કોરોનાથી હવે ડરો…આ શહેરની નવી ગાઇડલાઇન: જો અહિંયા એક કરતા વધારે ફ્લોરમાં કેસ આવ્યા તો આખેઆખી બિલ્ડિંગ થઇ જશે સીલ

દિલ્હીની પડખેના નોઈડાની સોસાયટીઓ માટે જારી થયેલી નવી ગાઈડલાઈનમાં જણાવાયું છે કે એક કરતા વધારે ફ્લોરમાં કોરોનાના કેસ આવશે તો આખી બિલ્ડિંગ સીલ કરવામાં આવશે. દિલ્હીના નોઈડામાં યુપીના ગૌતમ બુદ્ધ નગરમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. નોઈડામાં એક જ દિવસમાં 97 કેસ નોંધાતા વહિવટી તંત્ર દ્વારા આવો નિર્ણય લેવાયો છે. નવી ગાઈડલાઈન અનુસાર, નોઈડામાં મલ્ટીસ્ટોરી બિલ્ડિંગના કોઈ પણ ફ્લોરમાં કોરોનાનો એક પણ કેસ આવશે તો તેને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાશે. પરંતુ જો એક કરતા વધારે ફ્લોર પર કોરોનાના કેસો આવશે તો આખી બિલ્ડિંગને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવશે.

સોસાયટીઓમાં માસ્ક વગર નો એન્ટ્રી

image soucre

સેક્ટર 82 ઉદ્યોગ વિહાર સોસાયટીમાં માસ્ક વગરના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. ગેટ પર સેનિટાઈઝેશનનું કામ પણ શરુ કરી દેવાયું છે. સોસાયટીમાં મોર્નિંગ વોક દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે.

દિલ્હીમાં 24*7 રસીકરણની સુવિધા

image soucre

દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસોની વચ્ચે સીએમ કેજરીવાલે એક મોટો નિર્ણય લીધો છે, જેના અનુસાર હવેથી દિલ્હીમાં 24*7 રસીકરણની સુવિધા ઉપલબ્ધ રહેશે. મહત્વનું છે કે દિલ્હીમાં રસીકરણની ગતિ વધારવા માટે આપ સરકાર દ્વારા આ નિર્ણય કહેવામાં આવ્યો છે. 6 એપ્રિલથી હવે રાજધાનીમાં દિલ્હી સરકારના જેટલા પણ વેક્સિનેશન સેન્ટર છે તેમાંથી હવે ત્રીજા ભાગના રોજ રાત્રે 9થી સવારે 9 સુધી ખુલ્લા રહેશે. હવે આવે છે રેકોર્ડબ્રેક કેસ

દિલ્હીમાં દૈનિક કેસોની સંખ્યા ચાર હજારથી વધુ થઈ

image soucre

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં કોરોના કેસોના સંક્રમણમાં રેકોર્ડબ્રેક ઉછાળો દેખાઈ રહયૉ છે, પહેલા ક્યારેય પણ એક દિવસમાં ન આવ્યા હોય તેટલા કેસો હવે દૈનિક ધોરણે આવવા મંડયા છે અને તેમાં પણ ઉછાળો નોંધાઈ રહ્યો છે. અમુક દિવસો પહેલા જ જ્યાં રાજધાનીમાં એકીસાથે 1500 જેટલા કેસ નોંધાતા પણ હાહાકાર મચતો હતો ત્યાં હવે દૈનિક કેસોની એવરેજ ડબલથી પણ વધુની એટલે કે ચાર હજારથી વધુની થઇ ગઈ છે, નોંધનીય છે કે આ બધાની સાથે જ દિલ્હીમાં એક્ટિવ કેસોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.

image soucre

સ્થિતિ એટલા સુધી ખરાબ છે કે અત્યાર સુધીમાં જ્યાં દિલ્હી સરકારની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ કહી શકાય તેવી લોકનાયક હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે 50 વેંટીલેટર હાજર હતા, ત્યાં હવે માત્ર એક જ વેન્ટિલેટર ખાલી છે. અને કેન્દ્ર સરકારના ટ્રોમા સેન્ટરમાં પણ હવે 71 વેન્ટિલેટરમાંથી હવે માત્ર 12 જ વધ્યા છે.

બેડની સંખ્યા પણ ઘટતી જાય છે

image soucre

આ બધાની સાથે જ પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ ICU બેડની સંખ્યા હવે 0 થઈ ગઈ છે, 5 એપ્રિલ સાંજની સ્થિતિ અનુસાર ઓવરઓલ 6229 બેડમાંથી 3140 બેડ ખાલી હતા અને 792 વેન્ટિલેટરમાંથી 329 ખાલી હતા, જ્યારે કે ICU ના 1337 માંથી 671 બેડ ખાલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!