કોરોના ફરી સ્વરૂપ બદલશે તો સર્જાશે ભયંકર સ્થિતિ, જાણો કોણે કહ્યું છે આવું

ભારતના ટોચના માઇક્રોબાયોલોજિસ્ટ અને વાઇરોલોજિસ્ટ ગગનદીપ કાંગે એક મહત્વનો ખુલાસો કરતાં કહ્યું છે કે જો હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તેમાં બહુ ફેરફાર નહીં થાય તો કોરોના વાયરસની ત્રીજી લહેર વધુ જીવલેણ બની શકે છે. તેમણે કહ્યું કે કોઈ પણ કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરી શકે નહીં. કોઈ કહી શકતું નથી કે વાયરસ કેટલો મ્યૂટેટ થશે તો ઘાતક સાબિત થઈ શકે છે.

image soucre

હાલના દિવસોમાં કેરળમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ પર ગગનદીપ કાંગે કહ્યું કે આ સંદર્ભે કરવામાં આવી રહેલી ટીકા વાજબી નથી. જણાવી દઈએ કે કોરોના સામેની લડાઈમાં સોશિયલ મીડિયા પર ‘કેરળ મોડેલ’ની ઉગ્ર ટીકા થઈ રહી છે, સંક્રમણમાં વધારા માટે રાજ્ય સરકારની બેદરકારીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. તેવામાં પ્રોફેસર ગગનદીપ કાંગે જણાવ્યું હતું કે કેરળમાં સંક્રમણના કેસ બકરી ઈદ પહેલા જ વધવા લાગ્યા હતા.

image soucre

ઉલ્લેખનીય છે કે ગયા મહિને સુપ્રીમ કોર્ટે કેરળ સરકાર પર કટાક્ષ કર્યો હતો. રાજ્યની વિજયન સરકારે બકરીદ નિમિત્તે ત્રણેય દિવસો માટે કોવિડ નિયમો હળવા કર્યા હતા. કોર્ટે કેરળ સરકારને બંધારણની કલમ 21 અને કલમ 144 નું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે તેના આદેશોનું પાલન કાવડ યાત્રાના કેસમાં થવું જોઈએ.

image soucre

કેરળમાં કોરોનાની સ્થિતિ પર ગગનદીપ કાંગે કહ્યું કે દરેક રાજ્યની જેમ કેરળના લોકો પણ કોવિડના પ્રતિબંધોના કારણે માનસિક રીતે પરેશાની અનુભવે છે. સરકારો પર પ્રતિબંધો હળવા કરવા માટે લોકો તરફથી દબાણ હેઠળ છે, પરંતુ આ યોગ્ય સમય નથી. કાંગે કહ્યું કે કેરળના લોકો પહેલાની જેમ ઓણમની ઉજવણી કરી શકશે નહીં અને લોકોએ વાયરસના સંક્રમણ સામે સજાગ રહેવું પડશે.

image soucre

જો કે કાંગએ તેની વાતમાં એમ પણ સ્વીકાર્યું હતું કેરળએ કોરોના સંક્રમણનો ગ્રાફ ફ્લેટ કરવામાં અગાઉ સફળતા મેળવી લીધી હતી. પરંતુ વેકસીન સપ્લાયમાં થતી મુશ્કેલીના કારણે સંક્રમણને અટકાવવામાં મુશ્કેલી આવી હતી. કેરળમાં થયેલા સીરો સર્વેની વાત કરતાં કાંગે કહ્યું કે કેરળમાં સીરો પ્રિવેલેંસ દર ખૂબ ઓછો છે. આઈસીએમઆરે ચોથા સીરો સર્વે અનુસાર કેરળના લોકોમાં એંટીબોડીનો દર 44.5 ટકા મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong