Coronavirus:TMC સાંસદ અને એક્ટ્રેસ મિમિ ચક્રવર્તી ઈંગ્લેન્ડથી ફરી પરત, અને લીધો આ મોટો નિર્ણય, સાથે જાણો શું કરી પેરેન્ટ્સને ખાસ વિનંતી

TMC સાંસદ અને એક્ટ્રેસ

ઇંગ્લેન્ડથી ભારતમાં પરત ફરી રહેલ બંગાળી ફિલ્મ એક્ટ્રેસ અને તૃણમુલ કોંગ્રેસની સાંસદ મિમિ ચક્રવર્તીએ જાહેર કર્યું છે કે, કોરોના વાયરસની અસરને ધ્યાનમાં રાખીને તેઓ આવનાર એક અઠવાડિયા સુધી તે પોતાના ઘરથી જુદી રહેશે. આ દરમિયાન મિમિ ચક્રવર્તી પોતાના ફેમીલી મેમ્બર્સને પણ મળી શકશે નહી.

image source

કોલકાતામાં નેતાજી સુભાષ ચંદ્ર બોસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતા જ મિમિ ચક્રવર્તીને થર્મલ સ્ક્રીનીંગ અને કોરોના વાયરસને લગતી અન્ય ઔપચારિકતામાંથી પસાર થવાનું હતું. મિમિ ચક્રવર્તી ઈંગ્લેન્ડમાં પોતાની ફિલ્મ ‘બાજી’ના શુટિંગ માટે ઇંગ્લેન્ડ ગઈ હતી. ઉપરાંત તે શુટીંગમાં ઘણી વ્યસ્ત હતી.

image source

ફિલ્મ ‘બાજી’ના અન્ય સાથી કલાકારો સાથે સુભાષ ચંદ્ર બોસ ટર્મિનલ માંથી બહાર આવતા જ મિમિ ચક્રવર્તીએ લોકોને અપીલ કરી હતી કે તે આ કોરોના વાયરસ નામની મહામારીને ફેલાવાથી રોકવા માટે સરકારી આદેશોનું પાલન કરવું જરૂરી છે અને તે હું કરીશ. લોકસભાના સભ્ય મિમિ ચક્રવર્તી આગળ જણાવતા કહે છે કે, હું દુબઈ થઈને યુકે થી પરત ભારત આવી છું.

 

View this post on Instagram

 

A post shared by Mimi (@mimichakraborty) on

એટલા માટે બધા પ્રકારની સાવચેતી રાખવામાં આવે છે. મેં મારા માતા-પિતાને મને ઘરે મળવાની ના પાડી દીધી છે. તેમજ મારા પિતાની ઉમર ૬૫ વર્ષથી વધારે છે. હું આવનાર એક અઠવાડિયા સુધી પોતાના જ ઘરમાં રહીશ.

મિમિ ચક્રવર્તીનો જન્મ જલપાઈગુડીમાં થયો હતો. મિમિ ચક્રવર્તી બંગાળી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીનું પ્રસિદ્ધ નામના ધરાવે છે. ફિલ્મોમાં આવતા પહેલા મિમિ ચક્રવર્તીએ એક મોડેલ તરીકે પોતાના કરિયરની શરુઆત કરી છે. મિમિ ચક્રવર્તીએ બોલીવુડમાં ફિલ્મ ‘બપી બારી જા’ થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ ‘બપી બારી જા’ વર્ષ ૨૦૧૨માં થિયેટરમાં રીલીઝ થઈ હતી. તેમજ મિમિ ચક્રવર્તી ટીવીના કેટલાક શોમાં પણ નજર આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Mimi (@mimichakraborty) on

મિમિ ચક્રવર્તીના વર્કફ્રંટની વાત કરીએ તો હાલમાં જ મિમિ ચક્રવર્તી પોતાની ફિલ્મ ‘બાજી’ના શુટીંગમાં વ્યસ્ત છે. ઉપરાંત મિમિ ચક્રવર્તી લોકસભાની સભ્ય છે અને તૃણમુલ કોંગ્રેસની સાંસદ પણ છે. તેમછતાં મિમિ ચક્રવર્તીને કોરોના વાયરસને ફેલાવાથી અટકાવવા માટે જે પગલાં લેવાયા છે તેના લીધે મિમિ ચક્રવર્તી આવનાર એક અઠવાડિયા સુધી પોતાના જ ઘરમાં અલગ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ