હવે ચેતી જજો: જાણી લો કોરોનાના આ નવા લક્ષણ વિશે, જેમાં દાંતમાં થાય છે કંઇક એવું કે…

કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. કોરોના વાયરસના કારણે આખું વિશ્વ પરેશાન છે ત્યારે કોરોના વાયરસનું એક નવુ લક્ષણ સામે આવ્યું છે જેનો સીધો સંબંધ તમારા દાંત સાથે છે.

image source

એક રિપોર્ટ અનુસાર કોરોનાના દર્દીઓમાં પેઢા નબળા થઇ જવા અને દાંત પડી જવાની તકલીફો સામે આવી છે. આવા કિસ્સા સામે આવ્યા બાદ હવે વૈજ્ઞાનિકો એ જાણવામાં લાગી ગયા છે કે શું ખરેખર કોરોના વાયરસ દાંતને નુકસાન પહોંચાડી શકે છે.

યુવતીને થયો અનુભવ

image source

ન્યૂયોર્કમાં રહેતી 43 વર્ષની ફરાહે જણાવ્યું હતું કે તેણે જેવી વિંટરગ્રીન બ્રેથ મિન્ટ ચાવી તરત જ તેમના નીચેના દાંતોમાં કંઇક અનુભવ થવા લાગ્યો. તેમણે પોતાના એ દાંતને અડીને જોયુ તો તે દાંત હલી રહ્યો હતો. પણ ફરાહના દાંત હલવાનું કારણ કંઇક અલગ જ હતું,

image source

આ ઘટના બની એના બીજા જ દિવસે ફરાહનો તે દાંત ટૂટી ગયો અને આશ્ચર્યની વાત એ છે કે તેના આ દાંતમાં ના તેમાં કોઇ પણ દુખાવો થયો કે ના લોહી નીકળ્યુ. અગત્યની વાત એ છે કે ફરાહ થોડા દિવસો પહેલા જ કોરોનાનો ભોગ બની હતી અને ત્યારથી જ તે ઓનલાઇન તેવા ગ્રુપને ફોલો કરે છે જે લોકોને કોરોનાના લક્ષણો છે કે પછી તેઓ કોરોનાનો ભોગ બની ચૂક્યા છે.

જરૂર છે રિસર્ચની

image source

અત્યાર સુધી કોઇ પુરાવા નથી મળ્યા કે કોરોના સંક્રમણને કારણે જ આવુ થઇ રહ્યું છે પરંતુ તે ગ્રુપમાં રહેલા લોકોને દાંત તુંટવાની અને પેઢામાં સેન્સીટીવીટીનો અનુભવ થઈ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ કોરોના વાયરસની સાઇડ ઇફેક્ટ હોઇ શકે છે.

આ વિશે ડૉક્ટરનું શુ કહેવું છે.

image source

આ વિશે એક યુનિવર્સિટીના ડૉક્ટરનું કહેવું છે કે કોઇ પણ વ્યક્તિના દાંતનું સોકેટ આમ અચાનક બહાર આવી જવું તે ખુબ જ આશ્ચર્યજનક કહી શકાય. દાંતો સાથે જોડાયેલી આ સમસ્યા વધુ ગંભીર હોઇ શકે છે અને આ બિમારીમાંથી લોકો લાંબા સમયે રિકવર થશે.

2012ના એક રિપોર્ટ અનુસાર 30 કે તેનાથી વધારે ઉંમરના 47 ટકા લોકોમાં પીરિયડોન્ટલ ડિસીઝ અને પેઢાનું ઇન્ફેક્શન તેમજ હાડકા નબળા થઇ જવાની સમસ્યા રહે છે.

સિગરેટ નુકસાનકારક

image source

એક રિપોર્ટ અનુસાર ગુટકા ખાવાથી અને સિગરેટ પીવાથી દાંત ખરાબ થાય છે અને પેઢા નબળા થઇ જાય છે. તો જો તમારે દાંતની સમસ્યાથી બચવુ હોય તો સિગરેટ અને ગુટકાને અલવિદા કહી દેવું પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ