કોરોનાની વેક્સિન લીધા બાદ બદલાઈ ગયું આ 32 વર્ષીય યુવકનું જીવન, જાણીને તમે પણ ચોંકી જશો

કોરોના વેકસીનની આડ અસરને કારણે બ્રિટનમાં રહેતા એક 32 વર્ષીય યુવકની જિંદગી હાલ બેહાલ થઈ ગઈ છે. AstraZeneca ની વેકસીન લીધા બાદ આ યુવકના મગજમાં અલ્ટ્રા રેયર બ્લડ ક્લોટ બનવા લાગ્યા હતા અને બાદમાં તનેઈ યાદશક્તિ નબળી પડી ગઈ. એટલું જ નહીં ત્યારબાદ એ યુવકને બોલવામાં પણ મુશ્કેલી પડવા લાગી હતી. જેના કારણે તેને ફરજિયાત નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો. હવે આ યુવકે વળતરની માંગ માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

145 લોકોએ ઉઠાવ્યો અવાજ

image source

” ધ સન ” માં છપાયેલા અહેવાલ મુજબ જોસેફ રોબિન્સન એ 145 લોકો પૈકી એક છે જેઓએ સરકાર સામે અદાલતનો દરવાજો ખખડાવીને વળતરની માંગ કરી છે. તેમના દાવા મુજબ કોરોના વેકસીનના કારણે તેઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને તેના કારણે તેનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ત્યાં સુધી કે તેઓ પાસે હવે કમાણીનું કોઈ સાધન પણ નથી બચ્યું.

ફેબ્રુઆરી મહિનામાં લગાવ્યો હતો પ્રથમ ડોઝ

image soucre

કેમ્બ્રિજમાં રહેતા જોસેફ રોબિન્સનએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં AstraZeneca મહિનામાં રસીનો પ્રથમ લોઝ લીધો હતો. ત્યારબાદ તેને બ્રેન ડેમેજનો સામનો કરવો પડ્યો હતો અને આજના દિવસે હવે એ સ્થિતિ છે કે તે પોતાની દીકરીની સ્ટોરી બુક પણ વાંચી નથી શકતો. રસીના ડોઝના કારણે તેને લોહી સંબંધી એક દુર્લભ બીમારી Thrombotic Thrombocytopenic થઈ જેના પરિણામ સ્વરૂપ તે મેમરી લોસ અને સ્પીચ ઇમ્પર્ટમેંટનો શિકાર થયો. ત્યારબાદ તેની નોકરી પણ છૂટી ગઈ.

સરકારે મરવા માટે છોડી દીધા

image soucre

જોસેફના જણાવ્યા મુજબ, સરકારે મદદ કરવાને બદલે મને મરવા માટે એકલો મૂકી દીધો. મારા કોઈ વાંક વિના મારી નોકરી જતી રહી, મારી સામે રોજીરોટીનું સંકટ ઉભું થયું. અને હવે સરકારે તેની ભરપાઈ કરવી પડશે. બ્રિટનમાં વેકસીનની આડઅસરનો શિકાર થયેલા લોકોએ વેકસીન ડેમેજ પેમેન્ટ સ્કીમ VDP અંતર્ગત £120,000 (અંદાજે 1,65,060 ડોલર) વળતરની માંગ કરી છે. VDP ની વ્યવસ્થા 1979 માં શરૂ કરવામાં આવી હતી. તે અંતર્ગત આવેદન કરનારાઓએ એ સાબિત કરવાનું રહે છે કે રસીએ તેને 60 ટકા વિકલાંગ કરી નાખ્યા છે.

Leigh Day લડી રહી છે પીડિતો માટે

image soucre

જોસેફ રોબિન્સન અને તેના જેવા અન્ય લોકોની લડાઈ લો ફર્મ લેહ ડે લડી રહી છે. સંસ્થાએ આ સંબંધમાં સ્વાસ્થ્ય સચિવ સાજીદ જાવેદને પત્ર પણ લખ્યો છે. સોલીસીટર જહરા નાનજીએ કહ્યું કે, સરકારે પીડિતો અને તેના પરિવારને આશ્વાસન આપવું જોઈએ કે તેની આર્થિક રીતે સારસંભાળ રાખવામાં આવશે. નોંધનીય છે કે AstraZeneca થી લોહીના ગઠ્ઠા જામી જવાના સમાચારો સામે આવ્યા હતા. UK માં આવા 400 કેસ રિપોર્ટ કરાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong