આ રાજ્યોમાં કોરોનાના R રેટએ વધારી સરકારની ચિંતા, જાણો કેવી રીતે ફેલાઈ રહ્યું છે સંક્રમણ

ભારતમાં 7 મે પછી પહેલીવાર કોરોના વાયરસની R વેલ્યૂ 1ને પાર થઈ છે. આ જાણકારી ઈંસ્ટીટ્યૂટ એફ મેથેમેટિકલ સાયન્સ ચેન્નઈની સ્ટડીમાં સામે આવી છે. R0 અથવા તો R ફેક્ટર એ જણાવે છે કે કોરોના સંક્રમિત એક વ્યક્તિ સરેરાશ કેટલાક લોકોને સંક્રમિત કરી શકે છે.

image soucre

ઈંસ્ટીટ્યૂટ ઓફ મૈથમેટિકલ સાયન્સમાં કમ્પ્યૂટેશનલ જીવ વિજ્ઞાન અને થિયોરેટિકલ ફિઝિક્સના પ્રોફેસર સીતાભરા સિંહાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે 27 જુલાઈએ ભારતમાં R 1ને પાર થઈ ચુક્યો છે. ગત 7 મે પછી પહેલીવાર આવું થયું છે. જ્યારે બીજી લહેર ખતમ થઈ હતી ત્યારે આ સ્થિતિ હતી. તેમણે કહ્યું છે કે 27થી 31 જુલાઈ દરમિયાન R વૈલ્યૂ 1.03 હતી.

image soucre

આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાની R વૈલ્યૂ 1ની આસપાસ છે. ઉલ્લેખનીય છે કે મહામારીના આ સમયમાં સ્વાસ્થ્ય ઓથોરિટી પણ સતત પ્રયાસ છે કે R વૈલ્યૂ 1થી નીચે આવી જાય. તેનાથી એ વાત સુનિશ્ચિત થાય છે કે વાયરલનું સંક્રમણ ફેલાવાનું બંધ થઈ જાય. આર વૈલ્યૂ ઓછી હોય તેનો અર્થ એ પણ થાય છે કે મહામારીથી સંક્રમિત એક વ્યક્તિ વધુ લોકોને સંક્રમિત નથી કરી શકતા.

image soucre

આર વૈલ્યૂ 1 હોવી તેનો અર્થ થાય છે કે કોરોનાથી સંક્રમિત એક વ્યક્તિ સરેરાશ ઓછામાં ઓછી એક વ્યક્તિને તો સંક્રમિત કરી જ દે છે. જો આ વૈલ્યૂ 1 થી ઓછી હોય તો તેનો અર્થ થાય છે કે સંક્રમિત વ્યક્તિ 1થી ઓછા વ્યક્તિઓને સંક્રમિત કરશે અથવા તો કોઈને સંક્રમિત કરી શકશે નહીં.

image socure

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 40 હજાર જેટલા કેસ સામે આવ્યા છે. જ્યારે 422 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકના કેસમાં મણિપુર, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરાને બાદ કરતાં વધુ પડતા પૂર્વોત્તરના રાજ્યોમાં આર વૈલ્યૂ 1 થી વધારે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કેરળ, કર્ણાટક, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વધતા કોરોનાના કેસ ચિંતાનો વિષય છે. તેલંગણા અને આંધ્રપ્રદેશમાં પણ આર વૈલ્યૂ 1 જેટલી છે.

image soucre

કોરોનાની ત્રીજી લહેરના તોળાતા જોખમ સામે આર વૈલ્યૂનું વધવું સંકટનો સંકેત છે કે કેમ તે વાતના જવાબમાં પ્રોફેસર સિતાભરાએ કહ્યું હતું કે, આર વૈલ્યૂ થોડા દિવસો પહેલા 1થી નીચે આવી હતી પરંતુ હવે આર વૈલ્યૂ જ્યાં કેસ વધી રહ્યા છે ત્યાં 1 કે તેનાથી વધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong