OHHH! આ દેશમાં કોરોનાનો નવો પ્રકાર પહેલા કરતા પણ છે વધુ ઘાતક, 1 હજારથી વધુ કેસ આવ્યા સામે

બ્રિટનના આરોગ્ય સચિવ મેટ હેનકોકે કહ્યું છે કે દેશમાં નવા પ્રકારના કોરોના વાયરસની ઓળખ થઈ છે, જે ઇંગ્લેન્ડના દક્ષિણ પૂર્વમાં ઝડપથી ફેલાય રહ્યો છે. તેમણે સોમવારે હાઉસ ઓફ કોમન્સમાં કહ્યું કે નવા પ્રકારનાં કોરોના વાયરસ, સારેસકોવ2 ના અત્યાર સુધીમાં 1000 થી વધુ કેસ સામે આવી ચુક્યા છે.

image source

કોરોના હજુ છે જ અને હવે કોરોના પહેલા કરતા પણ વધુ ઘાતક બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિજ્ઞાન સંશોધનમાં સ્પષ્ટ છે કે તમામ પ્રકારનાં વાઇરસ એક વખત ઉત્પન થયા પછી કાયમ માટે રહે છે અને જે રીતે માનવીય શરીર કોઇ પણ વાઇરસ સામે લડવા માટે પોતાની રીતે શારીરીક રસાયણો બનાવી રોગ પ્રતિકારતા મેળવે છે તેવી જ રીતે વાઇરસ પણ પોતાની જાતને માનવ શરિરની રોગ પ્રતિકારતા સામે લડવા માટે સ્વયંમ સક્ષમ બનાવે છે.

નવા પ્રકારનો કોરોના વધુ ઝડપથી પ્રસરે છે

image source

વિડંબના તો તે છે કે, જૂના પ્રકારનાં કોરોના એટલે કે Covid-19 કરતા આ નવા પ્રકારનો કોરોના વધુ ઝડપથી પ્રસરે છે. સાઉથ ઈસ્ટ ઈંગ્લેન્ડમાં આ નવા પ્રકારનો કોરોના ઝડપથી ફેલાય રહ્યો છે. કોરોના સામેની રસી તો જ્યારે પ્રમાણભૂત થાય ત્યારે પરંતુ આ ઝડપથી પ્રસરી રહેલા આ નવા પ્રકારના કોરોનાનાં એટેકથી ફરી એક વખત વિશ્વ ચિંતા જોવામાં આવી રહ્યું છે. UKની સંસદમાં સાંસદ અને આરોગ્ય સચિવ મેટ્ટ હેનકોક દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે હાલ અમારી પાસે કોઈ સબૂત નથી કે આ નવા વાયરસ પર વેક્સિનની અસર કેવી થશે. આ નવા વાયરસનો પહેલો કેસ ગયા સપ્તાહે કેંટમાં સામે આવ્યો હતો. તેમણે કહ્યું, હજી સુધી એવું કંઈ નથી સાંમે આવ્યું કે જેનાથી કહી શકે કે સારસ્કોવ -2 વધુ ગંભીર બીમારીનું કારણ બની શકે છે. અને વર્તમાન તબીબી સલાહ મુજબ, આ વાતની સંભાવના બહુ જ ઓછી છે કે કોરોના વાયરસના આ નવો પ્રકાર દેશમાં લોકોને આપવામાં આવતી રસીનો પ્રભાવ ન પડે.

કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધો લગાવાયા

image source

હેનકોકે કહ્યું કે પોર્ટન ડાઉનમાં સ્થિત કેન્દ્ર પર વૈજ્ઞાનિકો તેનો અભ્યાસ કરી રહ્યા છે. બીજી તરફ, દક્ષિણી ઇંગ્લેંડમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, તેમણે જાહેરાત કરી કે બુધવારે (સ્થાનિક સમય) મધ્યરાત્રિથી લંડન અને હર્ટફોર્ડશાયર અને એસેક્સના કેટલાક ભાગોમાં સૌથી સખત ત્રીજા તબક્કાના પ્રતિબંધો લાગુ કરવામાં આવશે.

image source

તેમણે કહ્યું કે નિષ્ણાતોને હજી સુધી એ ખબર નથી પડી કે નવા પ્રકારનાં કોરોનાનો પ્રસાર ક્યાં સુધી ફેલાયો છે. પરંતુ, કારણ ગમે તે હોય, આપણે ઝડપી અને નિર્ણાયક નિર્ણયો લેવાની જરૂર છે. દુર્ભાગ્યે, આ જીવલેણ રોગચાળોને ફેલાતો અટકાવવા માટે તે ખૂબ મહત્વનું બની ગયું છે જ્યારે રસી પણ મુકવામાં આવી રહી છે.

રસીમાં કોઈ ફેરફાર કરવામાં નહિ આવે

image source

બ્રિટને આ સંદર્ભે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ને જાણ કરી દીધી છે. યુનિવર્સિટી ઓફ એક્સેટરના સિનિયર ક્લિનિકલ લેક્ચરર ડો.ભારત પંખાનિયાનું કહેવુ છે કે મને પૂરો વિશ્વાસ છે કે આ નવા પ્રકારના કોરોના વાયરસના કારણે આપણે આપણી રસીમાં કોઈ બદલાવ કરવાની જરૂર નહિ પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ