કોરોના વેક્સીન માટે આધાર કાર્ડ જરૂરી, આ બાબતોનો રાખો ખ્યાલ

પીએમ મોદીએ શનિવારે કોરોના વેક્સીનની સમીક્ષા કર્યા બાદ દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશન શરૂ કરવાનું નક્કી કર્યું છે. કેન્દ્ર સરકાર લોકોને કોરાના વેક્સીન લગાવવા માટે કોવિન એપ પણ બનાવી ચૂકી છે. જેની પર સામાન્ય લોકોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. આ સાથે આધાર કાર્ડમાં આપેલા મોબાઈલ નંબરને પણ અપડેટ રાખવાનું જરૂરી છે. જે દિવસે તમને વેક્સીન આપવાની હશે તેને સંબંધિત મેસેજ તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આપવામાં આવશે. જો તમારો નંબર અપડેટ નહીં હોય તો તમારે અનેક મુસીબતોનો સામનો કરવો પડી શકે છે.

CoWIN APP પર આ રીતે કરો રજિસ્ટ્રેશન

image soucre

ગૂગલ પ્લે સ્ટોર પરથી તમે તેને ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. CoWIN APPને ડાઉનલોડ કર્યા બાદ તમારે તેમાં તમારી જાણકારી ભરવાની રહે છે અને નામ રજિસ્ટર્ડ કરવાનું રહે છે. રજિસ્ટ્રેશન માટે આઘાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા આઈકાર્ડની જરૂર રહે છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂરું કર્યા બાદ એપ પરની ગાઈડલાઈન્સ વાંચી લો. તેના પર તમારું નામ રજિસ્ટર કરીને પછી વેરિફિકેશનના સમય અને તારીખની જાણકારી મેળવો. CoWIN APPને તમે યૂનિક હેલ્થ આઈડી પણ જનરેટ કરી શકો છો.

આ રીતે લો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ

image source

પીએ મોદીએ કોરોના વેક્સીનેશનના ભાગ રૂપે તૈયાર કરાવેલી આ CoWIN APP પર અત્યાર સુધીમાં 79 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવીલીધું છે. તેમને શરૂઆતમાં વેક્સીન અપાશે.

2 કોરોના વેક્સીનની મળી છે મંજૂરૂ

image source

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા દેશમાં 2 કોરોના વેક્સીનને મંજૂરી મળી છે. આ બંને વેક્સીનમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની સ્વદેશી વેક્સીન કોવેક્સીનને પણ સામેલ કરાઈ છે.

image source

દુનિયાની સૌથી મોટી વેક્સીન કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશિલ્ડને માટે એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડની યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે. તો ભારત બાયોટેકે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદની સાથે મળીને કોવેક્સીને બનાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ