જલ્સા કરોને જેંતીલાલ

કોરોના વાયરસનો ડર! ભોળાનાથને પહેરાવ્યો માસ્ક

ભક્તોને થઈ ભોળાનાથની ચિંતા પહેરાવ્યો શિવલીંગને માસ્ક – જુઓ તસ્વીર

image source

WHO દ્વારા ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસને મહામારી જાહેર કરી દેવામાં આવી છે. અને ભારતીય સરકારે પણ બહારના દેશો સાથેની સંપુર્ણ અવરજવર પર રોક લગાવી દીધી છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસો વધવા લાગ્યા છે તેવા સમયમાં વારાણસીના એક મંદીરમાં ભગવાન શિવને પણ કોરોના વાયરસના ઇન્ફેક્શનથી બચાવવા માટે માસ્ક પહેરાવવામાં આવ્યો છે.

image source

હા, તમે સાચું જ વાંચી રહ્યા છો. જગતના તારણહારને ભક્તો કોરોના વાયરસના પ્રકોપથી બચાવવા શિવલિંગને માસ્ક પહેરાવી દીધો છે. માત્ર તેટલું જ નહીં પણ ભક્તોને શિવલિંગને હાથ ન લગાવવાની પણ સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે.

વારાણસિમાં આવેલા આ મંદિરનું નામ છે પહલાદેશ્વર મહાદેવ. મંદિરમાં આરતી તેમજ પુજા વિગેરે વિધિનું કામ કરતાં પુજારી કૃષ્ણા આનંદે આ વિષે જણાવતા કહ્યું હતું કે સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કેસ ઉત્તોરત્તર વધી રહ્યા છે. અને લોકોને જાગૃત કરવાની તાતી જરૂર પડી છે તેવા ઉદ્દેશથી જ ભગવાન શિવને માસ્ક પહેરાવવામાં આવ્યો છે.

image source

જેમ ગરમીમાં મંદીરમાં ભગવાનને ઠંડક આપવા માટે એસીની વ્યવસ્થા કરવામાં આવી છે. શિયાળામાં ઠંડીથી ભગવાનને બચાવવા માટે ગરમ વાઘા પહેરાવવામાં આવે છે તેવી જ રીતે અમે ભગવાનને વાયરસથી બચાવવા માટે આ ઉપાય કર્યો છે અને ભક્તોને ભગવાનનો સ્પર્શ ન કરવાની સલાહ પણ આપીએ છે. કારણ કે ભગવાનને સ્પર્શવાથી વાયરસ ફેલાવાની ભીંતી વધી જાય છે. આ મંદીરમાં ઘણા ભક્તો માસ્ક પહેરીને પૂજા કરવા આવતા જોવા મળ્યા છે.

image source

આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં સમગ્ર ભારતમાં કોરોના વાયરસના કુલ 73 કેસ નોંધાઈ ચુક્યા છે. બુધવારે ભારતે બધા જ વિઝા કેન્સલ કરી નાખ્યા છે અને માત્ર કેટલીક કેટેગરી જેમ કે ડીપ્લેમેટીક તેમજ એમ્પ્લોયમેન્ટ વિઝાવાળાને જ સ્કેનીંગ કર્યા બાદ ભારતમાં પ્રવેશવા દેવામાં આવશે.

આ પ્રતિબંધ 15મી એપ્રિલ સુધી મુકવામાં આવ્યો છે કારણ કે દસ નવા કેસ તાજેતરમાં નોંધાયા છે અને તેને ગણીને ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 73 થઈ ગઈ છે. આ ઉપરાંત સરકારે દરેક ભારતીયને સલાહ પણ આપી છે કે બીનજરૂરી મુસાફરી કરવી નહીં.

image source

આ ઉપરાંત ભારતમાં રોગચાળો વધારે ફેલાય નહીં તે હેતુથી વિદેશથી જે કોઈ પણ મુસાફરો આવતા હશે તે પછી ભારતીય હોય કે વિદેશી હોય, જેઓ ચાઈનાથી આવતા હોય અથવા અગાઉ ચીન, ઇટાલી, ઇરાન, રીપબ્લીક ઓફ કોરિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી 15મી ફેબ્રુઆરી બાદ આવતા હોય તો તેમણે ઓછામાં ઓછા 14 દિવસ માટે સ્કેનીંગ માટે ક્વોરેટાઇન્ડ એટલે કે આઇસોલેશનમાં રાખવામાં આવશે.

image source

કોરોના વાયસરના ઇન્ફેક્શનની તપાસ માટે સમગ્ર દેશમાં કુલ 52 લેબની વ્યવસ્થા કરવાં આવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સ્વાસ્થ્ય અને સંશોધન વિભાગે મળીને આ લેબોરેટરીઝ બનાવી છે. મળેલા અહેવાલ પ્રમાણે દિલ્લી લેડી હોર્ડિંગ મેડીકલ કોલેજ ઉપરાંત દેશની વિવિધ જગ્યાઓ પર વાયરસ માટે સંશોધન અને નિદાન લેબ નમૂનાઓ ભેગા કરી રહી છે.

image source

કોરોનાવાયરસના વૈશ્વિક આંકડા પર એક નજર ફેરવવામાં આવે તો અત્યાર સુધીમાં 1.2 લાખ કન્ફર્મ્ડ કેસ નોંધાઈ ચુક્યા છે. તેમાંથી ઓછામાં ઓછા 4600 મૃત્યુ પામ્યા છે. જેમાંના મોટા ભાગના ચીનના છે. ઇરાન, ઇટાલી, સાઉથ કોરિયા અને યુ.એસમાં ઇન્ફેક્શન ધીમે ધીમે વધી રહ્યું છે. વાયરસની આ મહામારીના કારણે વૈશ્વક બજારોમાં પણ ભારે ઉથલપાથલ મચી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version