં ધૂળ ખાતું પડ્યું હતું. પણ તેમાં રહેલી ભેટને જરા પણ ધૂળ નહોતી વળી. તે બોક્ષે બંધ રહીને પણ અમને લોકોને એકબીજા માટે સહનસિલ બનાવ્યા હતા, અમારા લગ્નને મજબુત બનાવ્યા હતા, આ નવ વર્ષ દરમિયાન અમે માત્ર પતિ-પત્ની જ નહીં પણ સારા મિત્રો પણ બન્યા હતા. અને છેવટે અમે તે ગિફ્ટ ખોલવાનું નક્કી કરી લીધું. કારણ કે હવે મને અમારું લગ્નજીવન નિષ્ફળ જશે તેવી કોઈ જ બીક નહોતી. કારણ કે મને ખ્યાલ આવી ગયો હતો કે લગ્નજીવન સફળ, સ્વસ્થ, ખુશહાલ બનાવવાનું સાધન તે ગિફ્ટ બોક્ષમાં નહોતું પણ તે તો અમારા પોતાનામાં હતું.

image source

છેવનટે અમારામાં તે ગિફ્ટ બોક્ષ ખોલવાની હિંમત આવી અને અમે તે ગિફ્ટ બોક્ષ ખોલ્યું. ગિફ્ટ ખોલતાં જ તેમાંથી બે નાનકડી નોંધ મળી અને તેની સાથે 10-20 ડોલરની એક-બે નોટો પણ હતી. નોંધ પર કેથીને સંબોધીને લખ્યુ હતું. થોડાંક ફુલ અને વાઈનની બોટલ લઈ આવ. જ્યારે બીજી નોંધમાં લખ્યું હતું કેથી તને અને બ્રેન્ડનને પિઝા કે જે કંઈ ભાવતું હોય તે લઈ આવ. આ ઉપરાંત ગિફ્ટ બોક્ષમાં એક સુંદર મજાનો ક્રિસ્ટલ ફ્લાવર વાઝ, બે ક્રિસ્ટલ વાઈન ગ્લાસ, એક બાથ સોપ, લોશન અને બબલ્સ હતા.

image source

જો કે કેથી અને બ્રેન્ડન માટે આ ગિફ્ટમાં આવેલી વસ્તુઓ મહત્ત્વની નોહતી જેટલી મહત્ત્વની આ ગિફ્ટ દ્વારા આપવામા આવેલી સીખ હતી. કેથી અને બ્રેન્ડનને આજે છ વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકોર છે. કેથી જણાવે છે કે આ ગિફ્ટ દ્વારા તેણીને આટલા વર્ષના લગ્નજીવન દરમિયાન તેણીને એક સારા સાથીના મહત્ત્વનો પાઠ મળ્યો છે. તેણી પોતાના પતિના વખાણ કરતાં લખે છે, “બ્રેન્ડન મારો અવિરત સાતે રહેતો આધાર છે, હું ગમે તેવી મુશ્કેલ સ્થિતિમા હોવ મને ખબર છે કે તે મને ક્યારેય નહીં છોડે સામે હું પણ તેના માટે તેવી જ લાગણી અનુભવું છું. ખરેખર જીવનમાં તમારી તકલીફો સાથે ચાલનારો કોઈ સાથી મળી જાય તો જીવન ઘણું સરળ બની જાય છે.”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ