જાણો શા માટે એક દિવસમાં માત્ર આટલા જ લોકોને આપી શકાશે વેક્સિન….

બ્રિટેન, રશિયા અને અમેરિકામાં કોરોના વેક્સીનની સફળતા બાદ હવે બધાની નજર ભારતમાં આવનેરી કોરોના વેક્સીન પર ટકી છે. વેક્સિન આવતા પહેલાં ભારત સરકાર તેના ટીકાકરણની યોજના પર કામ કરી રહી છે. જો કે સરકારે આ કામ માટે રાજ્ય સરકારોની પણ મદદ માંગી છે, પણ આ દરમિયાન એવી ખબર મળી છે કે ભારતમાં કોરોના વેક્સિન આવ્યા બાદ એક દિવસમાં 100 લોકોને જ વેક્સીન આપવામાં આવશે.

ભીડને જોતાં સરકાર યોજના બનાવી રહી છે.

image source

એક ઇંગ્લીશ વેબસાઇટ પર મુકવામાં આવેલા સમાચાર પ્રમાણે, સરકાર એક ટીકાકરણ સેન્ટર પર 5 લોકો ઉભા રાખશે. દરેક સેંટર પર દિવસમાં 100 લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. સરકારે આ નિર્ણય કોઈ પણ પ્રકારની ભીડથી બચવા માટે લીધો છે. જો કે સરકારમાં ટીકાકરણને ઝડપી બનાવવા માટે કમ્યુનીટી હૉલ અને ટેંટ લગાવવાની વ્યવસ્થા કરવાની પણ યોજના છે.

રાજ્ય સરકાર સાથે યોજના પાર પાડશે કેન્દ્ર સરકાર

image soucre

આ ઉપરાંત જો કોઈના પર વેક્સીનની ખોટી અસર જોવા મળશે તો તેના માટે એક ખાસ ઓરડાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ બધી જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયે SOP હેઠળ રાજ્ય સરકારો સાથે શેર કરી છે. SOP પ્રમાણે, દરેક ટીકાકરણ કેન્દ્ર પર એક ગાર્ડ સહીત 5 લોકો મુકવામાં આવશે અને 3 ઓરડા વેઇટિંગ, વેક્સિનેશન અને ઓબ્ઝર્વેશન માટે હશે.

અરધા કલાકના નિરક્ષણ હેઠળ રહેશે ડોઝ લેનાર વ્યક્તિ

image source

સરકારના SOP પ્રમાણે, એક દિવસમાં જે કોઈ પણ વ્યક્તિએ વેક્સિનનો ડોઝ લીધો હશે, તેને પછીના અરધા કલાક માટે નિરિક્ષણ હેઠળ રાખવામાં આવશે જેથી કરીને વેક્સીનની જો કોઈ આડ અસર હોય તો તેને જોઈ શકાય અને તેને નિયંત્રણમાં પણ લાવી શકાય. તેના માટે વેક્સીનેશન રૂમ બનાવવામાં આવશે. આ ઓરડામાં એકવારમાં એક જ વ્યક્તિ જઈ શકશે. સરકારનું લક્ષ્ય છે કે ટીકાકરણ અભિયાન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવામાં આવે.

image source

હાલના સમયમાં ગુજરાતમાં કોરનાના સંક્રમિતોના રોજિંદા આંકડામાં થોડો ઘટાડો થયો છે માટે તંત્ર થોડી નિરાતમાં છે પણ તેમ છતાં હજુ સુધી તેમાં મોટી કોઈ રાહત મળી શકી નથી પણ હવે જ્યારે બ્રિટેન તેમજ અમેરિકામાં લોકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઈ છે ત્યારે થોડા સમય બાદ ભારતમાં પણ વેક્સિન પહોંચી જશે અને ભારત સરકાર હાલ તેના માટેનું જ આંતરમાળખુ તૈયાર કરી રહી છે. હાલના કોરોના વાયરસના આંકડા પર એક નજર કરીએ.

image source

સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 7.22 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 4.72 કરોડ લોકો સંક્રમણમાંથી મુક્ત થઈને સ્વસ્થ થયા છે. પણ દુઃખની વાત એ છે કે આ સંક્રમણના કારણે દુનિયામાં 16.1 લાખ લોકોના મૃત્યુ થયા છે. ભારતના આંકડા પર એક નજર કરીએ તો ભારતમાં અત્યાર સુધીમાં 98.8 લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી 93.9 લાખ લોકો સંક્રમણમાંથી મુક્ત થઈને સ્વસ્થ બન્યા છે. પણ 1.43 લાખ લોકોના આ સંક્રમણથી મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 2.28 લાખ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 2.10 લાખ લોકો સંક્રમણ મુક્ત થયા છે. જ્યારે 4171 લોકોનો આ વાયરસે ભોગ લીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ