કોરોના પોઝિટિવ આવતા રિપોર્ટમાં સામે આવી 18 વર્ષ જૂની ભૂલ, ડોક્ટર્સની સારવાર બાદ મળી મોટી રાહત

ક્યારેક બાળપણની ભૂલો લાંબા ગાળાના નુકસાનનું કારણ બને છે. 32 વર્ષીય સુરજ આવી જ એક ઘટનાનો શિકાર બન્યો હતો. જ્યારે તે 18 વર્ષનો હતો. નવમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે તે ભૂલથી પેનની નિબ ગળી ગયો હતો. જે તેના ફેફસામાં અટકી ગઈ. જેને ડોક્ટરોએ તાજેતરમાં જ હટાવી છે. પેનની નિબના કારણે તેઓ વર્ષોથી અસ્થમા જેવી બીમારીથી પીડાતા હતા.

શાળામાં થઈ આ એક ભૂલને કારણે 18 વર્ષથી ઘણા રોગો સહન કર્યા

image soucre

આ ઘટના 2003 ની છે, જ્યારે અલુવાના રહેવાસી સૂરજે પેન વડે સીટી વગાડતી વખતે આકસ્મિક રીતે નિબને ગળી લીધી હતી. તે જ દિવસે તેને કોચીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનો એક્સ-રે કરવામાં આવ્યો હતો. જો કે, એક્સ-રેમાં કંઈપણ અસામાન્ય દેખાતું નહોતું. તેના ફેફસાંની અંદર કોઈપણ વસ્તુની હાજરી શોધી શકાઈ નહીં. આ પછી, તેના પરિવારના સભ્યોએ સ્વીકાર્યું કે પેનની નિબ પેટમાંથી બહાર આવી છે.

કોરોના સંક્રમિત થવા પર ખુલ્યું રહસ્ય

image soucre

જોકે, સૂરજ થોડા સમય માટે ફેફસાને લગતી બીમારીઓથી પકડાયો હતો. જેમાં લાંબી ઉધરસ અને શ્વાસની તકલીફનો સામનો કરવો પડ્યો. સૂરજ અસ્થમાના કારણે આ સમસ્યા હોવાનું વિચારીને વિવિધ હોસ્પિટલોમાં સારવાર કરાવતો રહ્યો. પરંતુ ગયા વર્ષે ડિસેમ્બરમાં, સુરજ કોરોનાથી સંક્રમિત થયો હતો. ત્યારે તેની સ્થિતિ નોંધપાત્ર રીતે બગડી હતી. સતત ઉધરસ અને શ્વાસની તકલીફને કારણે તેમને કોચીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સીટી સ્કેનમાં આ ભૂલ જોવા મળી

image soucre

કોરોનાની સ્થિતિ જાણવા માટે ડોક્ટરોએ તેની છાતીનું સીટી સ્કેન કર્યું. સીટી સ્કેનમાં તેના જમણા ફેફસાના નીચેના ભાગમાં લોખંડ જેવી વસ્તુ દેખાઈ હતી. તેને વધુ સારવાર માટે અમૃતા હોસ્પિટલમાં રીફર કરાયો હતો. અમૃતામાં, ડોકટરો દ્વારા સર્જરી વગર પેનની નિબને દૂર કરવામાં આવી હતી. નિબ જમણા ફેફસાના નીચેના ભાગમાં ફસાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. એક જટિલ સખત બ્રોન્કોસ્કોપિક પ્રક્રિયા દ્વારા નિબને દૂર કરવામાં આવ્યા હતા.
મુશ્કેલ તકનીકનો ઉપયોગ કરીને નિબને દૂર કરી

image soucre

ડોક્ટરે કહ્યું કે, છેલ્લા 18 વર્ષથી નિબ ફેફસામાં અટવાઇ હોવાથી, તેના ઉપર પેશીઓ જમા થઇ ગઇ હતી. આ પેશીઓને દૂર કરવાનું પ્રથમ અને સૌથી મુશ્કેલ કાર્ય હતું. આ પછી સખત બ્રોન્કોસ્કોપી કરવામાં આવી. એક દિવસ નિરીક્ષણ માટે દાખલ કર્યા પછી, સૂરજ ગુરુવારે હોસ્પિટલમાંથી ઘરે પાછો ફર્યો. સુરજ હવે વધુ આરામથી શ્વાસ લઈ રહ્યો છે. સૂરજે કહ્યું, હું છેલ્લા 18 વર્ષથી શ્વાસની તીવ્ર તકલીફ અને ઉધરસથી પીડાતો હતો. હવે હું રાહત અનુભવું છું કે આખરે, મારે હવે આને લગતી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં.