ગુજરાતના આ ધનિકે કોરોનાની મંદીમાં પણ દરરોજ કરી 458 કરોડની કમાણી, અનેક ધનિકોને પાછા પાડીને મારી બાજી

આપણા દેશના સૌથી ધનિક વ્યક્તિઓમાં મુકેશ અંબાણીનું નામ ટોપ પર છે પણ ચાલુ વર્ષે દરરોજની કમાણીના આધારે દેશની સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને આ વ્યક્તિએ પાછળ છોડી દીધા છે. અને એ વ્યક્તિ છે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર જાન્યુઆરીથી 28 નવેમ્બર સુધી અદાણીની નેટવર્થ 1.52 લાખ કરોડ રૂપિયા વધીને 2.35 લાખ કરોડ રૂપિયા થઈ છે.

image source

છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસે પોતાનો પ્રકોપ ફેલાવ્યો છે જેની અસર નાના નાના વેપારીઓને જ નહીં મોટા મોટા બિઝનેસમેનને પણ થતી જણાઈ છે. કોરોના આ કપરા કાળમાં મોટા ભાગના ધનિકોની સંપત્તિ ઘટી ગઈ છે. પણ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી આ ગણતરીમાં અપવાદરૂપ સાબિત થયા છે.

image source

અદાણીએ ચાલુ વર્ષે દરરોજની કમાણીની રીતે દેશની સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર જાન્યુઆરીથી 28 નવેમ્બર સુધી અદાણીની નેટવર્થ 1.52 લાખ કરોડ રૂપિયા વધીને 2.35 લાખ કરોડ રૂપિયા થઈ છે. આમ જો ગણતરી કરીએ તો અદાણીએ આ વર્ષમાં અત્યાર સુધી દરરોજ 458 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

image source

તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં અદાણીની નેટવર્થમાં અત્યાર સુધી 183%નો અધધ…વધારો થયો છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેર 552% સુધી ઉછળ્યા છે.

image source

બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી દુનિયાની 41મી અને ભારતની બીજા નંબરની સૌથી ધનિક વ્યક્તિ છે. આ લિસ્ટમક દેશની સૌથી ધનિક વ્યક્તિમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી 5.44 લાખ કરોડ રૂપિયા સાથે પહેલા નંબરે છે. 2020માં અંબાણીની નેટવર્થ 1.10 લાખ કરોડ રૂપિયા વધી છે. દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ ની સંપત્તિ 13.82 લાખ કરોડ રૂપિયા છે.

image source

ભારતીય શેરબજારોમાં અદાણી ગ્રૂપની કુલ છ કંપનીઓ લિસ્ટેડ છે. અદાણી એન્ટરપ્રાઈઝનું સૌપ્રથમ લિસ્ટિંગ 1994માં થયું હતું. ત્યાર બાદઅન્ય કંપનીઓને અલગ કરીને અદાણી એન્ટરપ્રાઈઝથી અલગ અનેક કંપનીઓનું શેરબજારમાં લિસ્ટિંગ થયું.

image source

અદાણી ગ્રૂપની છ કંપનીઓમાંથી અદાણી ગ્રીન એનર્જીનું માર્કેટકેપ સૌથી વધુ 1.75 લાખ કરોડ રૂપિયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધી કંપનીના શેરોએ રોકાણકારોને 552% રિટર્ન આપ્યું છે. બીએસઈમાં 28 નવેમ્બરની માહિતી અનુસાર અદાણી ગ્રૂપની કુલ કંપનીઓનું કુલ માર્કેટકેપ 3.97 લાખ કરોડ રૂપિયા રહ્યું. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટકેપ 174.14 લાખ કરોડ રૂપિયા રહ્યું.

અદાણી ગ્રુપની કંપનીના ચઢતા શેર રેટના કારણે કંપનીના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ આ વર્ષે આશ્ચર્યજનક રીતે વધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ