કોરોનાથી બચવા કાજોલના આ 5 ઉપાયોની ચારેબાજુ થઇ રહી છે ચર્ચા, જેમાં નંબર 1 અને 3 ખાસ વાંચજો કારણકે…

કોરોનાના કારણે આખો દેશ ટેંશનમાં છે. અને આ ટેંશનથી બૉલીવુડ પણ બાકાત રહી શક્યું નથી. એક એક કરીને ઘણા સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. તો પણ એ આ વાયરસ વિરુદ્ધ લોકોમાં જાગૃતતા ફેલાવી રહ્યા છે. લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી રહ્યા છે. એક્ટ્રેસ કાજોલે પણ લોકોને કોરોનાથી બચવાના 5 ઉપાય જણાવ્યા છે. પણ એમનો અંદાજ એટલો મજેદાર છે કે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને એ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

image socure

એકાદ બે દિવસ પહેલા જ બોલીવુડની જાણીતી અભિનેત્રીઓ અને અજય દેવગનની પત્ની કાજોલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી. કાજોલ અનુસાર જો તમે પણ આ 5 રુલને ફોલો કરશો તો તમે પણ કોરોના વાયરસથી સેફ રહી શકશો. એમની આ પોસ્ટને એમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

image source

કાજોલે આ પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ સાથે એમને એક ફોટો પણ શેર કર્યો છે જેમાં એ કારમાં બેઠેલી દેખાઈ રહી છે અને કારમાંથી જ બહાર ડોકું કરીને એ પોતાની પાંચેય આંગળીઓ બતાવી રહી છે. ફોટાની સાથે જ કેપ્સનમાં કાજોલે લખ્યું છે કે, આજના ટાઈમમાં હેલ્ધી રહેવાના પાંચ ઉપાય.

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol)

  • 1. પોતાના બંને હાથ અંદર રાખો.
  • 2. બારીનો કાચ ઉપર કરો.
  • 3. કાર ડ્રાઈવ કરો.
  • 4. ઘરે જાઓ.
  • 5. અને હવે ઘરની બહાર ન નીકળો.

તમે પણ જોઈ લો સોશિયલ મીડિયા પર કાજોલની આ પોસ્ટ.

image source

કાજોલની આ પોસ્ટ પરથી ચોખ્ખો જ અંદાજો લગાવી શકાય છે કે એ આ પોસ્ટ દ્વારા એ લોકોને ઘરમાં જ રહેવા અને કારણ વગર બહાર ન ફરવાની અપીલ કરી રહી છે. કાજોલની આ પોસ્ટને એમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને એમના ફેન્સ હાર્ટ ઇમોજી શેર કરીને પ્રેમ વરસાવી રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી છે કે તમારા ઉપાય ખૂબ જ ગમ્યા તો બીજા એક યુઝરે લખ્યું છે કે આજના ટાઈમ માટે જરૂરી રુલ્સ. એમની આ પોસ્ટ પર અત્યાર સુધી લાખો લાઇક્સ આવી ચુક્યા છે.

image soucre

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાજોલ છેલ્લે ફિલ્મ તાનાજી માં અજય દેવગનની પત્નીના પાત્રમાં દેખાઈ હતી. એ સિવાય હાલમાં જ એ નેટફ્લિક્સના ત્રિભંગમાં પણ જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!