કોરોનાની રસી લઈ લીધી હોય એ લોકો માટે આ દેશ આપી રહ્યો છે મોટી ખુશખબરી, જાણો શું થશે લાભ

ભારતીય લોકો પહેલાથી જ હરવા ફરવાના શોખીન છે. ભારતીયો માત્ર આપણા ભારત દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ ફરવા માટે જાય છે. જો કે હાલ કોરોના કાળમાં વિદેશ ફરવા જવાના શોખીન લોકોને થોડી મુશ્કેલીઓ પડી રહી છે. પરંતુ જો તમે થાઈલેન્ડ ફરવા માટે જવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. કારણ કે થાઈલેન્ડના પર્યટન મંત્રાલયે તાજેતરમાં જ પોતાના દેશના દરવાજાઓ એ લોકો માટે ખોલી નાખવાનું કહ્યું છે જે લોકોએ કોરોના સામે લડવાની રસી મુકાવી લીધી હોય. ત્યારે તે અંગેની વિસ્તૃત વિગત જાણીએ.

image source

એ તો આપણે સૌ જાણીએ છીએ કે થાઈલેન્ડ ભારતીય પર્યટકો માટે વિદેશ યાત્રાનો પહેલો વિકલ્પ રહ્યો છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો ફરવા માટે આવતા હોય છે. જો કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે તેમાં ઘટાડો થવો એ સ્વાભાવિક છે. ત્યારે ભારત અને થાઇલેન્ડ વચ્ચે ફરીથી ફ્લાઇટ સેવા શરૂ થઈ શકે તે માટે થાઈલેન્ડ સરકારે ભારત સરકારને એયર બબલ તૈયાર કરવા અંગે વાતચીત કરી છે.

ઘટી શકે છે કોરોન્ટાઇન પિરિયડ

image source

જે લોકોએ કોરોના સામે લડવા માટેની વેકસીન મુકાવી લીધી છે તે આંતરરાષ્ટ્રીય યાત્રીઓને આ મહીનેથી સ્ટેપ બાય સ્ટેપ રીતે પોતાના દેશમાં પ્રવેશ આપવા થાઈલેન્ડ સરકાર શરૂઆત કરવા જઈ રહી છે. સાથે જ ફુકે, ક્રાબી અને પટાયા ફરવા માટે આવતા પર્યટકો માટે થાઈલેન્ડ ક્વોરોન્ટાઈનનો પિરિયડ ઘટાડીને એક સપ્તાહ કરવાની તૈયારીમાં છે.

આ લોકો જઈ શકશે થાઈલેન્ડ

image source

પ્રથમ ચરણમાં એપ્રિલથી જુન મહિના દરમિયાન જે લોકો કોરોના સામે લડવા માટેની વેકસીન લગાવી ચુક્યા છે તેઓને થાઈલેન્ડ આવવાની પરવાનગી આપવામાં આવી છે. સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત હોટલમાં આ પર્યટકોએ એક સપ્તાહ માટે ક્વોરોન્ટાઇન થઈને રહેવું પડશે. નવી દિલ્હી ખાતે સ્થિત થાઇલેન્ડના પર્યટન પ્રાધિકરણના નિર્દેશક વચીરાચી સીરીસંપનએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે થાઈલેન્ડ અને ભારતની સરકારો વચ્ચે એયર બબલના મુદ્દે ચર્ચા ચાલી રહી છે અને તેમને આશા છે કે આ માટેની પરવાનગી પણ જલદીથી મળી જશે.

નેગેટિવ રિપોર્ટ જરૂરી

image source

સિરીસંપનએ જણાવાયું કે થાઇલેન્ડ ચરણબદ્ધ રીતે વિદેશી પર્યટકોને તેના દેશમાં આવવા પરવાનવી આપવા જઈ રહ્યો છે. અહીં એ પર્યટકોને આવવાની પરવાનગી આપવામાં આવશે જેઓએ પહેલાથી કોરોના સામે લડવા માટેની વેકસીન લગાવી હશે. એ સિવાય જે લોકોને થાઈલેન્ડ જવાનું હોય તેઓ પાસે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે. સાથે જ પર્યટકો પાસે ઓછામાં ઓછી એક ડોલરની કોવિડ હેલ્થ પોલિસી હોવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!