જલ્સા કરોને જેંતીલાલ

ચીને કહ્યું, કોરોના તો આનાથી પણ ફેલાય છે, જાણો જલદી તમે પણ

ચીનનું નવું ગતકડું – કહ્યું આ કારણોસર પણ ફેલાઈ શકે છે કોરોના

image source

કોરોનાનો કહેર દીવસેને દીવસે વધી રહ્યો છે તેના ઉત્પત્તિ સ્થાન એવા ચાયનામાં જોકે સ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે અને આખાએ જગતના સ્ટોકએક્સ્ચેન્જ જ્યારે માઇનસમાં બોલી રહ્યા છે ત્યારે ચીનનું સ્ટોક એક્સ્ચેન્જ પ્લસમાં બોલી રહ્યું છે. તેની પાછળ કઈ કોન્સ્પીરસી થિયરી છે તે તો મોટું સંશોધન માગી લે તેવી બાબત છે. પણ હાલ ચીને ફરી એક નવી મુંઝવણ ઉભી કરી છે.

image source

ચીનની એક યુનિવર્સિટિએ ખુલાસો કર્યો છે. તેઓ જણાવે છે કે તેમના સંશોધકોને સંશોધન દરમિયાન એવું જાણવા મળ્યું છે કે કોરોના વયારસ માત્ર સ્પર્શ કે છીંક કે ઉધરસ ખાવાથી જ નથી ફેલાતો પણ તે માણસના મળથી પણ બીજા લોકોમાં ફેલાઈ શકે છે. અને માટે ચીને એવી ઇચ્છા પ્રગટ કરી છે કે હવે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના ચેપથી ગ્રસ્ત લોકોના લોહીના જ નહીં પણ તેમના મળના પણ નમૂના લેવામાં આવે જેથી કરીને કોરોના વાયરસ પર યોગ્ય સંશોધન થઈ શકે અને આગળ જરૂરી પગલાં લઈ શકાય.

image source

અત્યાર સુધી જ્યાં ક્યાં પણ કોરોના પોઝિટિવ ધરાવતા દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે ત્યાં તેમના ટેસ્ટ માટે દર્દીના ગળામાંથી સ્વેબ તેમજ લોહીના જ નમૂના લેવામાં આવતા હતા. પણ ચીનની હોંગકોંગ યુનિવર્સિટિના મેડિસિન વિભાગના સંશોધકોએ પોતાની આ ટેસ્ટિંગ પદ્ધતી બદલી છે અને તેમાં બીજી કેટલીક બાબતોનો પણ ઉમેરો કર્યો છે. તેમણે કોવિડ – 19 ધરાવતા 339 દર્દીઓના નૂમાના ભેગા કર્યા છે અને આ નમૂનાઓમાં તેમના મળ, પેશાબ, નાકના સ્વેબ, ગળાના સ્વેબ અને લોહી તેમજ થૂંકનો પણ સમાવેશ થાય છે.

image source

આ સંશોધન દ્વારા જણવા મળ્યું છે કે કોવીડ -19ના 3 પેશન્ટના નાકના સ્વેબ તેમજ થૂકંમાં કોરોના વાયરસ જોવા મળ્યો નથી. પણ તે બધા 14 દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. અને તેઓ એવું પણ જણાવે છે કે તેમને આ સંક્રમણ માનવ મળના કારણે થયું છે. જો કે બીજો વીરોધાભાસ એ પણ જોવા મળ્યો છે કે આ 14 દર્દીઓના પેશાબમાં ક્યાંય કોરોનાના વાયરસ જોવા મળ્યો નથી પણ તેમના લોહીમાં તે સ્પષ્ટ જોવામાં આવ્યો છે.

જો કે સંશેધક પોલ ચેન કે શ્યોંગ જણાવે છે કે થૂંકના પરિક્ષણથી કોરોનાના સંક્રમણની જાણ સ્પષ્ટ રીતે થઈ જાય છે પણ હાલના સંજોગો પ્રમાણે માનવ શરીર વિવિધ વાયરસ તેમજ બેક્ટેરિયાથી ભરેલું હોય છે. અને આવા સંજોગોમાં પરીક્ષણને થોડું વિસ્તારવું જરૂરી છે જેથી કરીને યોગ્ય પરિણામ મેળવી શકાય.

image source

પ્રોફેસર શ્યોંગ જણાવે છે કે તમારા ગળાના ઉંડાણમાંથી તમે લાળ કે પછી થૂક કે પછી કફને બહાર કાઢીને તેનું ટેસ્ટિંગ થાય તો તે સચોટ આવે છે પણ અહીં હોંગકોંગમાં એક સમસ્યા એ છે કે અહીંના લોકોને તે રીતે થૂક બહાર કાઢતા આવડતું નથી માટે તેમના ટેસ્ટ દ્વારા યોગ્ય પરિણામ ન પણ મળે.

અને તેના કારણે 42 ટકા શક્યતા છે કે ખોટું નેગેટિવ પરિણામ મળે. તેમણે દર્દીઓના થૂકની તપાસ કરી તેમાંથી 32 લાખ વાયરલ જીવાણુઓ મળી આવ્યા છે. ચીને જે લોકોના ગળાની લાળ કે પછી કફની તપાસ નેગેટિવ આવી છે તેમને યોગ્ય ચોખ્ખાઈ જાળવવાની સલાહ આપી છે અને તેમને માસ્ક પહેરવાની પણ સલાહ આપી છે. કારણ કે શક્યતા રહેલી છે કે તેમના નેગેટિવ ટેસ્ટ ખોટા હોય.

image source

તેમણે લોકોને એવી પણ સલાહ આપી છે કે લોકોએ જાહેર શૌચાલયોમાં પણ ચોખ્ખાઈનું ધ્યાન રાખવું પડશે કારણ કે એ કન્ફર્મ થઈ ગયું છે કે તે માણસના મળથી પણ ફેલાઈ શકે છે. માટે દરેક નાગરીકોએ ચોખ્ખાઈ બાબતે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version