શું તમને પણ કોરોના વેક્સિન લીધા પછી દેખાય છે આવા લક્ષણો? તો જાણી લો આ પાછળના કારણો

દેશભરમાં કોરોના સંક્રમણનો પ્રકોપ ચાલુ છે. નિષ્ણાતો સતત એવી સલાહ આપે છે કે કોરોના સામે લડવા માટેનું હાથવગુ શસ્ત્ર કોરોના વેકસીન છે. ત્યારે જો તમે હજુ સુધી વેકસીન ન લીધી હોય અને આગામી દિવસોમાં લેવાના હોય તો તમને જણાવી દઈએ કે જે લોકોએ વેકસીન લીધી છે તેમને વેકસીન લીધા બાદ શરીરમાં અમુક લક્ષણો દેખાયા છે. જેમ કે અનેક લોકોને વેકસીનના પ્રથમ ડોઝ બાદ ચક્કર આવવા અને ઝીણો તાવ આવવાનો અનુભવ થયો હતો. જો કે આ પૈકી મોટાભાગના લોકોને બુસ્ટર ડોઝ બાદ આ અનુભવ થયો હતો. ઘણા લોકોએ આ સાઈડ ઇફેક્ટથી ડરીને ડોકટરની સલાહ પણ લીધી હતી.

શું સાઈડ ઇફેક્ટ હાનિકારક છે ?

image source

હેલ્થ લાઈન વેબસાઈટ અનુસાર નિષ્ણાંતોનું એવું માનવું છે કે વેકસીનના સાઈડ ઇફેકટથી ગભરાઈ જવાની જરૂર નથી કારણ કે આ સાઈડ ઇફેક્ટ જ જણાવે છે કે વેકસીન તમારા શરીરમાં વ્યવસ્થિત કામ કરી રહી છે અને તે ઝડપથી તમારી ઇમ્યુનિટી વધારી રહી છે. જણાવી દઈએ કે એક્સપર્ટ સાઈડ ઇફેક્ટને એક સારું લક્ષણ માને છે.

સાઈડ ઇફેક્ટ ન હોય તો પણ નુકશાન નથી

image source

વેકસીન લગાવ્યા બાદ તેનાથી અનુભવાતા સાઈડ ઇફેક્ટને ફાયદારૂપ ગણવાનો એ અર્થ બિલકુલ નથી કે જે લોકોને સાઈડ ઇફેક્ટ ન અનુભવાય તેમના માટે વેકસીન હાનિકારક છે. આ બાબતે એક્સપર્ટનો એવો તર્ક છે કે જ્યારે તમે પરીક્ષણના આંકડાઓ જુઓ છો તો અડધાથી વધુ લોકોને સાઈડ ઇફેક્ટ નથી થતી પરંતુ તેઓ વેકસીન લગાવ્યા બાદ પણ 90 ટકાથી વધુ સંરક્ષિત હતા.

લોકોમાં અલગ અલગ મંતવ્યો કેમ ?

image source

નિષ્ણાંતો એમ માને છે કે વેકસીનેશન બાદ લોકોની શારીરિક ક્ષમતાના આધારે તેમની પ્રતિરક્ષા પ્રણાલી પણ અલગ અલગ પ્રકારે પ્રતિક્રિયા કરે છે. આ પ્રતિક્રિયા તેમની ઉંમર, જેન્ડર, પર્યાવરણ, ન્યુટ્રીશન, જેનેટિક્સ અને એન્ટી ઈંફલામેન્ટ્રી મેડિસિનના પ્રયોગ વગેરેના આધારે વધુ અથવા ઓછી હોય શકે. આવી પ્રતિક્રિયા માત્ર કોવિડ વેકસીન બાદ જ નહીં પણ ફલૂ વેકસીન બાદ પણ જોવા મળે છે.

આવા લક્ષણો.અનુભવાય તો શું કરવું ?

image source

CDC ના અનુસાર વેકસીન લીધા બાદ જો તમને તાવ, થાક વગેરે અનુભવાય તો ભારે માત્રામાં પ્રવાહી પદાર્થનું સેવન કરો અને આરામ કરો. જો વેકસીન લગાવ્યા બાદ ખભામાં સોજો આવી ગયો હોય તો ઠંડી ચીજવસ્તુ કે બરફ વડે ત્યાં ઠંડક પહોંચાડવી.

અન્ય કેટલીક વેકસીનમાં પણ થાય છે સાઈડ ઇફેક્ટ

image source

જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો અને તમે તેને રસી મુકાવતા હોય તો તમે જોયું હશે કે વેકસીન દીધા બાદ ડોકટર તેને પેરાસીટામોલ લેવાની સલાહ આપે છે. અસલમાં તેનું કારણ આ જ છે. તમને જણાવી દઈએ કે અન્ય કેટલીક વેકસીનની પણ સાઈડ ઇફેકટ હોય છે. દાખલા તરીકે ઈંફલૂએન્જા, mmr, td, dtap, વગેરે.. ત્યારે જો જો તમને વેકસીન લીધા બાદ સાઈડ ઇફેક્ટ અનુભવાય કે ન અનુભવાય તો પણ એ નક્કી હોય છે કે વેકસીન તેનું કામ શરૂ કરી દે છે.

નોંધ : આ લેખમાં આપવામાં આવેલ માહિતી પ્રાથમિક જાણકારી માત્ર છે તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!