જલ્સા કરોને જેંતીલાલ

કોરોના કાળમાં ખાસ વાંચો આ પોઝિટિવ સ્ટોરી, જે તમારા મનોબળને કરી દેશે મજબૂત

જીવનમાં સફળતા મહેનત કરવાથી જ મળે છે. માત્ર મનના વિચારો કરવાથી નહીં. સૂતેલા સિંહના મુખમાં હરણો પ્રવેશતા નથી.આ સંસ્કૃત સુભાષિતમાં પરિશ્રમનો મહિમા વર્ણવ્યો છે. પરિશ્રમ વિના સફળતા કે સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. પૈસા એ જરૂરી અનિષ્ટ છે- કોલેજના વિદ્યાર્થીઓ તેનાથી વધુ પરિચિત છે. તમે ઇચ્છો તે બધું પોષાય તે માટે પૈસા કમાવવાનું મહત્વપૂર્ણ છે કારણ કે માતાપિતા પાસેથી તમને જે પોકેટ મની મળે છે તે કદી પૂરતું નથી. તે શક્ય બનાવવા માટે, વિદ્યાર્થીઓ ઘણીવાર પાર્ટ ટાઇમ જોબ માટે જાય છે.

અત્યારના સમયમાં શિક્ષણ પાછળ ખૂબ જ ખર્ચો કરવો પડે છે. ખર્ચો કર્યા પછી પણ કારકિર્દી ઘડાઈ જઈ એની ગેરન્ટી નહીં. આજે આપણે એવા ઝળકતા સીતારા વિશે વાત કરશું જેને ભણવાની સાથે સાથે નોકરી કરીને પોતાના ખર્ચા ઉપાડ્યા.

કપડાના ફિનિશિંગ ના કામમાં મદદ કરીને ખર્ચો કાઢનાર:

આજે આપણે વાત કરીશું એક વિદ્યાર્થીનું, નામ છે રાહુલ યાદવ. બહેરામપુરા ગામનો રહેવાસી છે. આ વિદ્યાર્થીએ સરકારી કોલેજમાં એડમિશન લેવા માટે પોતાની સ્કૂલના સમયે ખૂબ જ મહેનત કરી જેથી કરીને એડમિશન નો ખર્ચો ઓછો આવે. આ વિદ્યાર્થી પોતાના ભણતર દરમ્યાન તેના મમ્મી ને ઘરે કપડાના સીવણ કામમાં મદદ કરતો અને પપ્પા મજૂરીકામ કરે છે. આવી મહેનત કર્યા પછી વિદ્યાર્થીઓ ડિપ્લોમા અને ડિગ્રી બંને સરકારી કોલેજમાં પૂર્ણ કર્યા. રાહુલ યાદવ નું સપનું છે કે તેને વૈજ્ઞાનિક બનવું છે અને હાલમાં તે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.

નાના બાળકોના ટ્યુશન લઈને ખર્ચો કાઢતી:

હવે વાત કરીશું વિદ્યાબા પરમારની. વટવા ગામની રહેવાસી છે. આ વિદ્યાર્થિનીઓએ પણ ભણતર સાથે પાર્ટ ટાઈમ નોકરી કરી હતી. ખૂબ મહેનત પછી આ વિદ્યાર્થી આજે એલએલબી થી ગ્રેજ્યુએટ થઈ ચૂકી છે. તેનું સપનું છે એક જજ બનવાનું. અત્યારે તે નાના બાળકોને ભણાવી અને પોતાનો ખર્ચો કાઢે છે. સાથે સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે સારું કેરિયર બનાવવા માટે.

બહેનો સાથે ઘરે પતંગ બનાવવા મદદ કરતી:

આ વિદ્યાર્થીનું નામ છે રફીક્યુનીસા શેખ. દાણીલીમડા ગામની રહેવાસી છે. આ વિદ્યાર્થિનીએ ઘરે સિલાઈ કામ, પતંગ બનાવવાનું કામ કરતા કરતા કુસ્તીમાં નેશનલ લેવલ સુધી રમેલી આજે ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ છે. આનુ સપનું છે યુપીએસસી પરીક્ષા પાસ કરીને ઓફિસર બનવાનું અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કુસ્તી રમવાનું.

સેમેસ્ટરની ફી ભરવાનું હંમેશા ટેન્શન રહેતું હતું:

આપણે વાત કરી રહ્યા છીએ તનવીરા શેખ ની જે સરખેજ ગામની રહેવાસી છે. આજે આ વિદ્યાર્થીની આર્કિટેક્ચર મા ડિપ્લોમા કરી ફ્રેશર તરીકે કંપનીમાં જોડાઈ ચૂકી છે. તેને કોલેજની ફી ભરવા માટે ઘણી સંસ્થાઓ ની મદદ લીધી હતી. દર સેમેસ્ટર વખતે એક જ ટેન્શન રહેતું હતું કે આ વખતે ફી ભરાશે કે નહીં. પણ આ સમાજના લોકોએ ખૂબ જ મદદરૂપ થઈને મને સહયોગ આપ્યો. હવે મારું સપનું છે કે હું સારા લેવલ પર પહોંચીને આ સમાજને મદદરૂપ થાવ.

સ્ટાઇપેન્ડ મેળવીને ઘરને મદદરૂપ થાય છે:

આપણે વાત કરી રહ્યા છીએ ઈસરાન પીંડારા ની જે બેરલ માર્કેટ ના રહેવાસી છે. આ વિદ્યાર્થીએ આઠમા ધોરણ સુધી સરકારી સ્કૂલમાં ભણતર કર્યું અને પછી હાઈ સ્કૂલ માટે ખૂબ જ મહેનત કરી. મમ્મી ઘરે સીવણ કામ કરે છે અને પપ્પા ની નોકરી જતી રહી છે જેથી કરીને આર્થિક રીતે પરિસ્થિતિ ખૂબ જ નબળી પડી ગઈ છે. મનમાં વિચારી લીધું હતું ગમે તે થાય પણ જિંદગીમાં કંઈક કરવું છે. આજે આ વિદ્યાર્થી બીકોમ પૂર્ણ કરી અને સીએ ફાઇનલ કરી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version