અહીં મચ્યો કોરોનાની ત્રીજી લહેરનો હાહાકાર, 1 અઠવાડિયામાં 100 બાળકોના મોતનો આંક ચોંકાવનારો

સરકાર ભલે કોરોનાની ત્રીજી લહેરને લઈને કહી રહી હોય કે બાળકો પર તેનું જોખમ ઓછું છે. પરંતુ માતાપિતાનો ભય વધે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ઈંડોનેશિયામાં બાળકોને કોરોના રીતસર નિશાન બનાવી રહ્યો છે. ચિંતાની વાત એ છે કે ડેલ્ટા વેરિયંટના કારણે અહીં ગત એક માસમાં દર અઠવાડિયે 100થી વધુ બાળકોના મોત થયા છે. આ બાળકોમાંથી મોટાભાગના બાળકોની ઉંમર 5 વર્ષની નાની હતી.

image soucre

આ ઘટના ઉંમર સાથે કોવિડના કિસ્ક ફેક્ટરને માપવાના પ્રયત્નો પર પ્રશ્ન ઊભા કરે છે. ઈંડોનેશિયામાં બાળકો વચ્ચે મૃત્યુદર દુનિયાના બાકીના દેશ કરતાં વધુ છે. ઈંડોનેશિયામાં બાળકો વચ્ચે મૃત્યુ દર દુનિયાના બાકીના ભાગ કરતાં ખૂબ વધારે છે. તેવામાં ઈંડોનેશિયાના અનુભવ તે ડરને મજબૂત કરે છે આ ત્રીજી લહેરની શરુઆત છે કે કેમ.

image soucre

ઈંડોનેશિયામાં કુલ કોરોનાના કેસમાં 12.5 ટકા બાળકો છે. અહીં અત્યારે કોરોનાના 30 લાખ કેસ સામે આવ્યા છે અને 83 હજાર મોત થયા છે. કોરોના મહામારી શરુ થયા પછી ઈંડોનેશિયામાં અત્યાર સુધીમાં 800 બાળકો મોતને ભેટ્યા છે. તેમાંથી સૌથી વધુ મોત છેલ્લા સપ્તાહમાં થયા છે. શુક્રવારના રોજ ઈંડોનેશિયામાં કોરોનાના 50 હજાર નવા કેસ નોંધાયા છે અને 1566 લોકોના મોત થયા છે.

image soucre

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર આવશે તો બાળકો પર વધારે અસર કરશે તેનો કોઈ પુરાવો નથી. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતં કે કોવિડ 19 જ નહીં ડેલ્ટા વેરિયંટથી પણ બાળકોને સંક્રમણનું વધારે જોખમ છે તે વાતનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. તે વૈશ્વિક સ્તરે પણ નથી અને રાષ્ટ્રીય સ્તરે પણ નથી. બાળકો જો સંક્રમિત થાય છે તો પણ સામાન્ય રીતે એસિમ્પ્ટોમેટિક જ રહે છે અથવા તો હળવા લક્ષણ રહે છે. વાયરસ તેમનામાં ગંભીર સમસ્યા ઉત્પન્ન કરતો નથી. જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પીડિયાટ્રિક કેસ મેનેજમેન્ટ માટે અલગથી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે.

image soucre

ભારતીય ડોક્ટર્સનું કહેવું છે કે બાળકો કોરોના વાયરસથી સુરક્ષિત નથી પરંતુ આવા કેસ ખૂબ ઓછા મળ્યા છે. પહેલી અને બીજી લહેર દરમિયાન બાળકોમાં કોરોનાના કેસ ખૂબ ઓછા રહ્યા છે. જો કે ત્રીજી લહેરમાં બાળકો પર તેનું જોખમ વધુ હોવાનું જણાવાય છે. ચિંતા એ છે કે 18 વર્ષથી નાની વયના બાળકો માટે રસી ઉપલબ્ધ નથી. તેવામાં તેમના પર જોખમ વધુ તોળાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong