કોરોના ઇફેક્ટ: આ કંપની પર કોરોનાની થઇ ખરાબ અસર, ઘટી ગયુ વેચાણ, આંકડો જાણીને તમને પણ લાગશે નવાઇ

દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા (Maruti Suzuki India – MSI) ના કુલ વેંચાણમાં એપ્રિલ મહિનાની સરખામણીએ મે મહિનામાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો 71 ટકાનો છે. એપ્રિલ મહિનામાં મારુતિ સુઝુકી ઇન્ડિયાએ 1,59,691 યુનિટ્સનું વેંચાણ કર્યું હતું જ્યારે મે મહિનામાં આ યુનિટ્સ ઘટીને 46,555 થઈ ગયા હતા. સ્પષ્ટ છે કે કોરોના મહામારીને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન અને અલગ અલગ રાજ્યોમાં વાહનો મોકલવાની વ્યવસ્થા ખોરવાઈ જતા તેનો પ્રભાવ કંપનીના વેંચાણ પર પડ્યો છે.

image source

ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગને ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને કોરોના મહામારીની બીજી લહેરના કારણે આ ઉદ્યોગને માઠી અસર થઈ છે. એ સિવાય વાહન કંપનીએ ઔદ્યોગિક ઉપયોગને કારણે ઓક્સિજનને ચિકિત્સાના ઉપયોગમાં લેવા સારું સ્થાનાંતરીત કરવા માટે એક મે થી 16 મી મે સુધી પોતાનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. નોંધનીય છે કે મે 2020 ની સરખામણી આ વર્ષના મે મહિના સાથે ન થઈ શકે કારણ કે બન્ને મહિનામાં ઉત્પાદનમાં વ્યવધાન જોવામાં આવ્યું હતું. ગયા વર્ષે દેશવ્યાપી લોકડાઉન મે મહિનાથી ચરણબદ્ધ રીતે ઓછું કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

image source

પરંતુ મે મહિનામાં દર મહિનાના હિસાબની દ્રષ્ટિએ ઘણો ઘટાડો જોવા મળ્યો હતો અને તેની આશંકા પહેલાથી જ હતી. મારુતિ સુઝુકી ઇન્ડિયાએ આ વર્ષના એપ્રિલ મહિનામાં ભારતીય બજારમાં 1,35,879 યુનિટનું વેંચાણ કર્યું હતું અને માર્ચ મહિનામાં 1,46,203 યુનિટ્સનું વેંચાણ કર્યું હતું. બધા સેગમેન્ટમાં કોમ્પેક્ટ વાહનોએ 20,343 યુનિટ્સનું વેંચાણ કર્યું હતું. આ બધા સેગમેન્ટમાં વેગનઆર, સ્વીફ્ટ, ઇગ્નિસ અને બલેનો જેવી પ્રસિદ્ધ ગાડીઓનો સમાવેશ થાય છે.

image source

કંપનીના જણાવ્યા મુજબ મે મહિનામાં ડિલરોને તેમની આપૂર્તિ એટલે કે તેઓની વાહન માંગ 75 ટકા ઘટીને 35,293 રહી ગઈ હતી જે ગત મહિને થયેલ 1,42,454 યુનિટ્સ કરતા ઓછી હતી.

મહિના દરમિયાન કંપનીની બે મીની કારો અલ્ટો અને એસપ્રેસોનું વેંચાણ 81 ટકા જેટલુ ઘટી જવા પામ્યું હતું. એપ્રિલ મહિનામાં આ કારોના 25,041 યુનિટ્સ વેંચાયા હતા જે મે મહિનામાં ઘટીને 4,760 યુનિટ્સ થઈ ગયા હતા.

image source

આ મુજબ કોમ્પેક્ટ સેગમેન્ટમાં સ્વીફ્ટ, સેલેરિયો, ઇગ્નિસ, બલેનો અને ડિઝાયર જેવી ગાડીઓનું વેંચાણ એપ્રિલ મહિનામાં 72 ટકા ઘટ્યું હતું. એપ્રિલ મહિનામાં આ કારોના 72,318 યુનિટ્સ વેંચાયા હતા જે મે મહિનામાં 20,343 યુનિટ્સ થઈ ગયા હતા. એ મુજબ મિડ સાઈઝ સેડાન સિયાઝનું વેંચાણ પણ ઘટીને 349 યુનિટ્સ જેટલું થઈ ગયું હતું. એપ્રિલમાં આ કારના 1567 નું વેંચાણ થયું હતું.

image source

એ સિવાય કંપનીના યુટીલિટી વાહનો જેવા કે વિટારા બ્રેઝા, એસ ક્રોસ અને આર્ટિગાનું વેંચાણ પણ 75 ટકા જેટલું ઘટ્યું હતું. એપ્રિલ મહિનામાં આ કારોના 25,484 યુનિટ્સ વેંચાયા હતા જે મે મહિનામાં ઘટીને 6354 થઈ ગયા હતા. મે મહિનામાં કંપનીની નિકાસ 35 ટકા ઘટીને 11262 થઈ ગઈ હતી જ્યારે એપ્રિલ મહિનામાં કંપનીએ 17237 યુનિટ વાહનોની નિકાસ કરી હતી.

strong>અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong