‘કોરોનામાં પૈસાનું કંઈ નથી આવતું’ કહીને વૃદ્ધે બ્રિજ પરથી નોટોના થપ્પા ઉડાવ્યા, કર્યો આત્મહત્યાનો પ્રયાસ

હાલમાં ગુજરાતમાં કોરોનાને લઈ સ્થિતિ ખુબ જ ગંભીર છે. દિવસે ને દિવસે કેસ વધતા જાય છે. લોકોના મોત પણ ટપોટપ થઈ રહ્યા છે. ત્યારે લોકો સામે હવે એવા એવા વીડિયો આવી રહ્યા છે કે જે મનને વિચલિત પણ કરી રહ્યા છે. એવો જ એક વીડિયો ભરૂચથી સામે આવ્યો છે અને જે જોઈને લોકો જોતા રહી ગયા.

હાલમાં દેશ સહિત આખા ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ઘણા પરિવારોનો માળો પણ વિખેરાયો છે લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે. ત્યારે ઘણા લોકો નિરાશ થઇને તણાવ અનુભવવા લાગ્યા છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિઓ લોકોએ પોતાનું માનસિક સંતુલન જાળવી રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે કોરોના મહામારીના કારણે માનસિક તણાવના કેસો સામે આવી રહ્યા છે.

આ વાત છે અંકલેશ્વરની, જ્યાં એક વૃદ્ધ કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી તેમ કહી ઓવરબ્રિજ ઉપરથી પૈસા ઉડાવ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અંકલેશ્વરના વૃદ્ધે કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી તેમ કહી ઓવરબ્રિજ ઉપરથી પૈસા ઉડાવ્યા હતા જેના કારણે ત્યાં લોકોના ટોળા ભેગા થયા હતા. જોકે વૃદ્ધે વાલિયા ચોકડી ઓવરબ્રિજની રેલિંગ નીચે ઉતરી આત્મહત્યાનો પ્રયાસ કરતા લોકોએ તેમને બચાવી લીધા હતા.

જોકે આ વૃદ્ધ બ્રિજની રેલિંગ નીચે ઉતરી આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા રૂપિયા ઉડાવ્યા હતા. સ્થાનિકોએ આ આધેડને બ્રિજ ઉપરથી નીચે પડતા બચાવી લીધો હતો અને સલામત બ્રિજ ઉપર પરત ચઢાવ્યો હતો. આ મામલો પોલીસ ચોપડે ચઢ્યો નથી. જો કે વાયરલ થયેલા વિડીયોએ ભરૂચ જિલ્લા સહિત સોશ્યલ મીડિયા પર પણ ભારે ખળભળાટ મચાવ્યો છે.

જો વાયરલ વીડિયો વિશે વાત કરીએ તો સમગ્ર ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ જેવા દેખાતો વ્યક્તિ બ્રિજની રેલિંગ કૂદીને એક પાળી પર ઊભો છે. આ દરમિયાન બ્રિજની નીચે પણ અમુક લોકો જોવા મળી રહ્યા છે. બેથી ત્રણ વ્યક્તિઓએ વૃદ્ધને પકડી રાખ્યા છે. આ દરમિયાન વૃદ્ધ તેના હાથમાં રહેલી એક થેલીમાંથી નોટો ઊડાવી રહ્યા છે. વિડીયો જોઈને એવું લાગે છે કે, વૃદ્ધ બ્રિજ પરથી નીચે છલાંગ લગાવવા માંગે છે. જોકે, બ્રિજ પર ઉભેલા રાહદારીઓએ તેમને પકડી રાખ્યા હતા. જો કે, આ વ્યક્તિ કોણ છે તે અંગે હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

ઉલ્લેખનીય છે કે કોરોનકાળમાં ધનવાન હોય કે ગરીબ તમામે કંઈને કંઈ ગુમાવ્યું છે. પૈસા હોવા છત લોકોના જીવ બચ્યા નથી તો રોજગાર બંધ થતા ગરીબોને ભૂખે મરવાનો વારો આવ્યો હતો. કોરોના હવે લોકોની માનસિકતા ઉપર પણ હાવી થઈ રહ્યો છે. જીવનની પણ અનિશ્ચિતતાઓ વધી જતાં લોકોમાં તણાવ વધી રહ્યો છે જે કોરોના કરતા પણ ઘાતક સાબિત થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!