આ દંપતીએ પુત્રી મેળવવાની ઝંખનામાં 13 પુત્રોને આપ્યો જન્મ, વાંચો કેટલુ મહત્વ આપે છે એક દીકરીને…

અજબગજબનો કિસ્સો – પુત્રીની લાલચમાં 13 પુત્રોને આપ્યો જન્મ

image source

આજે દેશમાં દીકરીઓના જન્મ દરને ઉંચો લાવવા માટે સરકાર તેમજ સમાજ સેવી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે ઘરોમાં એકનું એક સંતાન દીકરી હોય તેમને આર્થિક સહાય પણ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે આ ઉપરાંત મહિલાઓને પગભર બનાવવા માટે ઘણી બધી સરકારી યોજનાઓ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં લાખો પરિવારો આજે પણ દીકરીને બોજ માનતા હોય છે અને આજે પણ દીકરીના જન્મને ઘણા બધા કુટુંબોમાં આવકારવામાં નથી આવતો. તો બીજી બાજું સમાજમાં એવા ઘણા દાખલારૂપ કિસ્સાઓ બને છે જેમાં દીકરીને દીકરાઓ જેટલું જ મહત્ત્વ આપવામાં આવતું હોય છે.

image source

એક જૂની કુપરંપરા પ્રમાણે કુળ દીપકની આસમાં પરિવાર જ્યાં સુધી પુત્ર ન થાય ત્યાં સુધી એક પર એક સંતાનને જન્મ આપતા રહેતા હતા. અને આમને આમ તેમની આર્થિક પહોંચ હોય કે ન હોય કુટુંબને એટલું વિસ્તારી દે છે કે પેટીયુ રળવામાં પછી મુશ્કેલીઓ થાય છે. પણ આજનો આપણો કિસ્સો થોડો અનોખો છે. આ પતિ-પત્નીને ત્યાં અત્યાર સુધીમાં 13 બાળકોનો જન્મ થઈ ગયો છે અને આ 13 બાળકો પુત્રો છે. પણ આ પતિ-પત્નીને છે એક દીકરીની આસ. અને જ્યાં સુધી તેમને ત્યાં દીકરી નહીં જન્મે ત્યાં સુધી તેઓ રોકાવાના નથી તેવો તેમનો દ્રઢ નિર્ણય છે.

image source

પણ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે આ કિસ્સો ભારતનો નહીં પણ બ્રાઝીલનો છે. બ્રાઝીલમાં આવેલા કોન્સેઇ આઓ ડી કોટમાં આ પતિ-પત્ની પોતાના 13 પુત્રો સાથે રહે છે. પતિની ઉંમર 40 વર્ષની છે જે એક ખેડૂત છે, તેનું નામ છે આઇરેન્યુ ક્રુઝ. જ્યારે તેની પત્ની જ્યિલાઇડ સિલ્વા એક ગૃહીણી છે. 13 પુત્રોમાં સૌથી મોટો પુત્ર 18 વર્ષનો છે. પણ આપણામાં જ્યાં 13ના આંકડાને અનલકી માનવામાં આવે છે ત્યાં આ પતિ-પત્ની માટે આ આંકડો લકી સાબિત થયો છે.કારણ કે 13માં પુત્રને જન્મ આપ્યા બાદ જ્યારે તેમણે 14મો પ્રયાસ બાળકી માટે કર્યો ત્યારે તેમને ત્યાં બાળકી જન્મી અને તેમની ઇચ્છા છેવટે પૂરી થઈ.

image source

આજે તેમને ત્યાં એક પુત્રીનો જન્મ થઈ ગયો છે. તેમના આ નિર્ણય સાથે એક કિસ્સો જોડાયેલો છે. અને તે એ છે કે તેમણે જ્યારે સંતાનનો જન્મ થાય ત્યારે તેનું નામ કોણ રાખશે તે વિષે નક્કી કર્યું હતું કે પુત્ર થાય તો તેનું નામ પતિ રાખશે અને પુત્રી થાય તો તેનું નામ પત્ની રાખશે. પણ પત્નીને છેલ્લા તેર વખતથી તે મોકો જ ન મળ્યો. અને તે જ કારણ સર પત્ની જ્યુસિલાઈડ પુત્રીને જન્મ આપવા માટે આગ્રહી બની હતી.

image source

તમને જણાવી દઈએ કે સતત 13 સુવાવડમાં એકધારા પુત્રો જ જન્મવા તે સામાન્ય વાત નથી. આ શક્યતા 8000 લોકોમાંથી એકમાં જોવા મળે છે. સામાન્ય રીતે પુત્રો સાથે માતાપિતા રહેતા હોય છે અને પુત્રીને સાસરે વળાવી દેવામાં આવતી હોય છે. પણ બ્રાઝીલના આ પતિ-પત્નીએ પોતાની દીકરી સાથે રહેવાનું નક્કી કર્યું છે. પિતા પોતાના પુત્રો વિષે જણાવે છે કે તે ઇચ્છે છે કે તેમના દીકરાઓ એક સારા ફૂટબોલર બને. આમ પણ જેમ ભારતમાં ગલીએ ગલીએ ક્રીકેટ રમાય છે અને બાળકનું સ્વપ્ન કોઈ ક્રીકેટર બનવાનું હોય છે તેવી જ રીતે બ્રાઝીલમાં ગલીએ ગલીએ ફૂટબોલ રમાતા હોય છે અને ત્યાંના દરેક બાળક ફૂટબોલ સારી રીતે રમી જાણે છે.

image source

તમને જણાવી દઈએ કે આ ખેડૂત દંપત્તિ સામાન્ય આવક ધરાવે છે. માટે આટલા મોટા પરિવારનું ગુજરાન ચલાવવું તેમના માટે ઘણીવાર અઘરુ બની જાય છે. પણ તેઓ એક સાથે કોઈ પણ સંજોગોમાં જીવતા શીખી ગયા છે. અને કહેવત છે ને કે ભગવાને પેટ આપ્યું છે તો રોટલો પણ આપશે જ, બસ તો આમનું પણ ગાડું રામ ભરોસે ગગડે જતું હશે !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ