જલ્સા કરોને જેંતીલાલ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક, છેલ્લા 24 કલાકમાં 1281 પોઝિટિવ કેસ, મોતનો આંકડો જાણીને આંખો થઇ જશે પહોળી

તહેવારોની સિઝન બાદ ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ હવે જેમ-જેમ દિવાળીનો તહેવારો પતી રહ્યા છે અને લોકો બેફીકર બની ખરીદી માટે બજારોમાં ઉભરાયા હતા તેની સીધી અસર કોરોનાના કેસમાં જોવા મળી રહી છે.

image soucre

આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં ઉછાળો જોવા મળ્યો છે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1281 પોઝિટિવ કેસ આવ્યા છે. આમ 40 દિવસ બાદ ફરી 1275થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા 8 ઓક્ટોબરે 1,278 કેસ નોંધાયા હતા. તેમજ 8 દર્દીના મોત થયા છે. આ સાથે જ 29 દિવસ બાદ 8 દર્દીના મોત થયા છે. આ પહેલા 20 ઓક્ટોબરે 8 દર્દીના મોત થયા હતા. તેમજ 1,274 દર્દી સાજા થયા છે. જ્યારે રિકવરી રેટ 91.50 ટકા થયો છે.

કુલ કેસોની સંખ્યા વધીને 1,91,642 ને પાર

image soucre

ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 1,91,642એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 8 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3823એ પહોંચ્યો છે. જ્યારે 1274 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.50 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 54,256 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

image soucre

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 207, સુરત કોર્પોરેશન 181, વડોદરા કોર્પોરેશન 104, રાજકોટ કોર્પોરેશન 96, રાજકોટ 65, બનાસકાંઠા 64, મહેસાણા 45, સુરત 43, પાટણ 42, ગાંધીનગર કોર્પોરેશન 38, વડોદરા 38, દાહોદ 35, ખેડા 26, મહીસાગર 25, અમરેલી 23, ગાંધીનગર 21, પંચમહાલ 18, જામનગર કોર્પોરેશન 17, જામનગર 16, સુરેન્દ્રનગર 15, આણંદ 14, મોરબી 14, અમદાવાદ 13, નર્મદા 13, ભાવનગર કોર્પોરેશન 12, કચ્છ 12, ભરૂચ 11, જુનાગઢ કોર્પોરેશન 11, સાબરકાંઠા 11, ગીર સોમનાથ 9, જુનાગઢ 9, તાપી 7, અરવલ્લી 6, બોટાદ 5, છોટા ઉદેપુર 5, દેવભૂમિ દ્વારકા 4, ભાવનગર 2, નવસારી 2, પોરબંદર 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

83 દર્દી વેન્ટિલેટર પર

image soucre

આજે અમદાવાદ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 1, પાટણ 1 વ્યક્તિના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 69 લાખ 78 હજાર 249 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1 લાખ 91 હજાર 642ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,823એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 75 હજાર 362 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12457 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 12,374 દર્દીની હાલત સ્થિર છે.

image soucre

તો બીજી તરફ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,75,362 નાગરીકો સાજા થઈ ગયા છે. 3823ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 12,457 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 83 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 12,374 સ્ટેબલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version