હાલના દિવસોમાં કોરોનાથી બચવા માટે માણસ સામાજિક દૂરી અપનાવી રહ્યા છે, લોકો ઓટીટી પ્લેટફોર્મ અને ડિજિટલ પેમેન્ટ અપનાવશે

કોરોનાની સામાજિક અસર : સર્જાયેલી મહામારી કાયમની લોકોની આદતો બદલી નાંખશે, ભીડવાળી જગ્યાએ લોકો નહીં જાય, ઓટીટી પ્લેટફોર્મ અને ડિજિટલ પેમેન્ટ અપનાવવા સિવાય કોઇ ઓપ્શન નહી રહે

કોરોના વાઈરસ અર્થવ્યવસ્થાને બરબાદ કરી રહ્યું છે, બીજી બાજુ લોકોની પરીક્ષા પણ લઇ રહ્યું છે. આમ તો માણસ સામાજિક પ્રાણી કહેવાય છે, પરંતુ અત્યારના દિવસોમાં કોરોનાથી બચવા માટે માણસ હાલ સામાજિક દૂરી અપનાવી રહ્યો છે. આ મહામારીથી આપણી રહેવાની અને ખાવાપીવાની આદતો બદલાઈ રહી છે. આ સાથે જ આપણે વર્ષો જૂની નમસ્તેની પરંપરાને ફરી અપનાવી રહ્યા છીએ. આ સંકટના કારણે સામાજિક ટેવો પણ બદલાઈ રહી છે. આવો જોઈએ એ ટેવમાં કેવી રીતે બદલાવ આવી રહ્યો છે.

image source

વિશ્વભરના લોકો કોરોના વાઈરસથી બચવા માટે એકબીજા સાથે હાથ મેળવવાથી બચી રહ્યા છે. નમસ્તેની ભારતની પરંપરાને બધા લોકો અપનાવી રહ્યા છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી સહિત વિશ્વના નેતાઓ પણ નમસ્તેની પરંપરા અપનાવવાનું લોકોને કહી રહ્યા છે. વિદેશી સંસ્ક્રુતિમાં લોકો હાથ મેળવીને અને ગળે ભેટીને એકબીજાને આવકારતા થયા હતા. પરંતુ હવે તમામ લોકો નમસ્તે કરીને એકમેકને આવકારી રહ્યા છે.

image source

આમ તો સામાન્ય રીતે જ્યારે કોઈ હેરાન હોય ત્યારે તેને ગળે ભેટીને કે થપથપાવીને દિલાસો આપવામાં આવતો હતો. પરંતુ કોરોના વાઈરસના આ સમયમાં હવે એ બધુ શક્ય નથી રહ્યું. કોરોના વાઈરસમાં હાઈજીન સાથે આપણી સેક્સુઅલ હેબિટ્સ પણ બદલાઈ રહી છે. લોકો સેક્સ કરવાથી પણ ડરી રહ્યા છે. આ બીજો એવો તબક્કો છે જેમાં લોકોની સેક્સુઅલ હેબિટ્સ બદલાઈ રહી છે. આ પહેલા એઈડ્સના કારણે લોકો કોન્ડમનો ઉપયોગ કરતા થઈ ગયા હતા.

વર્ક કલ્ચર, વર્ક પ્લેસની વ્યવસ્થામાં બદલાવ આવી શકે છે, જેન્ટર ઈક્વાલિટિને પ્રોત્સાહન

image source

વિશ્વભરમાં કોરોના વાઈરસે તમામ કંપનીઓના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા માટે મજબૂર કરી નાંખ્યા છે. આજે કરોડો કર્મચારીઓ ઘરેથી જ કામ કરી રહ્યા છે. ઓફિસ સિવાય જે બીજી રીતે કામ કરવાનું વિચારતી પણ ન હતી તેવી કંપનીઓ ઘરેથી કામ કરવાનું કહી રહી છે. વિશ્વની સૌથી મોટી એચઆર ફર્મમાંથી એક એવી રેંડસ્ટેડ ઈન્ડિયાના ચીફ ઓફિસર અંજલી રઘુવંશીના જણાવ્યા મુજબ પહેલા જે રોલ્સ વર્ક ફ્રોમ હોમમાં નતો આવતો તે આજે આવવા લાગ્યો છે. પહેલા જે સેક્ટરોમાં વર્ક ફ્રોમ હોમ ન હતું તે તમામમાં આ દરવાજા ખુલી ગયા છે. હવે સેલ્સવાળા પણ ઘરેથી કામ કરી રહ્યા છે.

image source

આ વર્ક ફ્રોમ હોમથી જેન્ડર ઈક્વાલિટીને પ્રોત્સાહન મળશે. નોર્થવેસ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર મેથિયાસ ડોએપકેના જણાવ્યા મુજબ વર્કપ્લેસ પર મહિલા અને પુરષના કામ અને પગારમાં ભેદભાવને જોવામાં આવે છે. વર્કફ્રોમ હોમમાં આ વસ્તુ નહીં જોવા મળે. વિશેષજ્ઞના જણાવ્યા મુજબ વર્ક કલ્ચરમાં આ નીતિ લાંબો સમય જોવા મળશે.

લોકોની ઓનલાઈન શોપિંગની આદતમાં વધારો થશે

image source

હવે ઓનલાઈન શોપિંગ માત્ર કપડાં, જૂતા, જ્વેલરી કે ઘડિયાળ પૂરતુ જ નહીં રહે. હવે લોકો મજબૂરીમાં પણ ઓનલાઈન શોપિંગ અપનાવી રહ્યા છે. જેની અસર આવનાર વર્ષોમાં જોવા મળશે. ગ્રોસરી, ફૂડ, દૂધ, કરિયાણું જેવી વસ્તુઓની ઓનલાઈન ખરીદી વધુ પ્રમાણમાં કરવામાં આવશે. લોકો સુપરમાર્કેટમાં જવાનું નકારશે. લોકો સીધો ઘરે જ સામાન પહોંચી જાય તેવી વ્યવસ્થાને અપનાવશે.

કોરોના વાઈરસના વધતા કેસ વચ્ચે છેલ્લા 15 દિવસમાં ફ્લિપકાર્ટ, એમેઝોન, બિગબાસ્કેટ અને ગ્રોફર્સ જેવી ઈ- કોમર્સ કંપનીના વેપારમાં ૨૦ થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

કોરોનાને લીધે લોકો ભીડવાળા વિસ્તારમાં જવાનું ટાળશે, મોલ અને સિનેમાઘરમાં ફિલ્મો જોવા પણ નહીં જાય

image source

દુનિયાભરમાં કોરોના વાઈરસના કારણે લોકો ભીડવાળા વિસ્તારમાં જવાનું ટાળશે. જાહેર વાહનોમાં મુસાફરી કરવાનું પણ લોકો નકારશે. ખાસ કરીને દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં આ ચિંતા વધારે જોવા મળશે. વિશેષજ્ઞોના મત પ્રમાણે હવે લોકોએ ભીડવાળી જગ્યાએ જવાનું નકારવું જોઈએ. કોરોનાની અસર જોતાં લોકોએ મોલ અને સિનેમાઘરમાં જવાનું નકારવું જોઈએ. ઘરમાં જ ફિલ્મ જોવાનું પસંદ કરવું જોઈએ. લોકો ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ જોવાનું પસંદ કરશે.

વિદ્યાર્થીઓનો ઓનલાઈન અભ્યાસ થશે, ડિજિટલ પેમેન્ટ પર વધુ ભારણ

image source

વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ કઈ રીતે આપી શકાય તે માટે દરેક સ્કૂલ અને યુનિવર્સિટીઓએ પ્રયાસો ઝડપી બનાવી દીધા છે. ઘણી સ્કૂલોમાં તો આ પ્લેટફોર્મની શરૂઆત પણ થઇ ગઇ છે. વર્ચ્યુઅલ ક્લાસિસનો ઉપયોગ વધી રહ્યો છે. ટેલિકોમ કંપનીઓએ ઘરેથી કામ અને અભ્યાસ કરનારા માટે સ્પેશિયલ પ્લાનની જાહેરાત કરી છે. આ ઉપરાંત લોકોની ખાવા-પાવાની અને હાઈજીનની આદતો બદલાઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ