કોરોનાને માત આપવા ભારતે કરી જોરદાર તૈયારી, જાણો કેટલા કરોડ ડોઝનું કરી દીધું બુકિંગ

દેશ અને દુનિયામાં કોરોના પગપેસારો કરી રહ્યો છે ત્યારે લોકો વેક્સીન માટે આશા રાખી રહ્યા છે. આ સમયે અનેક કંપનીઓ તેમની વેક્સીનના છેલ્લા ટ્રાયલમાં છે. મળતી માહિતી અનુસાર ભારત વેક્સીનની ખરીદીમાં ત્રીજા નંબરે છે. અમેરિકા પ્રથમ ક્રમે અને યૂરોપીય યુનિયન બીજા ક્રમે છે.

image soucre

એડવાન્સમાં કોરોના વેક્સીનની ડીલ ફાઈનલ કરનારા દેશોમાં યુનાઈટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન બાદ ભારતનો નંબર ત્રીજો છે. શોધમાં જાણવા મળ્યું છે તે કોરોના વેક્સીનના અત્યાર સુધીમાં 8 અરબથી વધારે ડોઝનું બુકિંગ થઈ ચૂક્યું છે. શોધમાં એમ પણ કહેવાયું છે કે એડવાન્સ કમિટમેન્ટમાં નાના અને મધ્યમ આવક વાળા દેશો સુધી વેક્સીનને પહોંચાડવામાં તકલીફ આવી શકે છે.

કયા દેશે કેટલા ડોઝ કર્યા ફાઈનલ

image soucre

ભારતે જ્યાં 150 કરોડ વેક્સીનના ડોઝની ડીલ ફાઈનલ કરી ત્યારે જ યુરોપિયન યુનિયને પણ 1.2 અરબ વેક્સીન અને અમેરિકાએ 1 અરબની ડીલ ફાઈનલ કરી છે.

image soucre

અમેરિકાએ દોઢ અરબ વેક્સીન તો યુરોપિયન યુનિયને 7 કરોડ ડોઝની સંભાવિત ખરીદીની ડીલ કરી છે. અમેરિકા તેની તમામ આબાદીને એકથી વધુ વખત વેક્સીન આપવાની યોજના બનાવી રહ્યું છે. આ સિવાય અમેરિકા અને યુરોપિયન યુનિયને અલગ વેક્સીન ડોઝની સંભાવિત ખરીદીની ડીલ કરી છે.

image soucre

આ સાથે અન્ય અનેક વેક્સીન પણ તૈયાર થઈ ચૂકી છે.અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલમાં તેનો ઉલ્લેખ કરાયો છે. વેક્સીનના ડોઝનું પ્રી બુકિંગ શરૂ થયું છે. અને સાથે જ કંપનીઓનું વેક્સીનનું ઉત્પાદન પણ શરૂ થઈ ચૂક્યું છે. અનેક દેશ વેક્સીન બનતાં જ તેના ડોઝ બુક કરાવી રહ્યા છે જેથી વહેલી તકે તેમના નાગરિકોને વેક્સીન મળી રહે અને કોરોનાનો ખતરો ઘટી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ