ફરજ: મેટરનીટી લિવ વધુ મળતી હોવા છતાં આ માતા પોતાની ફરજ બજાવે છે 108માં, પુત્રને હર્નિયાનું ઓપરેશન કરાવ્યું, પુત્રીને આંતરડામાં પાણીની ગાંઠની

ટ્વીન્સ બાળકો

image source

ભારત દેશમાં પોતાના પગ પસારી રહેલ નોવેલ કોરોના વાયરસના લીધે દેશમાં લોકડાઉનની સ્થિતી ચાલી રહી છે ત્યારે હોસ્પિટલ અને ઈમરજન્સી સેવાઓમાં કાર્યરત વ્યક્તિઓ આવા કપરા સમયમાં પણ પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સેવા કાર્ય કરી રહ્યા છે.

આજે અમે આપને અમદાવાદમાં ૧૦૮ની ઈમરજન્સી સેવા હેઠળ પોતાની ફરજ બજાવી રહેલ એક નર્સ જયા રાઠોડ પોતાના બે જુડવા બાળકોને પોતાના માતા-પિતા અને પતિ પાસે છોડીને દેશ પ્રત્યેની પોતાની ફરજ પૂરી કરે છે. જયા રાઠોડે ૫ મહિના પહેલા જ જુડવા બાળકોને જન્મ આપ્યો છે. જેમાં દીકરા વિહાનને હર્નિયાનું ઓપરેશન કરાવવાનું હતું જે થઈ ગયું છે જયારે દીકરી વિહાના આંતરડામાં પાણીની ગાંઠ સામે આવી છે વિહાનું ઓપરેશન હજી બાકી છે.

image source

જ્યાં આખા દેશના ડોક્ટર્સ અને નર્સીસ કોરોના વાયરસ સામે લડાઈ લડી રહ્યા ત્યારે પણ જયાને મેટરનીટી લીવમાં વધારો મળી રહ્યો હતો તેમ છતાં જયા રાઠોડે આ વધારાની લીવ નહી લેતા પોતાની ફરજ પર હાજર થઈ ગયા છે.

જયા રાઠોડ વધુ જણાવતા કહે છે કે, હું ૧૦૮ની ઈમરજન્સી સેવામાં વર્ષ ૨૦૦૯થી કાર્યરત છું. લગ્નના ૬ પછી IVF ટ્રીટમેન્ટ દ્વારા ગર્ભ ધારણ કર્યું હતું. માર્ચ, ૨૦૧૯માં ગર્ભ રહી જતા તેણીએ મેટરનીટી લીવ લઈ લીધી હતી. જયાએ પાંચ મહિના પહેલા જ જુડવા બાળકોને જન્મ આપ્યો છે. જુડવા બાળકોમાં જન્મેલ વિહાનનું ૩ માર્ચ, ૨૦૨૦ના રોજ હર્નિયાનું ઓપરેશન કરવામાં આવ્યું છે.

image source

જયારે દીકરી વિહાના આંતરડામાં પાણીની ગાંઠ થઈ ગઈ છે પરંતુ વિહાનું ઓપરેશન કરાવવાનું હજી બાકી છે. નોવેલ કોરોના વાયરસ સામે હાલમાં ડોક્ટર્સ અને નર્સીસ પહેલી હરોળમાં ઉભા રહીને પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે જયાએ પણ આવા સમયે બધાને સાથ આપવાનું નક્કી કરીને ૧ એપ્રિલના રોજ પોતાની મેટરનીટી લીવ પૂરી થતા જ ફરજ બજાવવા હાજર થઈ જાય છે.

હાલમાં બન્ને બાળકોની સંભાળ રાખવા માટે જયાએ પોતાના માતા-પિતાને સાથે રહેવા બોલાવી લીધા છે તેમજ જયાના પતિ પ્રવીણ સોલંકી રેલ્વે વિભાગમાં નોકરી કરી રહ્યા છે પરંતુ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું હોવાથી તેઓ પણ ઘરે રહીને બાળકોની સંભાળ લઈ રહ્યા છે.

image source

અત્યારે હું સવારના ૮ વાગ્યાથી રાતના ૮ વાગ્યા સુધી એમ ૧૨ કલાક સુધી પોતાની નોકરી પર ફરજ બજાવું છું. નોકરી પછી જયારે ઘરે જવ છું તો મારા પતિ કે પછી સાસુ દરવાજો ખોલે છે. ઘરે જતા જ સૌથી પહેલા હું નાહવા જતી રહું છે. તેમજ છેલ્લા એક અઠવાડિયાથી હું મારા બાળકોને અડી પણ નથી કે પછી રાતે સુવડાવ્યા પણ નથી. અત્યારે હું મારા જ બાળકો અંતર બનાવી રાખું છું. તેઓની સાથે હું દુરથી જ રમું છું.

image source

તેમજ મારા પતિ અમે માતા-પિતા અત્યારે બાળકો નાના હોવાથી અને તેઓ આ કોરોના વાયરસની મહામારીમાં મને નોકરી શરુ કરવાની મનાઈ કરી રહ્યા હતા. પણ મારું મન માન્યું નહી અને મેં આવા કપરા સમયમાં પણ નોકરી ચાલુ કરીને મારી ફરજ નિભાવી રહી છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ