આજ પછી તમે ક્યારે પણ ના કરતા ઘરમાં રૂનો ઢગલો, કારણકે..

કપાસમાં આવી ગયેલ જીવાત

આ વર્ષે કપાસના પાકને કારણે બાબરા માર્કેટિંગ યાર્ડની સ્થિતિ તેમજ ખેડૂતોના ઘરની તેમજ સૌથી વધારે માર્કેટિંગ યાર્ડ અને ખેત મજુરોને અસર થઈ છે. તૈયાર થયેલ કપાસનો પાક ખેડૂત પોતાના ઘરે નથી રાખી શકતો કારણ કે પરિવારની કોઈ વ્યક્તિ અડી જાય તો પણ તકલીફ ઉભી થાય છે. આથી ખેડૂત ગમે તેમ કરીને માર્કેટિંગ યાર્ડ સુધી પહોચાડે છે ત્યાર પછી મજુરોને તકલીફ વધી જાય છે તેમ છતાં જો હરાજી સમયે વેપારી ભૂલથી પણ કપાસને અડી જવાય તો પણ તકલીફ ઉભી થઈ જાય છે અને આવું જ કઈક થઈ રહ્યું છે બાબરાના માર્કેટિંગ યાર્ડમાં…

આખા શરીરમાં ખંજવાળ અને ફોલ્લીઓ થાય છે.

image source

આ તકલીફનું કારણ બીજું કઈ નહી પણ કપાસમાં આવી ગયેલ જીવાતો છે. કપાસમાં આવેલ આ જીવાતો એટલી બધી સુક્ષ્મ છે કે નરી આંખે જોઈ પણ શકાતી નથી. પણ જો આપ આ જીવાતને ભૂલથી પણ અડી ગયા તો આપને આખા શરીરે ખંજવાળ આવવા લાગે અને ફોલ્લીઓ ઉપસી આવે છે. આ વર્ષે બાબરા પંથકમાં થયેલ કપાસના પાકમાં ખુબ આંતક મચાવ્યો છે. આ કપાસની જીવાતોના કારણે ખેડૂતો, મજૂરો અને આ કપાસની ખરીદી કરનાર વેપારીઓ પણ ખુબ મુશ્કેલીમાં આવી ગયા છે.

ખેડૂતો ઘરે નથી રાખી શકતા કપાસનો પાક:

image source

આ વર્ષે ખેડૂતોના પાકમાં આવી ગયેલ જીવાતોના કારણે ખેડૂત કપાસનો પાક ઘરે પણ રાખી શકતા નથી. કેમકે જો ખેડૂત કપાસનો પાક ઘરે રાખે છે તો ખેડૂતનો પરિવાર આ જીવાતોનો શિકાર બની શકવાની શક્યતા વધારે છે. આ માટે ખેડૂત પોતાના કપાસના પાકને લઈને બાબરાના માર્કેટિંગ યાર્ડમાં લઈ જાય છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા મજુરોને સૌથી વધારે મુશ્કેલીમાં આવી જાય છે. કારણ કે માર્કેટિંગ યાર્ડના મજૂરોને સૌથી વધારે આ કપાસ સાથે કામ કરવાનું આવે છે આથી આ માર્કેટિંગ મજુરોના આખા શરીરે અને પીઠના ભાગે ફોલ્લીઓ ઉપસી આવે છે.

ઠંડા પાણીથી સ્નાન કર્યા પછી જ રાહત મળી શકે છે.:

image source

કપાસની આ જીવાતના કારણે સૌથી વધારે દયાજનક સ્થિતિ માર્કેટિંગ યાર્ડના મજૂરોની બની ગઈ છે. એક બાજુ ખેડૂત જે આ કપાસ વેચવા આવે છે તે ખેડૂત કપાસ વેચીને પણ ઘરે જઈ શકે છે. આ કપાસની જીવાતના સંપર્કમાં આવતા ૧૦ મીનીટમાં જ આખા શરીરમાં ફોલ્લીઓ અને ખંજવાળ આવવા લાગે છે. જો ખેડૂત કપાસને અડી જાય છે તો ખેડૂત હજી કપાસ વેચીને પણ ઘરે જઈને ઠંડા પાણીથી સ્નાન કરી શકે છે. જયારે આ કપાસની ખરીદી કરનાર વેપારી પણ જો કદાચ કપાસને અડી જાય તો તે ઘરે જઈને ઠંડા પાણીથી સ્નાનન કરી શકે છે. પરંતુ માર્કેટ યાર્ડના મજૂરો આવું નથી કરી શકતા તેઓને સતત કામ કરતા રહેવું પડે છે. ઉપરાંત તેઓને વારંવાર કપાસના સંપર્કમાં પણ આવવું પડે છે.

કપાસની આ જીવાતને નરી આંખે જોઈ શકવી શક્ય નથી.:

image source

કપાસની આ જીવાતોની સૌથી વધારે અસર માર્કેટિંગ યાર્ડના મજુરોને થઈ રહી છે. આ જીવાતને નરી આંખે ના જોઈ શકાતા આ જીવાતને કપાસ માંથી દુર નથી કરી શકાતી ઉપરાંત કપાસમાં આ જીવાત થવાનું કારણ પણ નથી જાણી શકાયું આ જીવાતે અમરેલી જીલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડના ખેડૂતો, વેપારી અને સૌથી વધારે મજૂરો પર અસર જોવા મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ