જલ્સા કરોને જેંતીલાલ

ધાત્રીમાતા બનીને સિવિલ હોસ્પિટલમાં જ સંપૂર્ણ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફરી આ મહિલાઓ, પરિવારજનોં થઇ ગયા ખુશ-ખુશ

એક સાથે 10 સગર્ભાઓએ કોરોના વાયરસને મ્હાત આપી, કોવિડ 19 ની મહામારી વચ્ચે અમદાવાદમાં એક સારા સમાચાર

સમગ્ર વિશ્વ કોવિડ 19 વાયરસ સામે લડી રહ્યું છે જે કાળની જેમ આવ્યું છે, પરંતુ ગુજરાતની આશરે 200 જેટલી કોરોના ચેપવાળી મહિલાઓ છે જેઓ આ બાળકોને આ રોગચાળાથી બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોગચાળાની શરૂઆતમાં જ રાજ્યની સગર્ભા સ્ત્રીઓની કોરોના ટેસ્ટ ફરજિયાત કરી હતી, રાજ્યમાં અત્યાર સુધીમાં 171 સગર્ભા સ્ત્રીઓને કોરોના ચેપ લાગુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક નિયામક ડો.નિલમ પટેલ જણાવે છે કે ગુજરાતમાં 171 સગર્ભા સ્ત્રીઓ કોવિડ 19 વાયરસથી સંક્રમિત છે, જેમાંથી 80 મહિલાઓ એકલા અમદાવાદમાં જ છે.

image source

છેલ્લા 45 દિવસમાં કોરનાગ્રસ્ત 35 સગર્ભાઓ ધાત્રીમાતા બનીને સિવિલ હોસ્પિટલમાં જ સંપૂર્ણ સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફરી.

કોરોના વાયરસની પરિસ્થિતિમાં સામાન્ય બીમારીમાં પણ હોસ્પિટલ તપાસ અર્થે જવા ઘણાં લોકો સંકોચ અનુભવતા હોય ત્યારે ગર્ભાવસ્થામાં મારી પ્રસુતિને લઇને હું ખુબ જ ચિંતિત હતી. એવામાં ખાનગી હોસ્પિટલે સારવાર કરવાની ના પાડતા મારી ચિંતામાં વધારો થયો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા મને શ્રેષ્ઠ સારવાર મળી રહી અને મારા ઘરે બાળકનો જન્મ થયો. આ શબ્દો છે. તાજેતરમાં જ ધાત્રીમાતા બનેલી આફરીનના.

image source

કોરોનાની કપરી પરિસ્થિતમાં જ્યારે કેટલીક ખાનગી હોસ્પિટલ પ્રસુતિ માટે નકારે છે ત્યારે સિવિલ હોસ્પિટલ આવી સગર્ભા માટે સહારો બનીને પોતાની ફરજ નિભાવી રહી છે. જેના પરિણામે આજે સિવિલ હોસ્પિટલની 1200 બેડમાંથી પ્રસુતિની પ્રસન્નતા સાથે 10 સગર્ભાઓ ધાત્રીમાતા બનીને કોરોનાને મ્હાત આપી પોતાના ઘરે પરત ફરી હતી.

અમદાવાદ સિવિલમાં આજે કોરોનાગ્રસ્ત 10 સગર્ભા સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના ઘરે પ્રસન્ન મુખે પરત ફરી તેના પાછળનું કારણ તેઓને હોસ્પિટલમાં મળેલી શ્રેષ્ઠ સારવાર, ભોજન, કાળજીપુર્વકના સ્તનપાન અંગે માગદર્શન, રોગપ્રતિકારક શકિત મજબૂત થાય તેના માટે આપવામાં આવતી વિશિષ્ટ દવાઓ, હોસ્પિટલનું ઘર જેવું વાતાવરણ, તબીબો-સ્ટાફનો અભિગમ, સફાઈ કર્મીઓનો સાથ સહકાર અને સાથે સાથે સુચારૂ વ્યવ્સથાપન રહેલુ છે, તેવું સૌ ધાત્રી માતાઓએ જણાવ્યું હતુ.

image source

1200 બેડ હોસ્પિટલના મદદનીશ પ્રધ્યાપક ડૉ. શિતલ કાપડિયા કહે છે કે ‘હોસ્પિટલના ગાયનેક વિભાગમાં છેલ્લા 45 દિવસમાં કોરનાગ્રસ્ત 35 સગર્ભાઓ ધાત્રી માતા બનીને આ હોસ્પિટલમાં જ સંપૂર્ણ સ્વસ્થ બની પોતાના ઘરે પરત ફર્યા છે. જેમાં આજે એકસાથે સૌથી વધુ 10 ધાત્રી માતાઓ હર્ષોલ્લાસ સાથે કોરોના સામેનો જંગ જીતી ઘરે જઈ રહી છે.

સગર્ભાને કોરોના પોઝીટીવ આવે તો ગભરાવવાની જરાય જરૂર નથી, વિવિધ સંશોધનોના તારણ કહે છે કે આ વાઈરસ સીધા ગર્ભાશય કે બ્રેસ્ટ મિલ્ક મારફતે અંદર પ્રવેશી શકતા નથી. પરંતુ હા સામાન્ય દર્દીની સરખામણીમાં સગર્ભાની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને વિશેષ કાળજી રાખવાની વધુ આવશ્યકતા છે.

‘ધાત્રીમાતા જ્યારે ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેમને વિટામીનની ગોળીઓ આપવામાં આવે છે તેની સાથે સાથે પૌષ્ટિક આહાર લેવા માટેની સલાહ પણ આપવામાં આવે છે જેથી બાળક હરહંમેશ તંદુરસ્ત રહે.’

image source

અન્ય એક કોરોનાગ્રસ્ત ધાત્રી માતા સેજલબેનના પતિ વિરેન્દ્રભાઇ પાટીલ કહે છે કે ‘સિવિલ હોસ્પિટલ એ ભગવાનનું મંદિર હોય તેમ સાબિત થયું છે અહીંના તબીબોએ સતત સખત પરિશ્રમ સાથે સંવેદનશીલ અભિગમ દાખવીને મારા પત્નીની સારવાર કરી જેના કારણે અમારે સ્વસ્થ દીકરાનો જન્મ થયો છે.

“હું સહહૃદયથી 1200 બેડ હોસ્પિટલના તબીબો, સ્ટાફ મિત્રો, સફાઇ કર્મીની સેવાભાવના સાથેની કર્તવ્યનિષ્ઠાને બિરદાવું છું.” સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસની વિકટ પરિસ્થિતિઓ વચ્ચે પણ સગર્ભાની સંપૂર્ણપણે કાળજી સાથે સામાન્ય પ્રસુતિ કરાવીને તેઓને ઘરે મોકલતા માતાઓ અને નવજાત શિશુઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા.

image source

ગુજરાતમાં કોરોના ચેપની સંખ્યા વધીને 12910 થઈ છે અને આ રોગને કારણે 773 લોકોનાં મોત નીપજ્યાં છે. એકલા અમદાવાદમાં 9724 કેસ નોંધાયા છે અને 802 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 5880 સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. અમદાવાદ પછી, સુરતમાં સૌથી વધુ 1256 ચેપના કેસો છે જ્યારે વડોદરામાં તે 750 છે. કોરોનાથી આ શહેરોમાં મૃત્યુનો આંક અનુક્રમે 57 અને 35 છે.

Source: Jagran.com

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version