કોરોના સંકટમાં જલ્દી જ મળશે ખાસ કોવિડ પાસપોર્ટની સુવિધા, જાણો તમામ માહિતી

દેશ અને દુનિયામાં કોરોનાનું સંકટ અટકવાનું નામ લઈ રહ્યો નથી ત્યારે એરલાઈન્સની સુવિધાઓને લઈને એક ખાસ નિવેદન આવ્યું છે. જેનાથી કોરોના સંકટમાં પણ યાત્રીઓની મુસાફરીને સરળ બનાવવાનો પ્રયાસ કરાયો છે.

image source

યાત્રીઓ માટે કોવિડ પાસપોર્ટ તૈયાર કરાયો છે. આ કોવિડ પાસપોર્ટને હેલ્થ પાસ કહેવામાં આવે છે. ગ્લોબલ એરલાઈન્સ લોબી એક મોબાઈલ એપ પર કામ કરી રહી છે જે એક ડિજિટલ પાસપોર્ટની જેમ કામ કરશે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે જલ્દી જ આ કોરોના પાસપોર્ટ લાગૂ કરાશે.

image source

ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોશિયેશને એક નિવેદનમાં કહ્યું છે કે તેઓ ઈન્ટરનેશનલ એરલાઈન્સ ગ્રૂપની સાથે મળીને કોવિડ પાસપોર્ટને લાગૂ કરવાની યોજના પર કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ હેલ્થ પાસનું ટ્રાયલ જલ્દી જ શરૂ કરાશે. કોવિડ પાસપોર્ટના કારણે યાત્રીઓને વિદેશથી આવ્યાના 14 દિવસ બાદ ક્વોરેન્ટાઈનની શરતોનું પાલન કરવાની જરૂર રહેશે નહીં. ક્વોરેન્ટાઈનના ડરથી આંતરરાષ્ટ્રિય ફ્લાઈટ્સમાં ઘટાડો થયો છે જેના કારણે દેશ વિદેશની એરલાઈન્સ પર આર્થિક રીતે અસર થઈ રહી છે.

જાણી લો કોવિડ પાસપોર્ટ અને કઈ રીતે કરશે તમારી મદદ

image source

આ પાસપોર્ટને એક રીતનો હેલ્થ પાસ કહેવામાં આવે છે. ગ્લોબલ એરલાઈન્સ લોબી એક મોબાઈલ એપ પર કામ કરી રહી છે જે એક ડિજિટલ પાસપોર્ટની જેમ કામ કરશે. એપમાં કોવિડ 19નો ટેસ્ટ અને વેક્સીનેશન સર્ટિફિકેટ હશે જેનાથી યાત્રીઓને વિદેશની યાત્રા કરવામાં કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. આ સિવાય એપમાં યાત્રીના પાસપોર્ટની એક ઈલેક્ટ્રોનિક કોપી હશે જેનાથી તેની સાચી ઓળખ કરી શકાશે.

image source

મંગળવારે આઈએટીએની એજીએમની મિટીંગમાં 2020માં એરલાઈન્સ ઈન્ડસ્ટ્રીની સમીક્ષા કરાઈ. તેમાં 118.5 બિલિયન ડોલરના નુકસાનનું અનુમાન કરાયું છે. વર્ષ 2021માં 38.7 બિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે 2019ની સરખામણીએ હાલમાં આ ઈન્ડસ્ટ્રી 90 ટકા નુકસાનીમાં ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ