કોવિડ સેન્ટરની આ છે સત્ય હકીકત, રોજ 12 કલાકની શિફ્ટ, 4 લોકો સાથે રૂમ શેર, અને હવે તો બિલ પણ ભોગવવાનું

હાલમાં સમગ્ર ભારતમાં કોરોના વાયરસનો હાહાકાર મચી રહ્યો છે. ત્યારે દરેક રાજ્યમાં દિવાળી બાદ હાલત ખુબ ગંભીર થતી જાય છે. એવામાં હવે દિલ્હીની ભયાનક સમાચાર સામે આવી રહ્યા છે. એક વાત એ પણ ચોંકાનવારી છે કે, સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ દિલ્હીમાં જ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના છાવલા વિસ્તારમાં રાધાસ્વામી સત્સંગ બ્યાસના કેમ્પસમાં દુનિયાનું સૌથી મોટું કોવિડ કેન્દ્રનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

image source

દુનિયાના સૌથી મોટા કોવિડ સેન્ટરને લઈને આ સમાચાર છે. આ સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરની કમાન ભારતનાં અર્ધલશ્કરી દળો આઈટીબીપીના હાથમાં છે. દિલ્હીમાં કોરોનાના વધતા દબાણને જોઈને અહીં 1000થી વધુ બેડ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આઈટીબીપીના ડીજી એસ. એસ. દેશવાલે કહ્યું હતું કે સરદાર પટેલ કોવિડ કેર કેન્દ્રની ક્ષમતાને બે હજાર બેડથી વધારીને 3 હજાર બેડની કરવામાં આવી રહી છે. તો એક તરફ સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરના કમાન્ડિંગ ઓફિસર એ. પી. જોશીએ જણાવ્યું કે અત્યારે અહીં પાંચસો સંક્રમિત લોકો જ દાખલ છે, જ્યારે ઓક્સિજન સપોર્ટવાળાં પાંચસો ઓક્સિજન બેડ લગાવવામાં આવ્યાં છે.

image source

કેમ આટલા ઓછા દર્દીઓ છે એવા સવાલ પર તેઓ કહે છે, ‘આ સેન્ટર ગરમીના હિસાબે તૈયાર કરાયું હતું. એ હિસાબે સુવિધાઓ તૈયાર કરાઈ હતી. હવે અહીં ઠંડીને લઈ વ્યવસ્થા કરવામાં આવી છે.’ દિલ્હીમાં વધતા કોવિડના કેસોએ સ્વાસ્થ્ય સેવાઓ પર દબાણ વધારી દીધું છે. તેની સાથે જ કામ કરનારા કર્મચારીઓ પર પણ દબાણ વધતું જઈ રહ્યું છે.. ઉલ્લેખનીય છે કે, આઈટીબીપી કેમ્પમાં તૈનાત મોટા ભાગના ડોક્ટર, નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ કેન્દ્રીય દળો સાથે સંકળાયેલા છે અને બહારના શહેરોમાંથી અહીં આવ્યા છે.

image source

અત્યાર સુધી એવું હતું કે સ્ટાફ આ કેમ્પની પાસે જ હોટેલમાં રહેતા હતા અને તેમના ભાડાંની ચૂકવણી સરકાર તરફથી કરવામાં આવી રહ્યું હતું પરંતુ એક નવા આદેશ અંતર્ગત 15 નવેમ્બર પછી સ્ટાફને કહેવામાં આવ્યું છે કે તેઓ હોટેલના બિલોની ચૂકવણી ખુદ કરે. આ આદેશના કારણે કોવિડ સેન્ટરમાં કામ કરી રહેલો સ્ટાફ તણાવમાં છે. એક હેડ કોન્સ્ટેબલ જે મેડિકલ નર્સ તરીકે કામ કરી રહી છે, તે કહે છે, ‘અમે રોજ 12 કલાકથી વધુની શિફ્ટ કરી રહ્યા છીએ. તેની સાથે હવે હોટેલના બિલ આપવાનું પણ દબાણ છે. અત્યાર સુધી અમારૂં બિલ સરકાર ચૂકવતી હતી જે હોટેલમાં અમને રાખવામાં આવ્યા છે ત્યાં એક રૂમનું બિલ 1750 રૂપિયા પ્રતિદિન છે. અમારે ચાર લોકોએ એક રૂમમાં રહેવું પડે છે. ત્યારે પણ એ અમારા રોજિંદા બજેટથી બહાર છે

image source

એક ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે, સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરમાં કેમિસ્ટ તરીકે તૈનાત આઈટીબીપીના એક કર્મચારીએ આ વિશે વાત કરતાં કહ્યું કે-15 નવેમ્બર પછી અમને બિલ અમારે જ ચૂકવી દેવાના એવું કહેવામાં આવ્યું છે. અમે સસ્તી હોટેલમાં રહેવાની ઈચ્છા દર્શાવી તો અમને ડિસિપ્લીનરી એક્શનનો ડર બતાવીને રોકવામાં આવ્યા. આ મોંઘી હોટેલ અમારા બજેટની બહાર છે. અત્યારે અમારે અમારા ખિસ્સામાંથી પૈસા આપવા પડે છે. પછી જ્યારે અમને મુસાફરી ભથ્થામાંથી પૈસા મળશે પણ પૂરા નહીં મળે કેમકે હોટેલનું રેન્ટ અમારા ગ્રેડથી વધુ છે. જો હોટેલના પૈસા અમારે જ આપવાના છે તો અમને એ નક્કી કરવા દેવામાં આવે કે કઈ હોટેલમાં રહેવાનું છે, કેમ કે અત્યારે જે હોટેલોમાં અમને રાખવામાં આવી રહ્યા છે તે અમારા ટીએ-ડીએ ક્લાસથી ઉપર છે. અમને એ પણ કહેવામાં આવ્યું હતું કે બિલ ચૂકવવા માટે અમારા ખાતામાં 24 નવેમ્બર સુધી પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે પરંતુ તેઓ માત્ર અધિકારીઓને અપાયા છે.

image soucre

તો વળી આ મામલે એ પી જોશી કહે છે, ‘અત્યાર સુધી સ્ટાફના રહેવાનાં બિલોની ચુકવણી સરકાર તરફથી કરાતી હતી. વચ્ચે કોઈ મુશ્કેલી આવી હતી. સ્ટાફે ચિંતા કરવાની જરૂર નથી. તેમને બધા પૈસાની ચૂકવણી કરી દેવામાં આવષે. પરંતુ મેડિકલ સ્ટાફ કહે છે કે તેમને જે હોટેલોમાં રાખવામાં આવે છે તેનું ભાડું તેમના મુસાફરી ભથ્થાથી વધુ છે એવામાં તેમને પોતાના ખિસ્સામાંથી પૈસા આપવા પડશે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં જ્યારે મેં અહીંથી રિપોર્ટ કર્યો તો અહીં સ્ટાફમાં ઝીરો ઈન્ફેક્શન હતું. એટલે કે અહીં તહેનાત મેડિકલ સ્ટાફ અને આઈટીબીપીના અધિકારી સંક્રમણથી દૂર હતા.
પરંતુ હવે આવું નથી રહ્યું અને એ લોકો પર પણ જોખમ છે. સ્થિતિ પેહેલાં કરતાં બદલાઈ રહી છે. અહીંના કમાન્ડિંગ ઓફિસ પ્રશાંત મિશ્ર સહિત અનેક અધિકારી સંક્રમિત થયા પછી ક્વોરેન્ટાઈનમાં છે. કોવિડ સેન્ટરમાં તહેનાત એક અન્ય કર્મચારી કહે છે, ‘અગાઉ પરિસ્થિતિઓ અમારા માટે સારી હતી તો અમે પણ સંપૂર્ણ સેવા આપી શકતા હતા. કમાન્ડિંગ ઓફિસર પોઝિટિવ આવ્યા પછી ક્વોરેન્ટાઈનમાં ગયા પછી અહીં સ્થિતિ બદલાઈ છે. હવે સ્ટાફ પણ તણાવમાં છે.’ સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરના સંચાલનમાં કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને દિલ્હી નગર નિગમ સહયોગ કરે છે. અહીં રાધાસ્વામી સત્સંગ બ્યાસ તરફથી દર્દીઓ અને સ્ટાફને ભોજન આપવામાં આવે છે. પરંતુ મેડિકલ સ્ટાફનો આરોપ છે કે હવે તેમને મફત મળતા ભોજનના બદલે હોટેલનું ભોજન ખાવા માટે કહેવામાં આવે છે. જેનું બિલ તેમણે ભોગવવું પડે છે.

image source

એ જ રીતે આ વિશે વાત કરતાં મેડિકલના સ્ટાફમાંથી એક નર્સ નામ ન આપવાની શરતે કહે છે, ‘આમ તો અમે ફ્રન્ટલાઈન પર છીએ અને કોરોના વોરિયર છીએ પરંતુ અમને અપાયેલી સુવિધાઓ હવે પરત લઈ લેવાઈ છે. આનાથી અમારૂં મનોબળ તૂટી રહ્યું છે. સાથે જ એક કેમિસ્ટું આ બાબતે કહેવું છે કે-શરૂઆતમાં અમે ભારે હિંમતથી કામ કરી રહ્યા હતા. પરંતુ હવે અગાઉ જેવી સુવિધાઓ જ અમને મળી રહી નથી. અમને ત્રણ મહિના માટે બોલાવવામાં આવ્યા હતા. હવે અમને પરત જવા દેવાતા નથી અને રજા પણ મળતી નથી. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે દિલ્હીમાં 6224 નવા કેસ સામે આવ્યા, જ્યારે કુલ 61,381 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 100થી વધુ મોત પણ નોંધાયાં છે. અત્યારે દિલ્હીમાં 38 હજારથી વધુ સક્રિય કેસો છે, જ્યારે અત્યારસુધીમાં 8621 મોત કોરોના સંક્રમણને કારણે થઈ ચૂક્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ