કોરોનાને લઈ ગંભીર સમાચાર, અમદાવાદ બાદ આ શહેર પણ ફફડી ઉઠ્યું, ચેપ ના વધે એ માટે લેવાયા આવા આકરા નિર્ણય

હાલમાં અમાદાવાદમાં હાલત અતિ ગંભીર છે અને સરકારે પણ ઘણા નિર્ણયો કર્યા છે. હવે પછી 60 કલાકનું કરફ્યુ પણ લાદવામાં આવ્યું છે કે જેથી કોરોનામાં રાહત અનુભવાય. બધા જાણે છે એમ કે દિવાળીના તહેવાર દરમિયાન લોકોની ભીડના કારણે કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે. તેમાં પણ અમદાવાદમાં તો કોરોના બોમ્બ ફૂટ્યો છે અને રાફડો ફાટ્યો છે. પરંતુ ખરાબ સમાચાર એવા છે કે અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોના સંક્રમણ ફરી એકવખત વધે શકે તેવી ભીતિ સર્જાઇ છે. ત્યારે તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

image source

હાલમાં કામગીરી અને પગલાંની વાત કરવામાં આવે તો, તહેવારોને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા દ્વારા દરરોજ 8,000થી લઇ 9,000 સુધીની કોરોના ટેસ્ટિંગ દરરોજ કરવામાં આવી રહી છે. દર રોજ આશરે 150 જેટલા પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા છે. એ સિવાય વધારે વિગતે વાત કરીએ તો, 71 ટેસ્ટિંગ કેન્દ્રો પર મોટા પ્રમાણમાં કોવિડના ટેસ્ટિંગ આ અંગે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

image source

તેમજ એક નિર્ણય એવો પણ લીધો છે કે, ગીચ વિસ્તાર સહિત ભીડભાડ વાળા વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારે કરવામાં આવે છે. સુરત રેલ્વે સ્ટેશન બસ સ્ટેશન સહિત કુલ 71 ટેસ્ટિંગ કેન્દ્રો પર મોટા પ્રમાણમાં કોવિડના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યા છે. વધારે વાત કરતાં સુરત તંત્રએ જણાવ્યું હતું કે સુરતના પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં કોવિડ બેડ સંખ્યા 7,750 જેટલી છે. જેમાંથી 7,200 જેટલા બેડ ખાલી છે અને 550 બેડ પર દર્દીઓની સારવાર ચાલી રહી છે. 56 ઓક્સિજન પર છે. 10 બાયપેપ અને 5 વેન્ટિલેટર પર છે. સાથે જ 80 ધનવતરી રથ દ્વારા પર ટેસ્ટિંગ કરાઈ રહી છે.

image source

શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારની સવારે 6 વાગ્યા સુધી એમ સતત 60 કલાક સુધી અમદાવાદમાં કરફ્યૂ રહેશે. અને સોમવારે રાત્રિથી ફરીથી નાઈટ કરફ્યૂ (રાત્રે 9-સવારે6) લાગુ પડશે. એનો મતલબ કે અમદાવાદમાં હવે શનિવાર અને રવિવારે પણ કરફ્યૂ લાગુ પડશે. કરફ્યૂ દરમિયાન દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે બાકીની તમામ દુકાનો બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, 1 ઓગસ્ટે અમદાવાદમાંથી કરફ્યૂ હટાવાયો હતો. જે બાદ હવે કેસો વધતાં ફરીથી નાઈટ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. હવે અગાઉની જેમ જ જો રાત્રે તમે કરફ્યૂના સમયગાળા દરમિયાન બહાર ફરતાં દેખાશો તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે. મેડિકલ સહિતની તમામ દુકાનો બંધ રહેશે.

image source

આ મામલે અમદાવાદના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ પરિપત્ર બહાર પાડ્યો છે. અને આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ કરફ્યૂ લાગુ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. એનો મતલબ કે હવે લાંબા સમય સુધી નાઈટ કરફ્યૂ લાગુ પડે તેવી સંભાવનાઓ છે. અમદાવાદમાં સાડા ત્રણ મહિના પછી ફરીથી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 400 બેડ ખાલી છે. અને સરકારી હોસ્પિટલમાં 2237 બેડ ખાલી છે. અમદાવાદમાં વધુ 20 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. કરફ્યૂ દરમિયાન રિક્ષાઓ અને ટેક્સીઓ પણ બંધ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ