કોરોના રસીનો પહેલો જથ્થો પુનાથી હૈદરાબાદ પહોંચાડનાર હતી રાજકોટની મહિલા, આખા ગુજરાત માટે ગૌરવની વાત

ગુજરાતની મહિલાઓ હવે ક્યાંય પાછી પડે એમ નથી. સેના હોય કે સેવા હોય, ત્યારે હવે કોરોનામાં પણ ગુજરાત રાજકોટ ની મહિલાએ ડંકો વગાડ્યો છે અને આખા ગુજરાત માટે આ આનંદની ઘડી છે. મહિલાના પિતાને પણ ઢગલો એક ગૌરવની લાગણી છે. તો આવો વિગતે વાત કરીએ આ મહિલા વિશે. રાજકોટની પ્રથમ મહિલા પાયલોટ તરીકેનું બિરૂદ મેળવનાર કેપ્ટન નિધી બિપીનભાઈ અઢીયાએ હાલમાં ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

image source

એક વાત બધા જાણે છે કે આજે પુનાથી દેશના અલગ અલગ શહેરોમાં કોરોના વેક્સિન પહોંચાડવામાં આવી હતી પણ આ કોણે પોહચડી હતી અને એમાં કોણ પાયલોટ હતું એ ખુબ ઓછા લોકો જાણતા હશે. તો આ કામગીરીમાં પાયલોટ તરીકે કેપ્ટન નિધી હતી. રાજકોટની નિધી અઢીયાએ આજે પુનાથી હૈદરાબાદ સુધી પ્રથમ કોરોના વેક્સિનનો જથ્થો પહોંચાડ્યો હતો.

image source

જો વાત કરીએ તો નિધી અઢીયાએ રાજકોટનું ગૌરવ તો વધાર્યુ છે સાથોસાથ ગુજરાતનું ગૌરવ પણ વધાર્યુ છે. હાલમાં ચારેકોર નિધીની જ ચર્ચા કરવામાં આવી રહી છે. જો નિધીના માતાપિતા વિશે વાત કરીએ તો નિધિ રાજકોટમાં બીપીન સોપ નામની પેઢીના સંચાલક બીપીનભાઈ અઢિયાની દીકરી છે. બિપીનભાઈ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, તેમજ તેમના ધર્મપત્ની માલતીબેન અઢીયા કે જેઓ કરોડપતિ એજન્ટ બની ચૂક્યા છે. બે સંતાનોમાં પુત્રી નિધિ અને પુત્ર મિથિલેશ છે.

image source

અઢીયા દંપતીના બંને સંતાનો ભણવામાં તેજસ્વી હતાં અને હવે તેમણે આખા ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ત્યારે આ પ્રસંગે નિધીના પિતાએ વાત કરી હતી કે, પિતા તરીકે અમને દીકરી ગૌરવ છે, નિધી અમારૂ રતન છે. દેશમાં માહામારી ચાલી રહી છે ત્યારે કોરોના વેક્સિન હૈદરાબાદ પહોંચાડી તે વાતનું અમને ગૌરવ છે. તેમજ મારી દીકરીનું હેડક્વાર્ટર દિલ્હી છે. પુનાથી હૈદરાબાદ કોરોના વેક્સિન લઇને આવી હતી.

સાથે જ વાત કરીએ તો આજથી એક દાયકા કરતાં વધારે સમય પહેલાં જ્યારે મહિલા પાયલોટ બનવાનો વિચાર પણ દીકરીઓ ન કરતી એ વખતે મમ્મી માલતીબેનની પ્રેરણા અને પોતાની મહેનત થકી તે રાજકોટની પ્રથમ મહિલા પાયલોટ બની હતી. નિધીના માતા માલતીબેને દીકરી વિશે વાત કરી કે, નિધી પહેલા પેસેન્જર પ્લેન ચલાવતી હતી. આજે દિલ્હીથી કાર્ગો પ્લેન લઇને પુના ગઇ હતી. પુનાથી વેક્સિનનો જથ્થો લઇ હૈદરાબાદ પહોંચી હતી.

image source

ભારતમાં જ બનેલી કોરોના વેક્સિનનો જથ્થો હૈદરાબાદ પહોંચાડી અમારું અને ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં માત્ર નિધીના જ માતા પિતા નહી પણ સમગ્ર ગુજરાતના માતા પિતા ગૌરવ અનુભવી રહ્યા છે. જો નિધી વિશે વાત કરીએ તો નિધીએ પાયલોટની ટ્રેનિંગ અમદાવાદમાં લીધી હતી. અમદાવાદના પ્રસિદ્ધ એવિએશન એન્ડ એરોનેટ્સ લિ. ફ્લાઈંગ ક્લબમાં પાયલોટ તરીકેની ટ્રેનિંગની શરૂઆત કરનાર નિધીએ 200 કલાક અને 4 મિનિટની પૂર્ણ કરી હતી એવા રિપોર્ટ મળી રહ્યા છે.

image source

નાનપણમાં તેના પર શિક્ષકોનો ખૂબ જ પ્રભાવ રહ્યો હોવાના કારણે તેને શિક્ષક બનવાની ઈચ્છા હતી. પરંતુ સાહસિકતાનો સ્વભાવ હોય મોટી થયા બાદ તેણે પાયલોટ બનવાનો નિર્ણય કર્યો હતો. અને આજે બધા જોઈ રહ્યા છે કે આ દીકરીએ શું શું કરી બતાવ્યું. આ ઉપરાંત વાત કરીએ તો પિતા બીપીન ભાઈની સાથે ઓક્ટોબર 2007માં અમદાવાદ-રાજકોટ, રાજકોટ-બરોડા, બરોડા-અમદાવાદ, અમદાવાદ-મહેસાણા અને મહેસાણા અમદાવાદની 300 નોટિકલ ચેકનું સૌથી લાંબુ 3000 ફૂટ ઊંચું ઉડાન પણ કર્યું હતું.

image source

જો તેના પ્રાથમિક શાળાથી લઈને ભણતરની વાત કરીએ તો નિધીએ એચ.એસ.સી સુધી એસએનકે સ્કૂલમાં અંગ્રેજી મીડિયમમાં વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કર્યો છે. પછીના અભ્યાસની વાત કરીએ તો ધોરણ 12 પછી તેણે બરોડા એમ.એસ.યુનિવર્સિટીમાં બીએસસી મેજર ઈન ફિઝિક્સ એન્ડ મેથ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. સાથોસાથ બરોડા ફ્લાઈંગ કલબમાં 50 કલાકની પાયલોટની તાલીમ પણ તેણે મેળવી હતી. ત્યારે હાલમાં આ સ્ટોરી ખુબ વાયરલ થઈ રહી છે અને લોકો મહિલાના વખાણ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ