કોરોનાના કેસમાં આવેલા ઉછાળા વચ્ચે WHO એ કર્યું મોટું નિવેદન – આ દવાઓનો ઉપયોગ ટાળવા કહ્યું
17મી નવેમ્બરના રોજ કોરોના વાયરસે દુનિયામાં માથું ઉંચક્યું તેને એક વર્ષ થઈ ગયું અને હજુ સુધી સ્થિતિમાં કોઈ જ સુધારો જોવા મળ્યો નથી. વેક્સિન શોધવા માટે દુનિયાના વિવિધ દેશોમાં યુદ્ધના ધોરણે સંશોધન થઈ રહ્યા છે તેમ છતાં કશું જ નક્કર હજુ સુધી હાથ નથી લાગ્યું. આ બિમારીના લક્ષણો એકધારા બદલાઈ રહ્યા છે અને તેના અવનવા લક્ષણો પણ દિવસેને દિવસે બહાર આવી રહ્યા છે માટે આ બિમારી એટલે કે વાયરસને કોઈ એક વ્યાખ્યામાં કેદ કરી શકાય તેમ નથી. એવા ઘણા બધા કેસ થયા છે જેમાં એક પણ લક્ષણ ન જણાવા છતાં પણ લોકોનો કોરોના ટેસ્ટ પોઝીટિવ આવ્યો છે તો ઘણી વાર શરદી ઉધરસ હોવા છતાં પણ ટેસ્ટ પોઝિટિવ નથી આવ્યા.

આમ આ વાયરસને અલગ તારવવો ઘણો અઘરો રહ્યો છે. અને તાજેતરમાં જ ભારતમાં દિવાળીનો મોટો તહેવાર આવી ગયો અને આ દરમિયાન લોકો તેમજ તંત્ર દ્વારા પણ ઘણી બેદરકારી દાખવવાંમાં આવી છે અને જેના કારણે કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 45882 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસને લઈને લોકો આયુર્વેદિકથી માંડીને એલોપથીના ઉપચાર કરી રહ્યા છે અને આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHO દ્વારા એક ચિંતા ઉપજાવનાર સમાચાર આવ્યા છે. WHOની પેનલે જણાવ્યું છે કે ગિલિયડની દવા રેમડિસિવર હોસ્પિટલમાં દાખલ કરવામા આવેલા કોવિડ-19ના દર્દીઓ માટે નથી. તેમના માટે આ દવાઓ યોગ્ય નથી પછી ભલે તેઓ ગમે તેટલા બિમાર કેમ ન હોય.

યુરોપના ઘણા બધા દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે અને ત્યાં કેટલાક શહેરોમાંથી ફરીથી લોકડાઉન પણ જાહેર કરવામા આવ્યું છે. અને ભારતમાં પણ સ્થિતિ જરા પણ કાબુમાં નથી રહી. મળેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 45882 લોકો કોરનાના સંક્રમણનનો શિકાર બન્યા છે. હાલ ભારતમાં 4,43794 કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેની સામે 84, 28,410 કોરોના દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 584 લોકો કરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. આમ ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 1,32,162 લોકો મૃત્યુ પામ્યા છે જે એક ચિંતાજનક આંકડો છે.
Remdesivir – રેમડેસિવિર ન વાપરવી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સલાહ

કોરોના વાયરસની હજુ સુધી કોઈ જ ચોક્કસ સારવાર પદ્ધતિ મળી નથી. તબીબો પોતાના જ્ઞાન પ્રમાણે તેમજ લેટેસ્ટ સંશોધનોને ધ્યાનમા રાખીને કોરોના પેશન્ટની સારવાર કરી રહ્યા છે. હાલ લોકો કોરોનાની રસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ ત્યાં સુધી લોકોએ સારવાર પર જ નિર્ભર રહેવું પડી રહ્યું છે. આ બધા વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એક પેનલે જણાવ્યું છે કે ગિલિયડની દવા રેમડેસિવિરને હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોના પેશન્ટને આપી શકાય નહીં. પછી તેઓ આ વાયરસથી ગમે તેટલા ગંભીર રીતે ગ્રસ્ત કેમ ન હોય.

પેનલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમની પાસે એવા કોઈ જ પુરાવા નથી કે જે સાબિત કરી શકે કે આ દવાથી દર્દીઓની સ્થિતિ વાસ્તવમાં સુધરે છે કે નહીં. ડબલ્યુએચઓ દ્વારા જણાવવામાં આવેલી ગાઇડલાઇ પ્રમાણે આ પેનલને એવા પુરાવાનો અભાવ જોવા મળ્યો છે જે સાબિત કરી શકે કે રેમડેસિવિરે મૃત્યુદરમાં ઘટાડો કર્યો હોય કે પછી તેને લેવાથી વેન્ટિલેટરની જરૂર ઓછી પડી હોય.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવમાં આવેલા આ નિવેદનના કારણે લોકોને એક મોટો ઝાટકો લાગ્યો છે અને દવા માટે પણ આ નિવેદન ઝાટકા સમાન જ છે. તમને યાદ અપાવી દઈએ કે ઉનાળામાં જ્યારે કોવિડ-19ને સમગ્ર વિશ્વમાં માથું ઉંચક્યુ હતુ ત્યારે રેમડેસિવિરે દુનિયાભરમાં સારવાર બાબતે આશા જન્માવી હતી અને તેનાથી અસર થાય છે તેવું દર્શાવવામા આવ્યુ હતું. પણ હવે જ્યારે ડબલ્યુએચઓ દ્વારા આ નિવેદન આપ્યું ત્યારે એક ઝાટકો લાગ્યો છે. ગયા ઓક્ટોબરના અંતમાં ગિલિયડે 2020ની સાલના રેવેન્યુ ફોરકાસ્ટમાં કાપ મૂક્યો અને તે માટે તેમણે રેમડેસિવિરના વેચાણની તેમની ધારણા કરતાં ઓછી માગણી તેમજ મુશ્કેલીઓનો હવાલો આપ્યો હતો.

તમને એ જણાવી દઈએ કે રેમડેસિવિર એન્ટીવાયરલ દવા આખા વિશ્વમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર માટેની અધિકૃત બે દવાઓમાંની એક છે. પણ હવે જ્યારે WHO દ્વારા તેની અસરને લઈને આટલું મોટું નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે આ દવાનું પહેલાં જેટલું મહત્ત્વ નથી રહેતું. WHOની આગેવાનીવાળા પરીક્ષણે ગયા મહિને દર્શાવ્યું કે 28 દિવસના મૃત્યુદર પર આ દવાની કોઈ પ્રભાવશાળી અસર જોવા નથી મળી.

તમને એ પણ જણાવી દઈએ કે જ્યારે ટ્રમ્પને કોરોના થયો હતો ત્યારે તેમના પર જે દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાંની એક આ દવા આ પણ હતી. શરૂઆતના અહેવાલો પ્રમાણે આ દવાનો ઉપયોગ કરવાથી દર્દીના રિકવરી સમયમાં ઘટાડો થતો હોવાનું કહેવામાં આવ્યું હતું. તમને એ પણ જણાવી દઈએ કે આ દવાનો ઉપયોગ દુનિયાના 50 કરતાં પણ વધારે દેશોમાં કોવિડ-19ના દર્દીઓ માટે અધિકૃત રીતે કરવામાં આવે છે. બીજી બાજુ ગિલિયડે સોલિડેરિટિ ટ્રાયલના પરિણામો પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.
નથી થતી રેમડેસિવિરથી દર્દીઓ પર કોઈ અસર

WHOના ગાઇડલાઇન ડેવલપમેન્ટ ગૃપની પેનલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ દવાની ભલાણમ એક પુરાવાની સમીક્ષા પર આધારિત હતી. આ પરિક્ષણમાં કોવિડ-19ના હોસ્પિટેલમાં દાખલ થયેલા 7000 કરતાં પણ વધુ દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ રેન્ડમાઇઝ્ડ ટ્રાયલ ડેટા પરથી મળેલા પુરાવાની સમીક્ષા કર્યા બાદ પેનલે આ નિવેદન આપ્યું છે કે રેમડેસિવિરની દર્દીઓ કે તેમના મૃત્યુદર કે પછી અન્ય મહત્ત્વના પરિણામો પર કોઈ જ સાર્થક અસર જોવા નથી મળી અને તે પ્રશાશન માટે જટિલ તેમજ મોંઘી પણ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ