જલ્સા કરોને જેંતીલાલ

કોરોના વાયરસ: ઇટાલીમાં સતત કામ કરનાર નર્સોની આ હાલત જોઇને તમારી આંખોના ખુણા પણ થઇ જશે ભીના, જોઇ લો તસવીરોમાં

ઇટાલીમાં નર્સોની હાલત થઈ કફોડી – તસ્વીરોમાં જુઓ દયનીય સ્થિતિ

image source

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ ચૂકી છે અને વૈશ્વિક આર્થિક તંત્ર પણ માંડ માંડ શ્વાસ લઈ રહ્યું છે. અત્યાર સુધીમાં સૌથી ખરાબ સ્થિતિ ચીનની હતી પણ જેમાં હવે ધરખમ સુધારો જોવા મળ્યો છે પણ હાલ સૌથી વધારે ખરાબ સ્થિતિ ઇટાલીની છે.

ઇટાલીમાં મૃતકાંક પણ દિવસે દિવસે વધી રહ્યો છે અને પોઝિટીવ કેસોની સંખ્યા પણ વધી રહી છે. આજે સમગ્ર વિશ્વમાં કોરાનાગ્રસ્ત લોકોની સંખ્યા 1.79 લાખ સુધી પહોંચી ગઈ છે તે મૃતકાંક 7000ને વટી ગયો છે.

image source

જેમ જાન્યુઆરીની શરૂઆતમાં ચીનની વિડિયોઝ તેમજ તસ્વીરો સોશિયલ મડિયા પર વયારલ થઈ હતી તેવી જ હીતે હાલ ઇટાલીની કેટલીક તસ્વીરો તેમ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.

ઇટાલીમાં અત્યારે સૌથી વધારે ખરાબ કોઈની સ્થિતિ હોય તો તે છે ત્યાંના હોસ્પિટલના સ્ટાફની. તેઓ સતત 10-15 કલાક કામ કરી રહ્યા છે. અહીં હવે કોઈ શિફ્ટમાં કામ નથી કરી રહ્યું પણ દીવસરાત પોતાની ક્ષમતા બહાર કામ કરી રહ્યા છે. તાજેતરમાં એક ઇટાલીયન નર્સે પોતાની તસ્વીર શેર કરી છે. જેને જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે મેડિકલ સ્ટાફની સ્થિતિ કેટલી ખરાબ છે.

image source

સોશિયલ મિડિયા પર આ તસ્વીર આંતરરાષ્ટ્રિય સ્તરે વાયરલ થઈ રહી છે અને લોકો આ તસ્વીર જોઈને ઇટાલીના ડોક્ટર્સ તેમજ નર્સોના કામને બીરદાવી રહ્યા છે. આ તસ્વીર ઉત્તર ઇટાલીમાં આવેલા લોમ્બાર્ડીની એક હોસ્પિટલમાં કામ કરતી એક નર્સની છે. જેનું નામ છે એલીના પેગ્લિયારીની.

ઇટાલીયન પોલિટિક્સ એન્ડ સોસાયટીના ટ્વીટર અકાઉન્ટ પર આ તસ્વિર શેર કરવામાં આવી છે જ્યાં નર્સનું નામ લખવામાં આવ્યું છે અને એકધારા 10-12 કલાક કામ કર્યા બાદ નર્સ કેટલી થાકી ગઈ છે તે તમે આ તસ્વીરમાં જોઈ શકો છો.

જો કે નર્સ એલિના પોતાની તસ્વીર જોઈને થોડી નિરાશ થઈ છે. કારણ કે તે નથી ઇચ્છતી કે લોકો તેની નબળાઈ જુએ. જો કે તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તે સતત 24 કલાક સુધી કામ કરવાની ક્ષમતા ધરાવે છે. પણ તેણી હાલ એ બાબતને લઈને ચિંતિતિ છે કે તે એક એવા દુશ્મન (રોગ) સામે લડી રહી છે જેને તે જરાપણ ઓળખતી નથી.

બીજી બાજું મિલાનની પણ એક નર્સે પોતાની તસ્વીર શેર કરી છે. તેણીનું નામ છે એલેસિયા બોનારી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસ્વિર શેર કરી છે. જેમાં તેના ચહેરા પર એકધારું માસ્ક પહેરી રાખવાથી જે રેશીશ પડ્યા છે તે જોઈ શકાય છે. તેણે આ તસ્વીર શેર કરતાં એક લાંબી નોટ ઇટાલિયન ભાષામાં લખી છે જે આ પ્રમાણે છેઃ

‘હું એક નર્સ છું અને હાલ હું મેડિકલ ઇમર્જન્સીનો સામનો કરી રહી છું. હું પણ ભયભીત છું, પણ હું શોપીંગ માટે બહાર નથી જતી, મને કામે જતા પણ બીક લાગે છે. મને બીક લાગે છે કારણ કે માસ્ક ચહેરા પર બરાબર ટકતો નથી, અથવા તો બની શકે કે ગંદા મોજાથી મેં મારી જાતને અડી લીધી છે, અથવા એવું પણ બની શકે કે લેન્સે મારી આંકોને બરાબર કવર ન કરી હોય અને તેના કારણે આંખમાં કંક જતુ રહ્યું હોય

image source

હું શારીરીક રીતે થાકી ગઈ છું કારણ કે પ્રોટેક્ટિવ ડીવાઈઝીસ ખરાબ છે, લેબનો કોટ પહેરવાથી મને પરસેવો વળી રહ્યો છે અને એકવાર કોટ પહેર્યા બાદ હું લાંબા સમય સુધી બાથરૂમ પણ નથી જઈ શકતી અતવા તો સતત છ કલાક સુધી કંઈ પી પણ નથી શકતી. હું માનસિક રીતે પણ થાકી ગઈ છું, અને માત્ર હું જ નહીં મારા સાથીની પણ આવી જ સ્થિતિ છે અને તે પણ અઠવાડિયાઓથી. પણ આ બબાતો અમને અમારું કર્તવ્ય નિભાવતા નહીં રોકી શકે. હું મારી અને મારા દર્દીઓની સંભાળ રાખવાનું ચાલુ રાખીશ, કારણ કે મને મારી જોબ માટે ગર્વ છે અને તેના માટે ખૂબ પ્રેમ છે.

image source

જે કોઈ પણ આ વાંચી રહ્યું છે તેમને મારે એટલું જ કેહવું છે કે અમારા પ્રયાસોથી અકળાઓ નહીં, નિઃસ્વાર્થ બનો, ઘરે રહો અને આ રીતે જે લોકો સૌથી વધારે સંવેદનશીલ છે તેમનું રક્ષણ કરો. આપણે યુવાન લોકો કોરોનાવાયરસથી ઇમ્યુન નથી, આપણે પણ બીમાર પડી શકીએ છે અને સ્થિતિ તેના કરતાં પણ વધારે બગડી શકે છે, હું મારા ક્વોરેન્ટાઇન્ડ હાઉસમાં પાછા જવાની લક્ઝરી નથી ધરાવતી, મારે કામ પર જવું પડે છે અને મારી ફરજ નીભાવવી પડે છે, તમે તમારી ફરજ નીભાવો, હું તે માટે અરજ કરું છું. ’

કોરોનાવાયરસથી ઇટાલીના એક 59 વર્ષિય ડોક્ટરનું પણ મૃત્યુ થયું છે તેની નજીકની મિત્ર અને ઇટાલીના એમિલિયા-રોમાગ્ના રીજનની પીયાસેન્ઝા હોસ્પિટલમાં નર્સની ફરજ બજાવતી નર્સે આ સ્થિતિ અને તેના અનુભવોને વર્લ્ડ વોર સાથે સરખાવ્યા છે.

image source

તેણી જણાવે છે કે આ એક યુદ્ધ છે પણ તેને તમે પરંપરાગત હથિયારોથી નથી લડી શકતા. એક માત્ર જો કોઈ હથિયાર હોય તો તે છે સ્થિતિને ઓર વધારે ખરાબ થતાં અટકાવવી અન તે તમે ઘરે જ રહીને કરી શકો છો, તમારે સરકાર દ્વારા નક્કી કરવામા આવેલા નિયમોનું પાલન કરવાનું છે, ચીનના લોકોએ જે કર્યું તે જ કરવાનું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version