કોરોનાના કહેર વચ્ચે હવામાન વિભાગે કરી મોટી આગાહી, ગુજરાત સહિત આ રાજ્યોમા પડશે ભારે વરસાદ

એપ્રિલ મહિનો શરૂ થતા તાપમાનમાં વધારો દેશભરમા શરૂ થઈ જાય છે. આવનારા સમયમાં પણ દેશના ઘણા રાજ્યોમાં આ અઠવાડિયામાં ગરમી વધવાની શક્યતા છે. સ્કાયમેટ વેધર મુજબ તરફથી મળતી માહિતી મુજબ એપ્રિલના મધ્ય ભાગથી જૂન મહિના સુધી ચોમાસાની શરૂઆત થશે ત્યા સુધી ખુબ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટ મુજબ આવતા 48 કલાક સુધી હવામાન બદલાયેલ જોવા મળશે.

image source

મળતી માહિતી મુજબ વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશામાં ફેલાયેલી ટ્રંકને લીધે અહીં ચોમાસુ સમય પૂર્વે રહેશે અને અહીં વધતા તાપમાન પર રોક લાગશે. તાપમાન 3 દિવસ માટે 40 ડિગ્રીની આસપાસ રહેશે તેવુ કહેવામા આવી રહ્યુ છે. પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતમાં પવનની દિશામાં પરિવર્તન જોવા મળી રહ્યુ છે. હવામાન પ્રણાલીમાં ફેરફાર નોંધાઇ રહ્યો છે જેના કારણે અમુક વિસ્તારમાં જાપટા પણ પડ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. ગુજરાતના અમરેલીમા થોડા દિવસો પહેલા જાપટુ જોવા મળ્યુ હતુ.

image source

જાણકારોનુ કહેવુ છે કે આ બંને રાજ્યોમાં તાપમાન નિયંત્રણ રહેશે. કહેવામાં આવ્યુ છે કે આગામી 3 દિવસ માટે તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. આ બાબતે સ્કાયમેટના જણાવ્યા અનુસાર 24મી એપ્રિલથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી દેશના મોટા ભાગના વિસ્તારોની બહાર રહેશે. અગાઉના હવામાન ફેરફારને લીધે તાપમાનમાં વધારો થશે નહીં અને આ હીટવેવની સ્થિતિમાં પરિણમશે નહીં.

image soucre

મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તાપમાન 41 ડિગ્રીથી ઉપર રહેવાનો અંદાજ છે. તો બીજી તરફ બાડમેર, જેસલમેર, ફાલુડી, બિકાનેર, પાલી અને નાગૌર સહિતના કેટલાક શહેરોમાં તાપમાન 42 ડિગ્રી સુધી વધી શકે છે. આ સિવાય કહેવામા આવ્યુ છે કે બ્રહ્મપુરી, ચંદ્રપુર, નાગપુર, વર્ધા અને ગોંડિયામાં પણ પારો વધવાની સંભાવના છે. જાણકારો દ્વારા કહેવામા આવ્યુ છે કે ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢના ઘણા સ્થળોએ તાપમાન 42 ડિગ્રી સુધી જઈ શકે છે.

image soucre

આ સિવાય એક મહત્વની આગહી આગામી 24 કલાક માટે કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ આગાહીમાં કહેવામા આવ્યુ છે કે આગામી 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર,ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં વાવાઝોડાની શક્યતા છે.

image source

દેશના બાકી રાજ્યો માટે કહેવામાં આવ્યુ છે કે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ યુપીમાં વાવાઝોડા અને વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણા અને આંતરિક તમિલનાડુના મધ્ય અને પૂર્વ ભાગોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સાથે કેરળ, આંદામાન અને નિકોબાર, કર્ણાટક અને સિક્કિમ જેવા રાજ્યો પર હળવાથી મધ્યમ વરસાદ શક્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!